ગુજરાતમાં આ તારીખે આવશે ચક્રવાતની સાથે વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો, જાણો અંબાલાલ પટેલની આગાહ

ગુજરાતમાં આ તારીખે આવશે ચક્રવાતની સાથે વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો, જાણો અંબાલાલ પટેલની આગાહી

11/19/2025 WAR UPDATES

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતમાં આ તારીખે આવશે ચક્રવાતની સાથે વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો, જાણો અંબાલાલ પટેલની આગાહ

ગુજરાતમાં એક તરફ ઠંડીનું જોર વધી રહ્યું છે તો બીજી તરફ વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. ત્યારે હવે જગતના તાતને ફરી ઘાતનો સામનો કરવો પડી શકે તેમ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે, કાતિલ ઠંડી સાથે ભયંકર વાવાઝોડું આવી રહ્યું છે. આ વાવાઝોડાની ગતિ 100 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્ચતા છે.


ચક્રવાતની આગાહી

ચક્રવાતની આગાહી

માહિતી મુજબ, 20 નવેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં સુપર સાયક્લોન બની શકે છે. અને તે ભીષણ ચક્રવાતનું રૂપ ધારણ કરી શકે છે. તેથી નવેમ્બરના અંતમાં 100ની ઝડપે પવન ફૂંકાશે અને માવઠું પણ થશે. અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો વાવાઝોડા બાદ 2 ડિસેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે. જેથી 6 ડિસેમ્બરથી વાતાવરણ પલટાશે. અને 15-16 ડિસેમ્બરે માવઠાની અસર દેખાશે. આગામી દિવસોમાં ગુજરાતમાં પહેલાં નવેમ્બરના અંતમાં ચક્રવાત વરસાદ લાવશે, પછી ડિસેમ્બરના મધ્યમાં માવઠું થશે.


ગુજરાતમાં ઠંડીનું જોર

ગુજરાતમાં ઠંડીનું જોર

હાલ ગુજરાતમાં શિયાળાની ઋતુ બરાબર જામી છે. લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. હવામાન વિભાગે સાત દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે તે અંગેની આગાહી કરી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. તાપમાનનો પારો 13-14 ડિગ્રી સુધી નીચે જશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વર્તાશે.

ગુજરાતીઓ માટે સ્વર્ગ કહેવાતા માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. સીઝનમાં પહેલીવાર માઈનસમાં તાપમાન નોંધાયું છે. ગતરાત્રે માઉન્ટ આબુમાં માઈનસ 2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આબુમાં ફરવા જતા પ્રવાસીઓને ઠંડીની મોજ પડી રહી છે. સવારે કાર પર બરફની પરત જામેલી જોવા મળી. હવામાન વિભાગે કરી છે હજુ પણ ઠંડી વધવાની આગાહી કરી છે. મોટાભાગના જિલ્લાઓનું તાપમાન સામાન્ય કરતાં નીચું નોંધાયું છે.  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top