પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાને ન મળી રાહત : જાણો કોર્ટે શું આદેશ આપ્યો

પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાને ન મળી રાહત : જાણો કોર્ટે શું આદેશ આપ્યો

07/27/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાને ન મળી રાહત : જાણો કોર્ટે શું આદેશ આપ્યો

મુંબઈ: બહુચર્ચિત પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવેલ બિઝનેસમેન રાજ કુન્દ્રાની (Raj Kundra) પોલીસ કસ્ટડી આજે પૂરી થઇ રહી હતી. આજે તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા બાદ કોર્ટે તેને 14 દિવસ માટે ન્યાયિક હિરાસતમેં મોકલી આપ્યો છે.

આ પહેલા કોર્ટે પોલીસ કસ્ટડી વધારીને 27 જુલાઈ સુધીની કરી દીધી હતી. ત્યારબાદ મંગળવારે કોર્ટમાં હાજર કરવામાં આવતા કોર્ટે રાજને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી દીધો છે. બીજી તરફ, રાજ કુન્દ્રાના વકીલે જામીન અરજી આપી છે. જામીન અરજીમાં જણાવવામાં આવ્યું છે કે આ કેસમાં તપાસ પૂર્ણ થઇ ગઈ છે અને હવે જામીન આપી દેવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે રાજ કુન્દ્રાને 19 જુલાઈએ મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પોર્નોગ્રાફી કેસમાં 2 કલાક પૂછપરછ બાદ પકડી લેવામાં આવ્યો હતો. તેની ઉપર અશ્લીલ ફિલ્મો બનાવવાનો અને તેને એપ્સ ઉપર રિલીઝ કરવાનો આરોપ છે. પોલીસનું કહેવું છે કે રાજ આ કેસમાં મુખ્ય આરોપી છે. રાજ ઉપરાંત આ કેસમાં અન્ય લોકોને પણ પકડવામાં આવ્યા છે. 

આ કેસમાં ફેબ્રુઆરીમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને ત્યારથી પોલીસ તપાસ કરી રહી હતી. પોલીસે મલાડની એક ઈમારત ઉપર દરોડા પાડ્યા હતા, જ્યાં પોર્ન ફિલ્મની શૂટિંગ ચાલી રહી હતી. ત્યારે પોલીસને રાજ કુન્દ્રા વિરુદ્ધ સબૂતો મળ્યા હતા.

ત્યારબાદ રાજ સામે પૂરતા સબૂતો મળતા 19 જુલાઈએ તેની પૂછપરછ બાદ ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ 23 જુલાઈએ કોર્ટે કસ્ટડી વધારીને 27 જુલાઈ સુધીની કરી દીધી હતી. ત્યારબાદ હવે કોર્ટે તેને 4 દિવસ સુધીની ન્યાયિક હિરાસતમાં મોકલી દીધો છે.

પોલીસ આ મામલે હાલ તપાસ કરી રહી છે. આ મામલે રાજની પત્ની અને બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરી હતી. જોકે, શિલ્પાનો કોઈ એક્ટિવ રોલ હોવાનું સામે આવ્યું નથી. પરંતુ જાણવા મળ્યું છે કે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીના જોઈન્ટ બેન્ક અકાઉન્ટની પણ તપાસ કરવામાં આવશે. જેમાંથી કરોડોની લેવડદેવડ કરવામાં આવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top