પ્રેમલગ્ન કર્યા છે તો પરિવાર-સમાજનો સામનો કરવાનું સાહસ પણ રાખો : રાજસ્થાન હાઈકોર્ટ

પ્રેમલગ્ન કર્યા છે તો પરિવાર-સમાજનો સામનો કરવાનું સાહસ પણ રાખો : રાજસ્થાન હાઈકોર્ટ

01/15/2022 National

SidhiKhabar

SidhiKhabar

પ્રેમલગ્ન કર્યા છે તો પરિવાર-સમાજનો સામનો કરવાનું સાહસ પણ રાખો : રાજસ્થાન હાઈકોર્ટ

જયપુર: મોટાભાગના કિસ્સાઓમાં પ્રેમ લગ્ન કર્યા બાદ યુગલો તેમના પરિવારથી જોખમ હોવાના કારણે કોર્ટ અથવા પોલીસનું શરણ લે છે. પોલીસ દ્વારા તેમને સુરક્ષા પણ આપવામાં આવી છે. પરંતુ આવા જ એક કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે એક પ્રેમી યુગલની અરજી એમ કહીને ફગાવી દીધી કે જો પ્રેમ લગ્ન કર્યા હોય તો પરિવાર અને સમાજનો સામનો કરવાનું સાહસ પણ હોવું જોઈએ. 


રાજસ્થાનના જોધપુર જિલ્લાના એક પ્રેમી યુગલે પરિવારની મરજી વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કરી લીધા બાદ સુરક્ષા માટે પોલીસ અને ત્યારબાદ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને પરિવારથી સુરક્ષાની માગ કરી હતી. આ કેસમાં યુવક અને યુવતીની ઉંમર અનુક્રમે 21 વર્ષ અને 18 વર્ષ હોવાનું જાણવા મળે છે. આ મામલો હાઈકોર્ટ સમક્ષ પહોંચતા કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. 

રાજસ્થાન હાઈકોર્ટે વિશેષ ટિપ્પણી કરતા કહ્યું, જો યુવક-યુવતીએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હોય તો તેમનામાં સમાજનો સામનો કરવાની અને તેમણે લીધેલા નિર્ણયને સમજાવવાની દ્રઢતા હોવી જોઈએ. આમ કહીને કોર્ટે અરજી ફગાવી દીધી હતી. 

કોર્ટે ટિપ્પણીમાં આગળ કહ્યું, તથ્યો તપાસતા એવું નથી લાગતું કે યુવક-યુવતીનું જીવન ખરેખર જોખમમાં છે. આવો કોઈ પુરાવો પણ મળ્યો નથી, જેનાથી એવું લાગે કે તેમની ઉપર હુમલો થઇ શકે છે. કોર્ટ કોઈ યોગ્ય કેસમાં યુગલને સુરક્ષા ઉપલબ્ધ કરાવી શકે છે. કોર્ટે કહ્યું કે જો પ્રેમ લગ્ન જ કરી લીધા હોય તો સમાજ અને પરિવારનો સામનો કરવાની પણ શક્તિ અને દ્રઢતા હોવા જ જોઈએ. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top