રાજનાથસિંહે કહ્યું: મહાત્મા ગાંધીના કહેવાથી સાવરકરે દયા અરજી કરી હતી, ઔવેસીનો પલટવાર

રાજનાથસિંહે કહ્યું: મહાત્મા ગાંધીના કહેવાથી સાવરકરે દયા અરજી કરી હતી, ઔવેસીનો પલટવાર

10/13/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

રાજનાથસિંહે કહ્યું: મહાત્મા ગાંધીના કહેવાથી સાવરકરે દયા અરજી કરી હતી, ઔવેસીનો પલટવાર

નવી દિલ્હી: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ‘વીર’ વિનાયક સાવરકર ઉપર લખાયેલા પુસ્તક ‘Savarkar: The man Who could have prevented partition’ ના લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીએ સાવરકરને સલાહ આપી હતી કે તેઓ અંગ્રેજોને દયા અરજી કરે. તેમણે સાવરકરના યોગદાનની અવગણના અને તેમના વારંવાર થતા અપમાન અંગે પણ ઉલ્લેખ કરીને કહ્યું કે તે ન્યાયસંગત અને ક્ષમા યોગ્ય નથી.


રાજનાથ સિંહે શું કહ્યું?

તેમણે સંબોધન દરમિયાન કહ્યું કે, વારંવાર જુઠ્ઠાણું ફેલાવવામાં આવે છે કે સાવરકરે અંગ્રેજ સરકાર સામે દયા અરજી કરી હતી. પરંતુ સત્ય એ છે કે આ અરજી પોતાને છોડાવવા માટે નહતી કરી, પરંતુ સામાન્ય રીતે દરેક કેદીને એ અધિકાર આપવામાં આવતો કે તેઓ ચાહે તો તે કરી શકે છે.

તેમણે આગળ કહ્યું, મહાત્મા ગાંધીએ તેમને કહ્યું હતું કે તેઓ દયા અરજી કરે. તેમણે કહ્યું કે સાવરકરજીને છોડવા જોઈએ. જેવી રીતે આપણે સ્વતંત્રતા માટે આંદોલન ચલાવી રહ્યા છીએ, એ રીતે જ સાવરકરજી પણ આંદોલન ચલાવશે. આ વાત મહાત્મા ગાંધીએ કહી હતી. પરંતુ અફવા ફેલાવવામાં આવે છે કે સાવરકરજીએ માફી માગી હતી, આ તમામ વાતો પાયાવિહોણી અને ખોટી છે.


ઔવેસીએ કહ્યું: આવું જ ચાલતું રહ્યું તો તેઓ સાવરકરને રાષ્ટ્રપિતા બનાવી દેશે

રાજનાથસિંહના આ નિવેદન બાદ દેશભરમાં આ અંગે અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે તો રાજકારણ પણ થઇ રહ્યું છે. AIMIM ના પ્રમુખ અસદુદ્દીન ઔવેસીએ રક્ષામંત્રીના નિવેદનને લઈને કહ્યું કે, ભાજપ એક દિવસ સાવરકરને રાષ્ટ્રપિતા પણ ઘોષિત કરી દેશે.  

ઔવેસીએ કહ્યું, તેઓ (ભાજપ) ખોટો ઈતિહાસ રજૂ કરી રહ્યા છે. જો આવું જ ચાલતું રહ્યું તો તેઓ મહાત્મા ગાંધીને દૂર કરીને સાવરકરને રાષ્ટ્રપિતા બનાવી દેશે. તેમણે સાવરકર ઉપર ગાંધી હત્યાના આરોપી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. નોંધવું મહત્વનું છે કે, વિનાયક સાવરકર ઉપર ગાંધી હત્યા કેસમાં આરોપ જરૂર લાગ્યો હતો પરંતુ કેસ ચાલ્યા બાદ તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top