'રામ રાખે તેને કોણ ચાખે' : મોબાઇલની સ્ક્રીને વ્યક્તિનો જીવ બચાવ્યો!

'રામ રાખે તેને કોણ ચાખે' : મોબાઇલની સ્ક્રીને વ્યક્તિનો જીવ બચાવ્યો!

10/15/2021 World

SidhiKhabar

SidhiKhabar

'રામ રાખે તેને કોણ ચાખે' : મોબાઇલની સ્ક્રીને વ્યક્તિનો જીવ બચાવ્યો!

એક કહેવત છે કે, 'રામ રાખે તેને કોણ ચાખે'. તાજેતરમાં આવો જ એક કિસ્સો બ્રાઝિલમાંથી પ્રકાશમાં આવ્યો છે. બ્રાઝિલમાં સશસ્ત્ર લૂંટ દરમિયાન પાંચ વર્ષના Motorola G5 સ્માર્ટફોને તેના માલિકનો જીવ બચાવ્યો હતો. જ્યાં એક વ્યક્તિને લૂંટારાઓએ ગોળી મારી હતી. પરંતુ ગોળી તેના ખિસ્સામાં રાખેલા મોબાઈલમાં ગઈ અને તેનો જીવ બચી ગયો. આ ઘટનાને લગતા મોબાઇલના ફોટા પણ સામે આવ્યા છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે મોબાઇલની સ્ક્રીને તે વ્યક્તિનો જીવ કેવી રીતે બચાવ્યો.


ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને...

બ્રાઝિલના પેટ્રોલિના શહેરમાં 7 ઓક્ટોબરના રોજ બનેલી આ ઘટના છે. Daily Mailના અહેવાલ અનુસાર, લૂંટારાઓએ આ વ્યક્તિને ગોળી મારી દીધી હતી અને પોલીસ પહોંચે તે પહેલા જ બદમાશ સ્થળ પરથી ભાગી ગયો હતો. લૂંટ બાદ જ્યારે વ્યક્તિને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે ડોક્ટરોએ જોયું કે પીડિતને તેના હિપ પર નાની ગોળી વાગી હતી. પરંતુ તેમને એ જાણીને આશ્ચર્ય થયું કે ગોળી વ્યક્તિના શરીરમાં ગઈ નથી, આ વ્યક્તિને માત્ર ઉઝરડો જ લાગ્યો હતો.


રિપોર્ટ અનુસાર, માણસ પર હુમલા બાદ દરેકને લાગ્યું કે તેને ગોળી મારી દેવામાં આવી છે, પરંતુ એવું થયું નહીં. વ્યક્તિના મોબાઈલ ફોને ઢાલ તરીકેનું કામ કર્યું અને ગોળીને તેના શરીર જતી રોકી દીધી. એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે ગોળી ચલાવવામાં આવી ત્યારે તે સીધી મોબાઈલ સ્ક્રીન પર વાગી અને ત્યાંથી ગોળી ત્રાંસી ફંટાઈ ગઈ. આ કારણોસર ગોળી વ્યક્તિને ન લાગી.

જે હોસ્પિટલમાં આ માણસને દાખલ કરવામાં આવ્યો હતો તેના ડૉક્ટરે તેના મોબાઇલની તસવીરો અને ઘટના અંગેની માહિતી ટ્વિટર પર શેર કરી છે. તેણે લખ્યું કે ગોળી વાગ્યા બાદ તે વ્યક્તિને દાખલ કરવામાં આવ્યો હતો. સદભાગ્યે ગોળી તેના ફોનમાં જ અટકી ગઈ. ફોન બુલેટના મોટાભાગના નુકસાનને શોષી લે છે, જેનાથી તેની સ્ક્રીન તૂટી જાય છે. બુલેટના બળને કારણે ઉપકરણની પાછળ ફોનમાં મોટો ખાડો પણ છે.


મોબાઇલ બનાવનાર કંપનીના વખાણ કર્યા

મોબાઇલ બનાવનાર કંપનીના વખાણ કર્યા

હાલમાં, વ્યક્તિને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જોકે તેની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પોલીસે હજુ સુધી લૂંટના આરોપીઓની ઓળખ કરી નથી. આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો ચોંકી ગયા. લોકોએ કહ્યું કે આ ઘટના સંપૂર્ણપણે ફિલ્મી લાગે છે. કોઇએ મોબાઇલ બનાવનાર કંપનીના વખાણ પણ કર્યા. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બદમાશોએ તે વ્યક્તિ પર ફાયરિંગ કર્યું કારણ કે ત્યાં લૂંટ થઈ રહી હતી.


આ એકમાત્ર કિસ્સો નથી કે...

આ એકમાત્ર કિસ્સો નથી કે જ્યાં સ્માર્ટફોને શાબ્દિક રીતે કોઈનું જીવન બચાવ્યું હોય. થોડા વર્ષો પહેલા, અફઘાનિસ્તાનમાં એક માણસ બચી ગયો હતો, જ્યારે તેના પર ચાલવવામાં આવેલી ગોળી તેના નોકિયા મોબાઈલ ફોનમાં ફસાઈ ગઈ હતી. તે પહેલા, Google Pixel 3 XL ફોને પણ એક બુલેટ રોકી હતી અને હોંગકોંગમાં તેના માલિકનો જીવ બચાવ્યો હતો. બુલેટથી થયેલા નુકસાન છતાં ફોન કામ કરતો હોવાનું કહેવાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top