લોકપ્રિય ફિલ્મ 'કંતારા'ની એક્ટિંગ કરવી રણવીર સિંહને ભારે પાડી, હિંદુ સંગઠનોએ કરી કાર્યવાહીની મા

લોકપ્રિય ફિલ્મ 'કંતારા'ની એક્ટિંગ કરવી રણવીર સિંહને ભારે પાડી, હિંદુ સંગઠનોએ કરી કાર્યવાહીની માંગ, જુઓ વિડિયો

12/02/2025 Glamour

SidhiKhabar

SidhiKhabar

લોકપ્રિય ફિલ્મ 'કંતારા'ની એક્ટિંગ કરવી રણવીર સિંહને ભારે પાડી, હિંદુ સંગઠનોએ કરી કાર્યવાહીની મા

જ્યારથી ફિલ્મ 'ધુરંધર'નું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી અભિનેતા રણવીર સિંહ ચર્ચામાં છે. પરંતુ હવે તેઓ પોતાની અજીબ હરકતને કારણે ફરી એક મોટા વિવાદમાં સપડાયા છે. રણવીર સિંહને સુપરહિટ કન્નડ ફિલ્મ 'કાંતારા: ચેપટર 1'માં દર્શાવવામાં આવેલા 'દૈવ નૃત્ય' એટલે કે ચામુંડા દેવીના એક્ટની મિમિક્રી કરવી ભારે પડી છે.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


શું છે સમગ્ર વિવાદ?

શું છે સમગ્ર વિવાદ?

ગોવામાં યોજાયેલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાના આખરી દિવસે મંચ પર રણવીર સિંહે 'કાંતારા'ના મુખ્ય અભિનેતા રિષભ શેટ્ટી સામે 'દૈવ એક્ટ'ની મિમિક્રી કરી હતી. જે ફિલ્મમાં દર્શાવતા ચામુંડા દેવીના નૃત્ય પર આધારિત હતી. આ કારણસર અનેક હિંદુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી હતી અને સોશિયલ મીડિયામાં રણવીર સિંહની આકરી ટીકા શરૂ થઈ ગઈ હતી. અને આ વિવાદ એટલો વકર્યો કે, હિન્દુ જનજાગૃતિ સમિતિ સહિત અનેક સંગઠનોએ 'ચામુંડા દેવી'નું અપમાન કરવા બદલ રણવીર સિંહ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. 'કાંતારા' ફિલ્મના મુખ્ય અભિનેતા અને ડિરેક્ટર રિષભ શેટ્ટી છે. તેમની સામે જ રણવીર સિંહે દૈવ એક્ટની મિમિક્રી કરી હતી. એ જ વખતે રિષભ શેટ્ટીએ વિનમ્રતાથી તેને રોક્યો હતો, પરંતુ રણવીર સિંહે કંઈ સમજ્યા વિના મિમિક્રી ચાલુ રાખી હતી. 


રણવીર સિંહે માફી માંગી

રણવીર સિંહે માફી માંગી

આ ઘટના પછી રણવીર સિંહની સોશિયલ મીડિયા સહિત ચોતરફ ભારે ટીકા થઈ હતી. તેથી આખરે તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરીને માફી માંગી છે. રણવીર સિંહે કહ્યું છે કે, 'મારો ઇરાદો કોઈની પણ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. હું તો માત્ર ફિલ્મમાં રિષભ શેટ્ટીના જબરદસ્ત પર્ફોર્મન્સની પ્રશંસા કરી રહ્યો હતો. એક અભિનેતા જ સમજી શકે છે કે આવી કલા પ્રસ્તુત કરવા માટે કેટલી મહેનત કરવી પડે છે. હું દેશની પરંપરાઓ અને સંસ્કૃતિઓનું સન્માન કરું છું. જો મારાથી કોઈની લાગણી દુભાઈ હોય, તો તેના માટે હું દિલથી માફી માંગુ છું.' નોંધનીય છે કે, હાલ રણવીર સિંહ આગામી ફિલ્મ 'ધુરંધર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે 5 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top