રશ્મિકા મંદાનાએ જણાવ્યું- ‘પુરુષો એક વાર પીરિયડ થાય’ વાળું નિવેદન કેમ આપ્યું, જુઓ વીડિયો

રશ્મિકા મંદાનાએ જણાવ્યું- ‘પુરુષો એક વાર પીરિયડ થાય’ વાળું નિવેદન કેમ આપ્યું, જુઓ વીડિયો

11/14/2025 Glamour

SidhiKhabar

SidhiKhabar

રશ્મિકા મંદાનાએ જણાવ્યું- ‘પુરુષો એક વાર પીરિયડ થાય’ વાળું નિવેદન કેમ આપ્યું, જુઓ વીડિયો

અભિનેત્રી રશ્મિકા મંદાના હાલમાં વિજય દેવરકોંડા સાથેના લગ્નના સમાચારોને લઈને ચર્ચામાં છે. થોડા દિવસ અગાઉ, રશ્મિકાએ અભિનેતા જગપતિ બાબુના ચેટ શૉ ‘જયમ્મુ નિશ્ચયામુ રામાં પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી કે પુરુષોને ઓછામાં ઓછી એક વાર માસિક ધર્મનો અનુભવ થવો જોઈએ, જેથી તેઓ સ્ત્રીઓને માસિક પીડાને સમજી શકે. આ નિવેદન બાદ અભિનેત્રીને ખૂબ ટ્રોલનો કરવામાં આવી હતી. લોકોએ તેને પુરુષો પ્રત્યે અસંવેદનશીલ ગણાવી. રશ્મિકાએ હવે સફાઈ આપી છે અને જણાવ્યું કે આખરે તેણે આ વાત કેમ કરી હતી.


રશ્મિકા મંદાનાએ પુરુષોને લઈને કહી હતી આ વાત

રશ્મિકા મંદાનાએ પુરુષોને લઈને કહી હતી આ વાત

એક ફેન પેજે રશ્મિકાની એક ક્લિપ શેર કરી હતી, જેમાં તેનો અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો હતો. ટ્વીટમાં લખ્યું હતું કે, ‘પુરુષોના પીરિયડ્સ પર રશ્મિકાનો દૃષ્ટિકો. ક્યારેક-ક્યારેક આપણે ફક્ત એવું ઇચ્છીએ છીએ કે આપણી પીડા અને લાગણીઓ સમજવામાં આવે. તે ક્યારેય પણ તુલના અથવા પુરુષોની જવાબદારીઓ ઓછ કરવા વિશે નહોતું, પરંતુ એક હલકા અહંકારે તેને આ રીતે વિકૃત કરી દીધું. રશ્મિકા મંદાનાએ પોતાના નિવેદન પર સફાઈ આપતા કહ્યું કે, અને આ બાબતે કોઈ વાત નહીં કરે. શૉ અને ઇન્ટરવ્યુમાં જતી વખતે મને આ જ ડર લાગે છે. હું એક તરફ કહું છું અને તેનો અર્થ કંઈક અલગ જ સમજી લેવામાં આવે છે.’


રશ્મિકાએ આ નિવેદન કેમ આપ્યું?

રશ્મિકાએ આ નિવેદન કેમ આપ્યું?

શૉ દરમિયાન રશ્મિકાએ કહ્યું હતું કે, ‘હા, હું ઇચ્છું છું કે પુરુષોને ઓછામાં પ્છો એક વાર માસિક ધર્મ આવે, જેથી તેઓ પીડા અને વેદના સમજી શકે. હોર્મોનલ અસંતુલનને કારણે આપણે એવી લાગણીઓ અનુભવીએ છીએ જે આપણે સમજી શકતા નથી. પુરુષો પર આ દબાણ દેખાડી શકાતું નથી કારણ કે તમે તેમને ગમે તેટલું સમજાવો, તેઓ આ લાગણી સમજી શકતા નથી. એટલે જો પુરુષોને માત્ર એક વખત માસિક ધર્મ હોત તો તેઓ સમજી શકશે કે આ પીડા શું હોય છે.

રશ્મિકાએ તેનાદર્દ બાબતે જણાવતા કહ્યું કે તેને એટલી ભયંકર માસિક ધર્મનો દુઃખાવો થાય છે કે તે એક વાર બેહોશ પણ થઈ ગઈ હતી. ખેર, આપણે તેના વર્ક ફ્રન્ટની વાત કરીએ, તો રશ્મિકાની તાજેતરમાં રિલીઝ થયેલી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'ધ ગર્લફ્રેન્ડ', તેલુગુ સિનેમાઘરોમાં ચાલી રહી છે અને તેને ઘણી પ્રશંસા મળી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top