Gujarat Election 2022 : ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ દિગ્ગજ નેતાઓએ આપી પ્રતિક્રિયા, આ શું બોલી

Gujarat Election 2022 : ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ દિગ્ગજ નેતાઓએ આપી પ્રતિક્રિયા, આ શું બોલી ગયા કેજરીવાલ?

11/03/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat Election 2022 : ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ દિગ્ગજ નેતાઓએ આપી પ્રતિક્રિયા, આ શું બોલી

ગુજરાત ડેસ્ક : ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. રાજ્યમાં ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ આચારસંહિતા લાગુ થઇ છે. ગત વખતની જેમ આ વખતે પણ કુલ બે તબક્કામાં મતદાન થશે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. તો ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. આ વખતે ચૂંટણી પંચે મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થતાં જ અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.


કમિશનના નિર્ણયને શકિતસિંહ ગોહિલે આવકાર્યો

કમિશનના નિર્ણયને શકિતસિંહ ગોહિલે આવકાર્યો

જામનગરમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલની વિધાનસભા ચૂંટણીને લઈને પ્રતિક્રિયા આપી છે. ઇલેક્શન કમિશનના નિર્ણયને શકિતસિંહ ગોહિલે આવકાર્યો હતો. શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશની સાથે જ ગુજરાતની ચૂંટણી જાહેર કરી દેવી જોઈતી હતી. શકિતસિંહે બે તબક્કામાં મતદાનના ચૂંટણી પંચના નિર્ણયને પણ આવકાર્યો હતો. જામનગરમાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી.


જાહેર થયા બાદ સીઆર પાટિલે ટ્વીટ કર્યું

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ સીઆર પાટિલે ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું છે કે, છેલ્લાં 2 દાયકામાં ગુજરાતમાં ચાલી રહેલી વિકાસ યાત્રાને સૌએ જોઈ છે. આ વિકાસ યાત્રાના સહભાગી બની સૌએ ભાજપાને ખૂબ આશીર્વાદ પણ  આપ્યા છે. આ વખતે ફરી એકવાર સૌનાં મળશે આશીર્વાદ. #કમળ_ખીલશે_ગુજરાત_જીતશે

ચૂંટણી જાહેર થયા બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે, ફરીથી કમળનો વારો, જીતની ઈનિંગ ચાલું છે! #કમળ_ખીલશે_ગુજરાત_જીતશે


ટ્વીટમાં ચૂંટણી પંચ પર તંજ કસ્યો

દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતની ચૂંટણી જાહેર થયા બાદ ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વીટમાં ચૂંટણી પંચ પર તંજ કસ્યો છે. તેમણે જણાવ્યું છે કે, અત્યારે 110 દિવસનો વિધાનસભાનો કાર્યકાળ બાકી છે, લગભગ ત્રણ મહિના પહેલા ચૂંટણી થઈ રહી છે. ચૂંટણી પહેલા નેગેટિવ માહોલ બનાવવાની કોશિશ થાય છે. પરંતુ અમારું કામ અને પરિણામ બોલે છે. જે પહેલા આરોપ લગાવે છે તે જ બાદમાં પરિણામ જોઈને ખુશ થાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top