રિલાયન્સનો સપાટો : 100 બિલીયન ડોલર્સ કમાનારી દેશની પ્રથમ કંપની બની! Reliance Jio ના પરિણામોમાં

રિલાયન્સનો સપાટો : 100 બિલીયન ડોલર્સ કમાનારી દેશની પ્રથમ કંપની બની! Reliance Jio ના પરિણામોમાં પણ નફો

05/07/2022 Business

SidhiKhabar

SidhiKhabar

રિલાયન્સનો સપાટો : 100 બિલીયન ડોલર્સ કમાનારી દેશની પ્રથમ કંપની બની! Reliance Jio ના પરિણામોમાં

Reliance Q4 Results : વીતેલા નાણાકીય વર્ષના ચોથા અને અંતિમ ક્વાર્ટરના પરિણામો જાહેર થતાની સાથે જ એ વાત વધુ એક વાર સાબિત થઇ ગઈ કે ‘રિલાયન્સ’ શા માટે ‘રિલાયન્સ’ છે! ધીરુભાઈ અંબાણીએ દાયકાઓ અગાઉ વિષમ પરિસ્થિતિઓ વચ્ચે જે સપનું જોયેલું, એ આજે વિસ્તરીને કેવડું મોટું વટવૃક્ષ બની ચૂક્યું છે. રિલાયન્સે કરેલી એકધારી પ્રગતિને પ્રતાપે આજે તે 100 બિલીયન ડૉલર્સ (Reliance 100 Billion Dollars) કમાનારી દેશની પ્રથમ કંપની બનવાનું માન ખાટી ગઈ છે.


શું કહે છે આંકડાઓ?

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નાણાકીય વર્ષ 2021-22 ના ચોથા ક્વાર્ટર માટેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ પરિણામો મુજબ ચોથા ક્વાર્ટર દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને 22.50 ટકાનો ચોખ્ખો નફો થયો છે. કંપની દ્વારા સ્ટોક એક્સ્ચેન્ગને અપાયેલી માહિતી મુજબ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર દરમિયાનનો કંપનીનો ચોખ્ખો નફો 16,203 કરોડ રૂપિયાનો હતો. જે ગત વર્ષના સમયગાળા દરમિયાન 13,227 કરોડ હતો.

રિલાયન્સની આવકમાં 36.79 ટકાનો વધારો નોંધાયો છે. એ સાથે જ આવક 2,11,887 કરોડ થવા પામી છે. ગત વર્ષના આ સમયગાળા દરમિયાન આવક 1,54,896 કરોડ હતી.કંપનીના બોર્ડ દ્વારા શેર દીઠ 8 રૂપિયાના ડિવિડન્ડની પણ જાહેરાત કરવામાં આવી છે.


Reliance Jio ના પરિણામો

ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સ જીઓ ઇન્ફોકોમનો ચોખ્ખો નફો 4,173 કરોડ હતો. જે વીતેલા વર્ષના આ સમયગાળા દરમિયાન 3,615 કરોડ રહેવા પામ્યો હતો. ચોથા કવાર્ટર દરમિયાન Reliance Jio ની આવક વધીને 20,901 કરોડ થઇ ગઈ છે. જે સમાન નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં 19,347 કરોડ હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top