પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાને આખરે બે મહિના બાદ રાહત : કોર્ટે જામીન આપ્યા

પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાને આખરે બે મહિના બાદ રાહત : કોર્ટે જામીન આપ્યા

09/20/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાને આખરે બે મહિના બાદ રાહત : કોર્ટે જામીન આપ્યા

મુંબઈ: પોર્નોગ્રાફી કેસમાં સંડોવાયેલા અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાને આખરે મુંબઈની કોર્ટ તરફથી જામીન મળી ગયા છે. કોર્ટે ૫૦ હજાર રૂપિયાની જામીન રકમ ઉપર કુન્દ્રાને જામીન આપવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત તેની સાથે આ કેસમાં સામેલ રાયન થોરપેને પણ જામીન આપવામાં આવ્યા છે.


શનિવારે રાજે જામીન અરજી કરી હતી

રાજ કુન્દ્રાએ શનિવારે મુંબઈની એક કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી અને દાવો કર્યો કે તેને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે અને કેસમાં દાખલ પૂરક ચાર્જશીટમાં કોઈ સબૂત નથી જે કથિત અશ્લીલ ફિલ્મો બનાવવામાં તેની પ્રત્યક્ષ સંડોવણીને સામેલ કરે. આ અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.


૧૯ જુલાઈએ ધરપકડ થઇ હતી

રાજ કુન્દ્રાની ગત ૧૯ જુલાઈના રોજ મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને સૂચના પ્રોદ્યોગિકી અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેની વિરુદ્ધ અશ્લીલ ફિલ્મો બનાવવાનો અને તેને ઓટીટી પ્લેટફોર્મ ઉપર રીલીઝ કરવાનો આરોપ છે. હાલ તે ન્યાયિક હિરાસતમાં હતો. હવે જામીન મળ્યા બાદ બહાર આવી શકશે.


શિલ્પા શેટ્ટીનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું

શિલ્પા શેટ્ટીનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું

આ મામલે રાજની ધરપકડ બાદથી જ કેસ ચાલી રહ્યો હતો અને આ જ કેસમાં શિલ્પા શેટ્ટીનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. જોકે, હજુ સુધી શિલ્પા શેટ્ટીના આ કેસમાં સામેલ હોવા અંગેના કોઈ પુરાવાઓ મળ્યા નથી. આ કેસમાં પૂનમ પાંડે સહિતની કેટલીક અભિનેત્રીઓએ પણ રાજ કુન્દ્રા વિરુદ્ધ આરોપ લગાવ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top