રિષભ પંતે 72 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ધોની અને માંજરેકરને પણ પાછળ છોડી દીધા

રિષભ પંતે 72 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ધોની અને માંજરેકરને પણ પાછળ છોડી દીધા

07/05/2022 Sports

SidhiKhabar

SidhiKhabar

રિષભ પંતે 72 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ધોની અને માંજરેકરને પણ પાછળ છોડી દીધા

સ્પોર્ટ્સ ડેસ્ક : ઋષભ પંતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટન ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં સદી ફટકારીને ઘણા રેકોર્ડ બનાવ્યા. હવે બીજા દાવમાં પણ તે 57 રન બનાવીને આઉટ થયો હતો. આ ઇનિંગ સાથે તેણે 72 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. પંત ઈંગ્લેન્ડમાં ટેસ્ટમાં બંને દાવ સાથે મળીને સૌથી વધુ રન બનાવનાર પહેલો વિરોધી ટીમ (ઈંગ્લેન્ડ સિવાયનો દેશ)નો વિકેટ-કીપર બેટ્સમેન બન્યો છે.


બંને ઇનિંગ્સને જોડીને 203 રન બનાવ્યા

બંને ઇનિંગ્સને જોડીને 203 રન બનાવ્યા

પંતે અત્યાર સુધી એજબેસ્ટન ટેસ્ટમાં બંને ઇનિંગ્સને જોડીને 203 રન બનાવ્યા છે. તેણે પ્રથમ દાવમાં 146 રન બનાવ્યા હતા. આ પહેલા ઈંગ્લેન્ડમાં ટેસ્ટની બંને ઈનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના વિકેટ કીપર બેટ્સમેન ક્લાઈડ વોલકોટના નામે હતો. વોલકોટે 1950માં ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં 182 રન બનાવ્યા હતા. વોલકોટે પ્રથમ દાવમાં 14 રન અને બીજા દાવમાં અણનમ 168 રન બનાવ્યા હતા. પંતે હવે વોલકોટને પણ પાછળ છોડી દીધો છે. આ ઉપરાંત પંત એશિયાની બહાર એક જ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન પણ બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ વિકેટ કીપર બેટ્સમેન વિજય માંજરેકરના નામે હતો. તેણે 1953માં વેસ્ટ ઈન્ડિઝ સામે કિંગસ્ટન ટેસ્ટમાં 161 રન (બંને દાવ) બનાવ્યા હતા.


કારકિર્દીની 10મી અડધી સદી ફટકારી

કારકિર્દીની 10મી અડધી સદી ફટકારી

પંતે બીજા દાવમાં પોતાની ટેસ્ટ કારકિર્દીની 10મી અડધી સદી ફટકારી હતી. તે ટેસ્ટ ઇનિંગ્સમાં સદી અને બીજી ઇનિંગ્સમાં અડધી સદી ફટકારનાર બીજો ભારતીય વિકેટકીપર બેટ્સમેન બન્યો હતો. આ પહેલા ફારુક એન્જિનિયરે 1973માં મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ દાવમાં 121 અને બીજી ઈનિંગમાં 66 રન બનાવ્યા હતા.

ફરક માત્ર એટલો છે કે ફારુકે આ ઈનિંગ ભારતની ધરતી પર રમી હતી, જ્યારે પંતે વિદેશી ધરતી પર રમી હતી. અંગ્રેજી ધરતી પર આવું કરનાર તે માત્ર બીજો વિકેટ કીપર બેટ્સમેન છે. મેટ પ્રાયરે 2011માં લોર્ડ્સમાં પ્રથમ દાવમાં 71 અને બીજી ઇનિંગમાં અણનમ 103 રન બનાવ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top