આર્ટ ઓફ લિવિંગના ડાયરેક્ટર અને શ્રીશ્રી રવિશંકરજીના અનુયાયી ઋષિ નિત્યપ્રજ્ઞાજી બ્રહ્મલીન થયા

આર્ટ ઓફ લિવિંગના ડાયરેક્ટર અને શ્રીશ્રી રવિશંકરજીના અનુયાયી ઋષિ નિત્યપ્રજ્ઞાજી બ્રહ્મલીન થયા

12/27/2021 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

આર્ટ ઓફ લિવિંગના ડાયરેક્ટર અને શ્રીશ્રી રવિશંકરજીના અનુયાયી ઋષિ નિત્યપ્રજ્ઞાજી બ્રહ્મલીન થયા

વડોદરા: આધ્યાત્મિક સંસ્થા ‘આર્ટ ઓફ લિવિંગ’ના પ્રોગ્રામ ડાયરેક્ટર અને શ્રી શ્રી રવિશંકરજીના અનુયાયી ઋષિ નિત્યપ્રજ્ઞાજી આજે વહેલી સવારે બ્રહ્મલીન થયા છે. છેલ્લા થોડા દિવસથી તેઓ હોસ્પિટલમાં હતા. આજે વહેલી સવારે ત્રણ વાગ્યે તેમણે દેહત્યાગ કર્યો હતો. 

આર્ટ ઓફ લિવિંગની ગુજરાત શાખાએ આ અંગે ટ્વીટ કરીને કહ્યું છે: ‘આર્ટ ઓફ લિવિંગે આજે એક મહાન પ્રશિક્ષક ગુમાવ્યા છે. ઋષિજી અનેક લોકોની આધ્યાત્મિક યાત્રાના માર્ગદર્શક રહ્યા હતા. તેઓ સેવા અને સમપર્ણનું જીવન જીવ્યા. તેઓ હજુ પણ આપણા અને તેમના યાદગાર ભજનો થકી જીવંત રહેશે.’ 



ઋષિ નિત્યપ્રજ્ઞાજી કોરોનાથી સંક્રમિત થયા બાદ છેલ્લા થોડા દિવસોથી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. તેમની તબિયત સુધારા પર હતી પરંતુ આજે સવારે અચાનક તબિયત વધુ બગડ્યા બાદ હોસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઋષિ નિત્યપ્રજ્ઞાજીના નિધન બાદ દેશભરમાંથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે તેમજ તેમના આત્માની શાંતિ માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે. 

ગુજરાતની ધરતી પર જન્મેલા અને કેમિકલ એન્જિનિયરીંગમાં સ્નાતક નિત્યપ્રજ્ઞાજી 21 વર્ષની નાની વયે આધ્યાત્મિક જગતમાં પ્રવેશ્યા હતા. આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક અને આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકરજીને મળ્યા બાદ તેમણે આખું જીવન આધ્યાત્મ અને સંસ્થા પ્રત્યે જ સમર્પિત કરી દીધું હતું. 


તેઓ આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રોગ્રામ ડાયરેક્ટર હતા. તેમજ સંસ્થાના પ્રશિક્ષકો અને સ્વયંસેવકોને તાલીમ પણ આપતા હતા. ખાસ કરીને તેઓ તેમના સ્વરના કારણે બહુ જાણીતા બન્યા હતા. તેમના સ્વરે ગવાયેલા ભજનો આજે વિશ્વભરમાં ગવાય અને સંભળાય છે. 

આર્ટ ઓફ લિવિંગ એક નોન પ્રોફિટ NGO છે, જે આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકરજી દ્વારા વર્ષ 1981 માં સ્થાપવામાં આવી હતી. જેનું વડુંમથક બેંગ્લોર ખાતે છે. સંસ્થા વિશ્વના લગભગ 156 દેશોમાં ફેલાવો ધરાવે છે અને દેશ-વિદેશમાં કરોડો અનુયાયીઓ અને હજારો પ્રશિક્ષકો છે. વર્ષ 2016 માં સંસ્થાએ 35 વર્ષ પૂર્ણ થવા પર રાજધાની દિલ્હી ખાતે 35 લાખ લોકોની હાજરીમાં વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલની ઉજવણી કરી હતી. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top