અન્ડર-19 ટીમના પૂર્વ કેપ્ટન અને સૌરાષ્ટ્રની ટીમમાંથી રમતા ગુજરાતી યુવા ક્રિકેટરનું નિધન

અન્ડર-19 ટીમના પૂર્વ કેપ્ટન અને સૌરાષ્ટ્રની ટીમમાંથી રમતા ગુજરાતી યુવા ક્રિકેટરનું નિધન

10/16/2021 Sports

SidhiKhabar

SidhiKhabar

અન્ડર-19 ટીમના પૂર્વ કેપ્ટન અને સૌરાષ્ટ્રની ટીમમાંથી રમતા ગુજરાતી યુવા ક્રિકેટરનું નિધન

રાજકોટ: ભારતીય અન્ડર-19 ક્રિકેટના કેપ્ટન રહી ચુકેલા અને રણજી ક્રિકેટમાં સૌરાષ્ટ્રની ટીમમાંથી રમતા ક્રિકેટર અવિ બારોટનું શુક્રવારે અવસાન થયું હતું. તેમની વય માત્ર 29 વર્ષની હતી. કાર્ડિઆક અરેસ્ટના કારણે તેમનું નિધન થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તેમના નિધનની જાણકારી આપવામાં આવી છે.


સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને શોક વ્યક્ત કર્યો

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને એક નિવેદનમાં જણાવ્યું છે કે, અવિ બારોટના આકસ્મિક અને અત્યંત દુઃખદ નિધનથી સૌ કોઈ દુઃખી છે. ગઈકાલે 15 ઓક્ટોબરના રોજ સાંજે કાર્ડિઆક અરેસ્ટના કારણે તેમનું અવસાન થયું હતું. તેમની વય 29 વર્ષની હતી.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે શોક વ્યક્ત કરતા કહ્યું કે, આ બહુ દુઃખદ અને આઘાતજનક સમાચાર છે. અવિ એક કુશળ ક્રિકેટર અને મિલનસાર ખેલાડી હતો. તેની પાસે અદ્ભુત ક્રિકેટિંગ સ્કિલ હતી. હાલમાં જેટલી પણ ઘરેલુ મેચ રમાઈ તે તમામમાં તેનું પ્રદર્શન બહુ સારું રહ્યું હતું. તેના આકસ્મિક નિધનથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલ તમામ લોકોને ઘણું દુઃખ થયું છે.


હાલ સૌરાષ્ટ્રની ટીમમાંથી રમતા હતા

હાલ સૌરાષ્ટ્રની ટીમમાંથી રમતા હતા

ભારતીય અન્ડર-19 ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચુકેલા અવિ બારોટ હાલ સૌરાષ્ટ્રની ટીમ તરફથી રણજીમાં રમતા હતા. તેઓ વર્ષ 2019-20 માં રણજી ટ્રોફી જીતનારી સૌરાષ્ટ્રની વિજેતા ટીમનો હિસ્સો પણ રહ્યા હતા. ઉપરાંત આ વર્ષે જાન્યુઆરીમાં રમાયેલ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ તેમણે સૌરાષ્ટ્રની ટીમમાંથી પ્રતિનિધિત કર્યું હતું.

તેઓ વિકેટકીપર બેટ્સમેન હતા. તેમણે પોતાની કારકિર્દીમાં 38 ફર્સ્ટ ક્લાસ મેચ, 38 લિસ્ટ એ મેચ અને 20 ડોમેસ્ટિક ટી 20 મેચ રમી હતી. તેમણે પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 1547 રન બનાવ્યા હતા. જ્યારે લિસ્ટ એ મેચમાં 1030 રન અને સ્થાનિક ટી-20 માં 717 રન બનાવ્યા હતા. તેમણે 21 રણજી ટ્રોફી મેચ, 17 લિસ્ટ એ મેચ અને 11 ડોમેસ્ટિક ટી 20 મેચ રમી.

અવિ બારોટ વર્ષ 2011 માં ભારતની અંડર-19 ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે. ઘરેલુ ટી-20 માં તેમણે એક સદી ફટકારી હતી, જે આ વર્ષે જાન્યુઆરીમાં રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં જ ફટકારી હતી. તેમણે ગોવા સામેની મેચમાં માત્ર 53 બોલમાં 122 રન બનાવ્યા હતા, જેમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top