દિલ્હી વિધાનસભામાં મળી આવી ગુપ્ત સુરંગ, લાલ કિલ્લાને જોડતી આ ટનલ વિશે જાણો

દિલ્હી વિધાનસભામાં મળી આવી ગુપ્ત સુરંગ, લાલ કિલ્લાને જોડતી આ ટનલ વિશે જાણો

09/03/2021 National

SidhiKhabar

SidhiKhabar

દિલ્હી વિધાનસભામાં મળી આવી ગુપ્ત સુરંગ, લાલ કિલ્લાને જોડતી આ ટનલ વિશે જાણો

નવી દિલ્હી: દિલ્હીમાં એક ગુપ્ત સુરંગ (Tunnel) મળી હોવાનું જાણવા મળ્યું છે. અને આ સુરંગ રાજધાનીના બે મહત્વના સ્થળોને જોડે છે. જેનો એક છેડો દિલ્હી વિધાનસભામાં (Delhi Assembly) છે અને બીજો લાલ કિલ્લા (Red fort) પર ખુલે છે. આ ટનલ લગભગ સાત કિલોમીટર જેટલી લાંબી છે. અંગ્રેજોના સમયગાળામાં તેનું નિર્માણ થયું હોવાનું અનુમાન છે.

વિધાનસભા અધ્યક્ષ રામનિવાસ ગોયલે આ અંગે જાણકારી આપતા ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે ઈતિહાસમાં ક્યાંય આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ જાણવા મળે છે કે આ સુરંગનો ઉપયોગ અંગ્રેજો દ્વારા સ્વતંત્રતાસેનાનીઓને ફાંસીઘર સુધી લઇ જવા માટે કરવામાં આવતો હતો, જેથી લોકોના વિરોધનો સામનો ન કરવો પડે.


અંગ્રેજો ટનલનો ઉપયોગ કરતા હતા

અંગ્રેજો ટનલનો ઉપયોગ કરતા હતા

તેમણે કહ્યું કે, સુરંગનો એક હિસ્સો મળી ગયો પરંતુ તેની આગળ ખોદકામ કરી શકાય તેમ નથી કારણ કે મેટ્રો અને સીવર જેવી યોજનાઓના કારણે ટનલના રસ્તા ખતમ થઇ ચુક્યા છે. તેમણે કહ્યું કે ઈતિહાસમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી પરંતુ જે પ્રકારે તેનું બાંધકામ કરવામાં આવ્યું છે તેને જોતા લાગે છે કે અંગ્રેજોના સમયમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હોય શકે.

વાસ્તવમાં, અંગ્રેજો હાલના દિલ્હી વિધાનસભા ભવનનો ઉપયોગ કોર્ટ તરીકે કરતા હતા અને અહીં સ્વતંત્રતા સેનાનીઓને સજા સંભળાવવામાં આવતી હતી. તે સમયે લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા સેનાનીઓને કેદ રાખવામાં આવતા હતા. ત્યારે દિલ્હી વિધાનસભા ભવનની પાછળ ફાંસી ઘર બનાવવામાં આવ્યું હતું, જ્યાં સેનાનીઓને ફાંસી આપવામાં આવતી હતી. જેથી અનુમાન છે કે અંગ્રેજો આ ટનલના રસ્તે સ્વતંત્રતા સેનાનીઓને લાવતા હતા.

કેવી રીતે જાણકારી મળી?

દિલ્હી વિધાનસભાના અધ્યક્ષે કહ્યું કે તેઓ 1993 માં ધારાસભ્ય બન્યા તો સ્ટાફ પાસેથી જાણવા મળ્યું હતું કે અહીં અંગ્રેજોના સમયે કોર્ટ ચાલતી હતી. હાલ હરિયાણા તેઓ એક કાર્યક્રમમાં ગયા હતા, જ્યાં પૂર્વ ધારાસભ્ય કિરણ ચૌધરી મળ્યા તેમણે પણ આ બાબતની જાણકારી આપી હતી. ત્યારબાદ તેમણે સ્ટાફ પાસે શોધખોળ કરાવી તો આ ટનલ મળી આવી હતી.

મરામત બાદ લોકો માટે ખુલ્લી મુકાશે

તેમણે જણાવ્યું છે કે આ ટનલને સુરક્ષિત કરવામાં આવશે અને 15 ઓગસ્ટ સુધીમાં તેની મરામત કરાવીને સામાન્ય લોકો માટે ખુલ્લી મુકવામાં આવશે. ફાંસી ઘરને 26 ઓગસ્ટ સુધી અને ટનલને 15 ઓગસ્ટ સુધી ખુલ્લા મુકવાની યોજના છે. 23 માર્ચે તેને વિશેષ વ્યક્તિઓ અને મીડિયા માટે ખોલવામાં આવશે. આ જ દિવસે વિધાનસભા પરિસરમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની પ્રતિમા લગાવવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top