બ્રેકિંગ : પંજાબના કદાવર નેતા ભાજપમાં જોડાયા! “50 વર્ષ સુધી મારા પરિવારે પક્ષની સેવા કરી, પણ પં

બ્રેકિંગ : પંજાબના કદાવર નેતા ભાજપમાં જોડાયા! “50 વર્ષ સુધી મારા પરિવારે પક્ષની સેવા કરી, પણ પંજાબને તૂટવા નહિ દેવાય!”

05/19/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

બ્રેકિંગ : પંજાબના કદાવર નેતા ભાજપમાં જોડાયા! “50 વર્ષ સુધી મારા પરિવારે પક્ષની સેવા કરી, પણ પં

પંજાબ : કોંગ્રેસની મુશ્કેલીઓ પૂરી થવાનું નામ નથી લઇ રહી. જ્યાં એક સમયે મોદી લહેર વચ્ચે પણ કોંગ્રેસે પોતાની સત્તા જાળવી રાખી હતી, એવા પંજાબ રાજ્યમાં કોંગ્રેસે કેપ્ટન અમરિન્દરસિંઘ જેવા મજબૂત નેતાને સિદ્ધુના ઇશારે કાઢ્યા. એ પછી ગઈ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને (Congress) રીસર કચડી નાખીએ સત્તા મેળવી. એ પછી હવે રાજ્યમાં કોંગ્રેસને બેઠી કરી શકે એવા એક ઔર કદાવર નેતાએ કેસરિયા કરી લીધા છે.


સુનીલ જાખડ પંજાબના દિગ્ગજ નેતા ગણાય છે

સુનીલ જાખડ પંજાબના દિગ્ગજ નેતા ગણાય છે

પંજાબના દિગ્ગજ નેતાઓમાં જેની ગણતરી થાય છે, એવા સુનીલ જાખડે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનું કમળ પકડ્યું છે. (Sunil Jakhar joins BJP) એમણે દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ જે.પી. નડ્ડાની હાજરીમાં પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે. સુનીલ જાખડે થોડા દિવસ પહેલા જ સોશિયલ મિડીયા પર લાઈવ થઈને કોંગ્રેસથી છૂટા થવાની જાહેરાત કરી દીધી હતી.

સુનીલ જાખડ લોકસભાના પૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતા ગણાતા બલરામ જાખડના પુત્ર છે. સુનીલ જાખડ પોતે પણ વર્ષો સુધી પંજાબની સક્રિય રાજનીતિમાં (Punjab Politics) ભાગ ભજવતા આવ્યા છે. કોંગ્રેસની આંતરિક ખટપટથી કંટાળીને જ્યારે કેપ્ટન અમરિન્દર સિંહે મુખ્યમંત્રીપદ ઉપરથી રાજીનામું આપ્યું, ત્યારે નવા મુખ્યમંત્રીની રેસમાં અનુભવ અને સિનીયોરીટીના આધારે સુનીલ જાખડનું નામ સૌથી આગળ હતું. એ સમયે 42 જેટલા ધારાસભ્યો જાખડને મુખ્યમંત્રી બનાવવાના પક્ષમાં હતા. પરંતુ સુનીલ જાખડ શીખ નહિ પણ હિંદુ નેતા છે. વળી નવજોતસિંહ સિધ્ધુને કારણે પંજાબ કોંગ્રેસનું આંતરિક રાજકારણ નિમ્ન સ્તરે પહોંચ્યું હતું. આવા સંજોગોમાં તમામ યોગ્યતાઓ હોવા છતાં સુનીલ જાખડ મુખ્યમંત્રી બનવાથી વંચિત રહી ગયા હતા. 2002 થી 2017 સુધી સુનીલ અબોહર વિધાનસભા ક્ષેત્રમાંથી સતત જીતતા રહ્યા છે. 2017માં તેઓ ભાજપના ઉમેદવાર સામે હાર્યા હતા. એ પછી સાંસદ વિનોદ ખન્નાના નિધન પછી તેઓ ગુરૂદાસપુર લોકસભા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. જો કે તેઓ એ ચૂંટણીમાં પણ હારી ગયા હતા. 2017માં તેમને પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.


ત્રણ પેઢી સુધી પાર્ટી સાથે રહ્યા પણ...

ત્રણ પેઢી સુધી પાર્ટી સાથે રહ્યા પણ...

સુનીલ જાખડે ભાજપમાં પ્રવેશ મેળવતી વખતે કહ્યું કે એમણે અને એમના પરિવારની ત્રણ પેઢીએ પાંચ દાયકાથી કોંગ્રેસની સેવા કરી છે. પરંતુ આજે રાષ્ટ્રવાદ, એકતા અને ભાઈચારા જેવા મુદ્દે તેઓ કોંગ્રેસનો સાથ છોડવા માટે મજબૂર બન્યા છે.

આજે એક તરફ નવજોતસિંહ સિધ્ધુને સુપ્રિમ કોર્ટે વર્ષોપૂર્વે માર્ગહિંસા અને એને પરિણામે થયેલી હત્યા બાબતે દોષી ઠેરવીને એક વર્ષની કેદની સજા ફટકારી છે. બીજી તરફ સુનીલ જાખડે પણ કોંગ્રેસનો સાથ છોડીને કેસરિયા કરી લીધા છે. દિગ્ગજ નેતા ગણાતા કેપ્ટન અમરિન્દરસિંઘ તો પહેલેથી જ કોંગ્રેસ છોડીને પોતાનો અલગ મોરચો બનાવી ચૂક્યા છે. એવા સંજોગોમાં આગામી સમયમાં પંજાબમાં કોંગ્રેસ મૃતપ્રાયઃ થઇ જાય તો નવાઈ નહિ લાગે.

બીજી તરફ ભાજપને (BJP) પંજાબમાં કેપ્ટન અમરિન્દર સ્વરૂપે એક દિગ્ગજ શીખ નેતા મળ્યા જ, હવે સુનીલ જાખડના રૂપમાં એક પીઢ હિંદુ નેતાનો સાથ પણ મળી ગયો છે. જે આગામી દિવસોમાં પંજાબમાં પાર્ટીના મૂળિયા મજબૂત કરવામાં ઉપયોગી સાબિત થશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top