આજે સાતમું નોરતું : કાલરાત્રિ માતા વિશેની પૌરાણિક કથા, ઉપાસના મંત્ર અને એના ફળ વિષે જાણો

આજે સાતમું નોરતું : કાલરાત્રિ માતા વિશેની પૌરાણિક કથા, ઉપાસના મંત્ર અને એના ફળ વિષે જાણો

10/23/2020 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

આજે સાતમું નોરતું : કાલરાત્રિ માતા વિશેની પૌરાણિક કથા, ઉપાસના મંત્ર અને એના ફળ વિષે જાણો

આજે નવરાત્રીનો સાતમો દિવસ. આજે નવદુર્ગાના કાલરાત્રિ સ્વરૂપનું પૂજન-અર્ચન થાય છે. આ દિવસે સાધકનું મણ ‘સહસ્રાર ચક્ર’માં સ્થિત હોય છે. એટલે બ્રહ્માંડની સમસ્ત સિદ્ધિઓના દ્વાર ખૂલવા માંડે છે.

દેવીના આ રૂપના આગમન માત્રથી તમામ રાક્ષસો, ભૂત-પ્રેત-પિશાચ અને નકારાત્મક ઊર્જાઓ પલાયન કરી જાય છે. કાલરાત્રિ માતાના શરીરનો રંગ ગઢ અંધકાર સરીખો કાળો છે. માથાના વાળ ખોલાયેલા હોય છે. ગાળામાં વીજળીની જેમ ચમકતી માળા હોય છે. માતાને ત્રણ નેત્રો હોય છે. જેમાંથી વીજળી જેવી ચમકદાર કિરણો નીકળતી રહે છે. માતા નાક વાટે શ્વાસોચ્છવાસ લે ત્યારે પણ અગ્નિની ભયંકર જ્વાળાઓ નીકળે છે. માતાનું વાહન ગર્દભ છે.

કાલરાત્રિ માતા ચાર ભુજાધારી છે. જમણી બાજુની બે ભુજાઓ પૈકીની ઉપર ઉઠેલી ભુજા વડે માતા વરદાન પ્રદાન કરે છે. જ્યારે નીચે રાખેલો હાથ અભય મુદ્રા દર્શાવે છે. ડાબી તરફ ઉપરવાળા હાથમાં લોખંડનો કાંતો તેમજ નીચે વાળા હાથમાં ખડગ ધારણ કરેલું છે.

પૌરાણિક કથા

પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામક અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રિ સ્વરૂપ ધારણ કરેલું હતું. માતાજીની ઉપાસના કરતા યમ, નિયમ, અને સંયમનુ પૂર્ણ પાલન કરવું જોઈએ અને મન, વચન, અને કાયાની પવિત્રતા રાખવી જોઈએ.

શ્લોક

કાલરાત્રિ માતાનો શ્લોક આ મુજબ છે.

एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता |

लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी ||

वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा |

वर्धन्मूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयन्करि ||

 

કાલરાત્રિ માતાની પૂજા કઈ રીતે કરશો?

નવરાત્રીના સાતમાં દિવસે સ્નાનાદિ કર્મ પતાવીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. માતાને અક્ષત, ધૂપ, સુગંધ, રાતરાણીનું ફૂલ, ગોળ, નૈવેદ્ય વગેરે વિધિપૂર્વક અર્પણ કરવું. ત્યાર બાદ દુર્ગાની આરતી કરવી. માતાની પૂજા કરતી વખતે માથું ખુલ્લું ન રાખવું. સાફ વસ્ત્રથી ઢાંકી રાખવું.

 

ઉપાસના મંત્ર :

या देवी सर्वभू‍तेषु माँ कालरात्रि रूपेण संस्थिता।

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

અર્થાત, કાલરાત્રિ સ્વરૂપે સર્વત્ર બિરાજમાન હે માતા અંબે, આપને મારા વારંવાર પ્રણામ!

માતાને શાનો ભોગ ધરાવશો?

મા કાલરાત્રિને ગોળમાંથી બનેલો નૈવેદ્ય ધરાવી શકાય છે.

 

મા કાલરાત્રિની પૂજાનું ફળ

મા કાલરાત્રિ દેખાવમાં ભલે ભયંક હોય, પણ તેઓ હંમેશા શુભ ફળ આપે છે. આથી જ તેમણે ‘શુભાન્કારી માતા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. માતાના ભક્તોએ માતાના વિકરાળ સ્વરૂપથી ડરવાની સહેજે જરૂર નથી. એ સ્વરૂપ માત્ર દુષ્ટ તત્વો માટે છે. એમના આ સ્વરૂપથી દાનવો, ભૂત-પ્રેત-પિશાચ, દુષ્ટ તત્વો, નકારાત્મક ઉર્જા વગેરે ભય પામીને પલાયન કરી જાય છે. મા કાલરાત્રિ ગ્રહ બાધાઓ પણ દૂર કરે છે.   એમના ઉપાસકોને અગ્નિ, જળ, જંતુ, શત્રુ, રાત્રિનો ભય નથી લાગતો. મા કાલરાત્રિની નિરંતર સાધના કરનારો મનુષ્ય ભય-મુક્ત બને છે.  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top