કેરળમાં મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ : મહિલાઓની અદલાબદલી થતી, હજારથી વધુ જોડાં સામેલ

કેરળમાં મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ : મહિલાઓની અદલાબદલી થતી, હજારથી વધુ જોડાં સામેલ

01/10/2022 National

SidhiKhabar

SidhiKhabar

કેરળમાં મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ : મહિલાઓની અદલાબદલી થતી, હજારથી વધુ જોડાં સામેલ

કેરળ: કેરળના કોટ્ટયમ જિલ્લામાંથી એક અજીબો ગરીબ કિસ્સો ધ્યાને આવ્યો છે. અહીં સાત લોકોને પત્નીઓની કથિત અદલા-બદલી મામલે ગિરફ્તાર કરવામાં આવ્યા છે. આ સેક્સ રેકેટમાં લગભગ હજારથી વધુ જોડાં સામેલ હોવાનું કહેવાય છે. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. 

પોલીસના જણાવ્યા અનુસાર, આ રેકેટ સાથે લગભગ હજારથી વધુ લોકો સંડોવાયેલા છે અને તેઓ સેક્સ માટે મહિલાઓની અદલાબદલી કરતા હતા. આમ કરવા માટે સોશિયલ મીડિયા માધ્યમોનો સહારો લેવામાં આવતો હતો. ટેલિગ્રામ અને ફેસબુક મેસેન્જર જેવી એપ થકી આ પ્રકારની કરતૂતને અંજામ આપવામાં આવતો હોવાનું ખૂલ્યું છે. 

ડોક્ટરો-વકીલો પણ સામેલ

આ જ રેકેટનો ભાગ બનેલી એક પીડિત મહિલાની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી અને તેના પતિ સહિત છ લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. મહિલાનો પતિ તેને સેક્સ માટે તેના સોશિયલ મીડિયાના મિત્રો પાસે મોકલતો હતો. પોલીસે આ મામલે વધુ પાંચ કેસ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. 

એક રિપોર્ટ અનુસાર, ડોક્ટરો અને વકીલો સહિતનાં લોકો આવા સોશિયલ મીડિયા ગ્રૂપ્સમાં સામેલ હતા અને ફેક આઈડી થકી ગ્રૂપ ચલાવતા હતા. જોકે, પોલીસે તપાસ શરૂ કરી પછી આ આઈડી બંધ થઇ ગયા હોવાનું જાણવા મળે છે. છતાં, હજુ પણ કેટલાક ગ્રૂપ એક્ટિવ છે અને કેટલાકમાં પાંચ હજાર સુધીના સભ્યો છે. 

કઈ રીતે ચાલતું રેકેટ?

આ અંગે વધુ જાણકારી આપતા અહેવાલો જણાવે છે કે, પહેલા ટેલિગ્રામ અને મેસેન્જર ગ્રૂપમાં સામેલ થવાનું રહે છે. ત્યારબાદ બે કે ત્રણ જોડાં એક સમયે મળે છે અને મહિલાઓની અદલાબદલી કરવામાં આવે છે. ત્રણ પુરુષો દ્વારા એક મહિલા સાથે શારીરિક સબંધો બાંધવામાં આવ્યા હોવાના કેસ પણ સામે આવ્યા છે. કેટલાક પુરુષોએ પૈસા માટે પત્નીઓનો ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

ફરિયાદીની ઓળખ છતી ન થાય તે માટે પોલીસે આરોપીઓની ઓળખ પણ જાહેર કરી નથી, પરંતુ જાણવા મળ્યું છે કે બંનેના પ્રેમલગ્ન થયા હતા. મહિલા તેના પતિનાં દબાણથી ત્રાસી ગઈ હતી અને આખરે પોલીસની શરણ લેવાનું નક્કી કર્યું હતું.

પોલીસના કહેવા અનુસાર, આ રેકેટનો ભોગ બનનાર મોટાભાગની મહિલાઓ આત્મહત્યા કરવાની કગાર પર હોય તેમ લાગી રહ્યું છે, જેના કારણે ખૂબ કાળજીપૂર્વક તપાસ કરવી પડશે. મહિલાઓને બ્રેનવોશ કરવામાં આવતી અને નેવું ટકા મહિલાઓ એવી હતી જેમણે ઈચ્છા ન હોવા છતાં દબાણ હેઠળ આ રેકેટનો ભાગ બનવું પડતું.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top