પુત્રના ડ્રગ કેસના કારણે શાહરૂખ ખાનને કરોડોનું નુકશાન!! આ કંપનીએ તેની જાહેરાતોને અટકાવી!!

પુત્રના ડ્રગ કેસના કારણે શાહરૂખ ખાનને કરોડોનું નુકશાન!! આ કંપનીએ તેની જાહેરાતોને અટકાવી!!

10/09/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

પુત્રના ડ્રગ કેસના કારણે શાહરૂખ ખાનને કરોડોનું નુકશાન!! આ કંપનીએ તેની જાહેરાતોને અટકાવી!!

આર્યન ખાન(Aryan khan) છેલ્લા કેટલાક સમયથી ક્રુઝ ડ્રગ્સને લઈને સતત ચર્ચામાં છે. આવી સ્થિતિમાં હવે તેની અસર તેના પિતા શાહરૂખ ખાનની પ્રોફેશનલ લાઈફ પર પણ જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે લર્નિંગ એપ BYJU'Sએ હાલ માટે શાહરૂખની તમામ જાહેરાતો પર પ્રતિબંધ લગાવી દીધો છે. શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં મુંબઈની કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આર્યન ખાનની ધરપકડના કારણે ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનને વધુ એક આંચકો મળ્યો છે. જ્યારથી આર્યન ખાનનું નામ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં સામે આવ્યું છે ત્યારથી એક તરફ શાહરૂખ ખાનને(Sahrukh Khan) ચાહકો દ્વારા સમર્થન મળી રહ્યું છે અને બીજી બાજુ તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની તમામ જાહેરાતને BYJU'S કંપની દ્વારા પાછી ખેંચી લેવામાં આવી છે. જેના કારણે તેને કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે.


ફિલ્મ સ્ટાર શાહરુખ ખાન 2017 થી એજ્યુકેશન એપ બાયજુના બ્રાન્ડ એમ્બેસેડર હતા. તેમણે આ બ્રાન્ડ માટે ઘણી રસપ્રદ જાહેરાતો કરી છે. આર્યન ખાન ડ્રગનો મામલો સામે આવ્યો ત્યારથી જ શાહરુખ ખાન સામે ઇન્ટરનેટ યુઝર્સનો ગુસ્સો સતત વધી રહ્યો હતો. જે બાદ સતત ટ્રોલિંગના કારણે કંપનીએ આ પગલું ભર્યું છે. અહેવાલો અનુસાર, ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાન આ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી વાર્ષિક 3-4 કરોડ રૂપિયા મેળવતા હતા.


ઈકોનોમિક ટાઈમ્સમાં એક રિપોર્ટ અનુસાર, સૂત્રએ જણાવ્યું કે, 'BYJU'Sએ અત્યારે શાહરૂખને લગતા તમામ પ્રમોશન અટકાવી દીધા છે. કંપનીએ દ્વારા અટકાયત કરવાનું કારણ છે કે, જે કંપની શિક્ષણ ક્ષેત્રે છે. તેની સાથે ચાલી રહેલા તેના પુત્રના ડ્રગ કેસમાં વિવાદને કંપની ચાલુ રાખવા માંગતી ન હતી. આ જાહેરાતો સામાન્ય પ્રક્રિયા મુજબ અગાઉથી બુક કરવામાં આવી હતી. તેથી તેમને રોકવામાં થોડો સમય લાગ્યો. બાયજુસ ઉપરાંત ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાન હ્યુન્ડાઇ, એલજી, દુબઇ ટુરિઝમ, આઇસીઆઇસીઆઇ બેંક, રિલાયન્સ જિયો સહિત ઘણી બ્રાન્ડ્સને પ્રમોટ કરી રહ્યો છે. તે બિગ બાસ્કેટ સાથે પણ સંકળાયેલ છે. બ્રાન્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'બિગ બાસ્કેટ આ અંગે કોઈ ચર્ચા કરવા માંગતા નથી.'


ક્રિએટિવ એડ એજન્સી FCB ઇન્ડિયાના ગ્રુપ ચેરમેન રોહિત ઓહરીએ જાહેર કર્યું કે, શાહરૂખની બ્રાન્ડ વેલ્યુએ BYJU'Sના  વિકાસમાં ઘણી મદદ કરી છે. તેથી આ સંગઠનને રોકવાથી એડ-ટેક કંપનીને ચોક્કસપણે ઘણું નુકસાન થશે. BYJU'S ને શાહરૂખ ખાન સાથે જોડાવાથી ઘણો ફાયદો થયો છે. એડટેક બ્રાન્ડ સાથે SRKનું જોડાણ એટલું ઊંડું રહ્યું છે કે ભલે BYJU'S અત્યારે જાહેરાતો રોકી રહ્યું હોય, પણ આ બ્રાન્ડ માટે શાહરૂખનને પોતાનાથી અલગ કરવું ખુબ મુશ્કેલ બનશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top