સપ્તાહના પહેલા દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, રોકાણકારો થશે માલામાલ, સેન્સેક્સમાં જબરજસ્ત ઉછાળ

સપ્તાહના પહેલા દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, રોકાણકારો થશે માલામાલ, સેન્સેક્સમાં જબરજસ્ત ઉછાળ

04/04/2022 Business

SidhiKhabar

SidhiKhabar

સપ્તાહના પહેલા દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, રોકાણકારો થશે માલામાલ, સેન્સેક્સમાં જબરજસ્ત ઉછાળ

બિઝનેસ ડેસ્ક : નવું નાણાકીય વર્ષ 2022-23 શરૂ થઈ ગયું છે. ગ્લોબલ માર્કેટથી મળી રહેલા સપોર્ટને કારણે સ્થાનિક શેરબજારમાં મજબૂત શરૂઆત થઇ છે. બીએસઈ સેન્સેક્સ (BSE Sensex) અને એનએસઈ નિફ્ટીએ (NSE Nifty) શુક્રવારની તેજીનો માહોલ બનાવી રાખ્યો અને લગભગ 1.5%નાં વધારા સાથે કારોબારની શરૂઆત કરી છે. આજે બજારમાં બધા રોકાણકારોનું ધ્યાન HDFC અને HDFC Bankની જાહેરાત પર કેન્દ્રિત થવાનું છે.

આજે સવારે 9:20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 599.50 પોઈન્ટના વધારા સાથે 59,876.19નાં સ્તર પર જોવા મળી રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 150.40  પોઈન્ટની મજબૂતી સાથે 17,820.90નાં સ્તર પર જોવા મળી રહ્યો હતો.


આ લખાઈ રહ્યું છે ત્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી બને ગ્રીન સિગ્નલમાં જોવા મળી રહ્યા છે. BSE Sensex 1485.64 પોઈન્ટના વધારા સાથે 60762.33નાં સ્તર પર જોવા મળી રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 396.80  પોઈન્ટની મજબૂતી સાથે 18067.30નાં સ્તર પર જોવા મળી રહ્યો હતો.


સ્થાનિક બજારને ગ્લોબલ માર્કેટનો સપોર્ટ

સ્થાનિક બજારને ગ્લોબલ માર્કેટનો સપોર્ટ

આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 36.00 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. બીજી બાજુ સ્થાનિક બજારને ગ્લોબલ માર્કેટનો સપોર્ટ મળી રહ્યો છે. અમેરિકન બજાર શુક્રવારના રોજ તેજીમાં રહ્યો હતો. જેના લીધે જાપાનના નિક્કેઇએ પણ આજે સારી શરૂઆત કરી છે. જોકે, ચીનમાં ચાલી રહેલા લોકડાઉનનાં પગલે તેમાં નબળાઈ જોવા મળી રહી છે. નિક્કેઇ લગભગ 0.14%નાં ઘટાડા સાથે 27,626.77ની આસપાસ જોવા મળી રહ્યો છે, તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.09%ની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાન બજાર 0.38%નાં વધારા સાથે 17,625.59 સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. હેંગસેંગ 1.17%નાં નફા સાથે  22,297.30નાં સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. આ સિવાય શાંઘાઈ કોમ્પોઝિટ 0.94%નાં નફા સાથે  3,282.72નાં સ્તર પર જોવા મળી રહ્યો છે.


આજે આ શેર રહેશે ચર્ચામાં

આજે આ શેર રહેશે ચર્ચામાં

આજે, રોકાણકારોની નજર HDFC અને HDFC બેંકના અપેક્ષિત મર્જરની જાહેરાત પર છે. આ અંગે રાત્રે 11.30 કલાકે મહત્વની પ્રેસ કોન્ફરન્સ થવાની છે. બીજી બાજુ આજે વિપ્રો (Wipro), લ્યુપિન (Lupin), ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ (Dr. Reddy's Laboratories), ટીવીએસ મોટર કંપની (TVS Motor Company), આઈશર મોટર્સ (Eicher Motors), આઈનોક્સ લાઈઝર (INOX Leisure), હીરો મોટોકોર્પ (Hero Motocorp), જ્યુબિલન્ટ ફાર્મોવા (Jubilant Pharmova), જેએસડબ્લ્યૂ એનર્જી (JSW Energy), જીઓસીએલ કોર્પોરેશન (GOCL Corporation) જેવા શેર ચર્ચામાં રહેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top