પોર્નોગ્રાફી કેસમાં ફોરેન્સિક તપાસ થશે : શિલ્પા શેટ્ટીના ગેઝેટ્સ ગાંધીનગર FSL ખાતે લવાયા

પોર્નોગ્રાફી કેસમાં ફોરેન્સિક તપાસ થશે : શિલ્પા શેટ્ટીના ગેઝેટ્સ ગાંધીનગર FSL ખાતે લવાયા

07/28/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

પોર્નોગ્રાફી કેસમાં ફોરેન્સિક તપાસ થશે : શિલ્પા શેટ્ટીના ગેઝેટ્સ ગાંધીનગર FSL ખાતે લવાયા

મુંબઈ: દેશભરમાં છેલ્લા અઠવાડિયાથી ચર્ચાનો વિષય બનેલા પોર્નોગ્રાફી કેસમાં બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની (Raj Kundra) ધરપકડ કરવામાં આવી છે. આ અંગે મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શિલ્પા શેટ્ટીની પૂછપરછ કરી તેમનું પણ નિવેદન નોંધવામાં આવી ચુક્યું છે.

રાજની ધરપકડ બાદ આ કેસમાં શિલ્પા શેટ્ટીની પણ કોઈ ભૂમિકા છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત એક્ટ્રેસના મોબાઈલ, લેપટોપ અને આઈપેડ વગેરે ડિવાઈસ જપ્ત કરી લેવામાં આવ્યા છે જેને ગુજરાતના ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. અહીં આ ડિવાઈસની તપાસ થશે તેમ મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે.

શિલ્પા શેટ્ટીના તમામ ગેઝેટ્સનું ક્લોનિંગ કરી એક-બે દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચે તાજેતરમાં શિલ્પાની પૂછપરછ કરી હતી, જે દરમિયાન તેની પાસેથી અમુક ડિવાઈસ જપ્ત કરી લેવામાં આવ્યા હતા. જેની તપાસ ચાલી રહી છે. ગાંધીનગર એફએસએલ ખાતે લેપટોપ અને ફોન વગેરેની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.

અત્યાર સુધી શિલ્પાની કોઈ સક્રિય ભૂમિકા હોવાનું જણાયું નથી

ઉલ્લેખનીય છે કે આ પહેલા મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી હતી અને તેમની પૂછપરછ કરી નિવેદન નોંધ્યું હતું. આ દરમિયાન મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે, હોટશોટ્સ ચલાવવામાં શિલ્પા શેટ્ટીની કોઈ સક્રિય ભૂમિકા હોવાનું જાણવા મળ્યું નથી. તેમણે કહ્યું, ‘આ કેસમાં તેમની કોઈ સક્રિય ભૂમિકા હોવાનું અમને ધ્યાનમાં આવ્યું નથી. અમે તપાસ કરી રહ્યા છીએ. અમે પીડિતોને અપીલ કરીએ છીએ કે તેઓ આગળ આવે અને ક્રાઈમ બ્રાંચનો સંપર્ક કરે, અમે યોગ્ય કાર્યવાહી કરીશું.’

રાજને 14 દિવસની ન્યાયિક કસ્ટડી

બીજી તરફ શિલ્પાના પતિ રાજ કુન્દ્રાની (Raj Kundra) પોલીસ કસ્ટડી આજે પૂરી થઇ રહી હતી. આજે તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા બાદ કોર્ટે તેને 14 દિવસ માટે ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યો છે.

આ પહેલા કોર્ટે પોલીસ કસ્ટડી વધારીને 27 જુલાઈ સુધીની કરી દીધી હતી. ત્યારબાદ મંગળવારે કોર્ટમાં હાજર કરવામાં આવતા કોર્ટે રાજને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી દીધો છે. બીજી તરફ, રાજ કુન્દ્રાના વકીલે જામીન અરજી આપી છે. જામીન અરજીમાં જણાવવામાં આવ્યું છે કે આ કેસમાં તપાસ પૂર્ણ થઇ ગઈ છે અને હવે જામીન આપી દેવા જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top