છત્રપતિ શિવાજી મહારાજ અને લોકમાન્ય ટિળકે શા માટે ગણેશોત્સવની ઉજવણી પર ભાર મૂક્યો હતો એ જાણો

છત્રપતિ શિવાજી મહારાજ અને લોકમાન્ય ટિળકે શા માટે ગણેશોત્સવની ઉજવણી પર ભાર મૂક્યો હતો એ જાણો

09/10/2021 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

છત્રપતિ શિવાજી મહારાજ અને લોકમાન્ય ટિળકે શા માટે ગણેશોત્સવની ઉજવણી પર ભાર મૂક્યો હતો એ જાણો

ગણેશ ચતુર્થીને ભારતના વિવિધ ભાગમાં જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે. શિવ પુરાણની એક કથા અનુસાર ભાદરવા સુદ ચોથના દિવસે ભગવાન શ્રી ગણેશજીનો જન્મ થયો હતો. ગણેશ ચતુર્થી એ વિઘ્નહર્તા, મંગલકર્તા અને રિદ્ધિ-સિદ્ધિનાદાતા ભગવાન શ્રી ગણેશના જન્મ નિમિતે ઉજવામાં આવે છે. ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ના રોજ મનાવવામાં આવે છે.


કેવી રીતે લોકોમાં શરૂ થઈ  ઉજવણી ગણેશ ચતુર્થીની :

આ તહેવાર સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવા માટે ઉજવામાં આવતો હતો. મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજીના શાસનકાળ દરમિયાન પૂણેમાં જાહેર કાર્યક્રમો તરીકે આ તહેવારની ઉજવણીની નોધ કરવામાં આવી હતી. અને ત્યારબાદ ભારતના એક સ્વાતંત્રીય સેનાની અને સમાજ સુધારક એવા બાલ ગંગાધર ટિળકે ઈ.સ. ૧૮૯૪માં ઘરે ઘરે થતી ગણેશ પૂજાને સાર્વજનિક ગણેશોત્સવમાં ફેરવ્યો અને શિવ જયંતિને પણ તેમણે એક સામાજિક તહેવાર તરીકે ઉજવ્યો. 

તેમણે ભારતને આ તહેવાર નવા રૂપથી ઉજવાતા શીખવ્યો. તેમને આ તહેવાર સામૂહિક સમુદાયની પુજા તથા તે સમયમાં અનેક સ્વાતંત્રીય સેનાની તેમાં જોડાય અને આઝાદીની લડત શરૂ કરી હતી. આ સાથે તેઓએ આ તહેવારને સંસ્કૃતિ એકતા સમજી અને લોકોને આ તહેવારથી જોડાવ્યા હતા અને આ તહેવારની ઉજવણીનો ભવ્ય રીતે પ્રારંભ થયો અને ત્યારબાદ આ તહેવાર મહારાષ્ટ્ર તેમજ રાષ્ટ્રભરમાં લોકોની એકતા અને અખંડિતતાથી ઉજવામાં આવે છે.  આ તહેવાર અનેક જ્ઞાતિઓના લોકો માટે મળવાનું એક સ્થાન છે. આ તહેવાર ભક્તિ સાથે લોકોને પોતાની કલાત્મક અભિવ્યક્તિ પણ દર્શવાય તેનું માધ્યમ છે.


પ્રાચીન કાળથી ઉજવાતો તહેવાર:

પ્રાચીન કાળથી ઉજવાતો તહેવાર:

શિવાજી મહારાજ અને પછી લોકમાન્ય ટિળકનાં પ્રયત્નોને કારણે આજે ગણેશોત્સવનું મહત્વ વધ્યું છે. પણ આમ જુઓ તો ગણેશોત્સવ પ્રાચીનકાળથી ઉજવાતો રહ્યો છે. લોકો પહેલાંના સમયમાં પણ  માટી થકી ભગવાન ગણપતિની મુર્તિ બનાવતા અને ફૂલ તેમજ વનસ્પતિનાં રંગો દ્વારા તેમનો શણગાર કરી ભાદરવા સુદ ચતુર્થીના દિવસે મુર્તિની પુજા કરતાં હતા.

આ તહેવારને સંસ્કૃતતમિલતેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી, કોંકણીમાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચતુર્થી આખા વર્ષની ચતુર્થીમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંપન્નતા આવે છે. ગણેશ ભક્તો માને છે કે આ દિવસે વ્રત કરવાથી બધા વિધ્નોનો નાશ થશે, બધી સિદ્ધિયો પ્રાપ્ત થશે અને બધી મનોકામના પૂર્ણ થાય છે.

આ તહેવાર ૧૦ દિવસ ચાલે છે જે અનંત ચતુર્થીના દિવસે પૂર્ણ થાય છે.


કેવી રીતે ઉજવામાં આવે છે ગણેશ ચતુર્થી :

દરેક ઘરે તથા પાંડાલોમા વાજતે-ગાજતે ગણપતિની માટીની મુર્તિને લાવવામાં આવે છે ત્યારબાદ તેમનું મંત્રોચ્ચારથી સ્થાપન કરવામાં આવે છે. ઘરો તથા પાંડાલોમાં વિઘ્નહર્તાનું સ્વાગત રંગોળીથી કરાય છે. સવાર-સાંજ ભગવાનની પૂજા-અર્ચના કરવામાં આવે છે અને ભજન કરવામાં આવે છે. ભક્તોમાં લાડુનો પ્રસાદ વેચાય છે. મિત્રો અને પરિવાર સાથે ઉત્સવની ઉજવણી કરવામા આવે છે. ગણેશ ચતુર્થીની ઉજવણીની તૈયારી તહેવારના લગભગ એક મહિના પહેલાથી શરૂ થાય છે. આ ઉજવણી લગભગ દસ દિવસ સુધી ચાલે છે (ભાદ્રપદ સુદ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી). ગણેશોત્સવના અંતિમ દિવસે એટલે કે અનંત ચતુર્દશીનાં દિવસે ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન, ગણેશજી તેમના ભક્તોના ઘરે જાય છે અને તેમની સાથે સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે છે. આ જ કારણોસર આ દિવસ ખૂબ જ શુભ દિવસ તરીકે મનાવવામાં આવે છે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top