માત્ર એક ચમચી કોફી અને વાળની તમામ તકલીફ ગાયબ'; જાણો કઈ રીતે ઘરબેઠા જ દૂર કરશો વાળની તમામ સમસ્યા

માત્ર એક ચમચી કોફી અને વાળની તમામ તકલીફ ગાયબ'; જાણો કઈ રીતે ઘરબેઠા જ દૂર કરશો વાળની તમામ સમસ્યા?

10/06/2022 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

માત્ર એક ચમચી કોફી અને વાળની તમામ તકલીફ ગાયબ'; જાણો કઈ રીતે ઘરબેઠા જ દૂર કરશો વાળની તમામ સમસ્યા

વહેલી સવારે એક કપ કોફી મૂડને સુધારવાનું કામ કરે છે. જો તમને કોફીની ભીની સ્મેલ પસંદ હોય તો અહીં કોફીને પસંદ કરવાનું વધુ એક કારણ પણ જાણી લો. કોફીથી તમે તમારાં વાળના ગ્રોથને વધારી શકો છો અને તેને મજબૂત પણ બનાવી શકો છો. કોફીને વાળના ગ્રોથને મદદ કરતા અન્ય ઇન્ગ્રિડિયન્ટ્સ સાથે મિક્સ કરીને અપ્લાય કરવાથી તમને હેલ્ધી હેર મળી શકે છે. કોફી વાળની લંબાઇ વધારવા માટે ઉપયોગી હોવા ઉપરાંત તે સ્કાલ્પને હેલ્ધી બનાવે છે અને બ્લડ સર્ક્યુલેશન રેગ્યુલેટ કરે છે. પરિણામે તમને ખરતાં વાળની સમસ્યાથી પણ છૂટકારો મળશે. તમારાં વાળના પ્રકારને અનુરૂપ અલગ અલગ માસ્કને તમે ઘરે સરળતાથી તૈયાર કરી શકો છો.


વાળ શાઇની લાગશે

વાળ શાઇની લાગશે

1 ચમચી દહીંને 1 ટેબલસ્પૂન કોફી નાખીને તે એકદમ સોફ્ટ થઇ જાય અને કોફીના દાણા ના રહી જાય ત્યાં સુધી મિક્સ કરતા રહો. હવે આ પેસ્ટમાં અડધી ચમચી લીંબુનો રસ નાખો. પેસ્ટને વાળના મૂળ અને લંબાઇ સુધી લગાવીને 20 મિનિટ બાદ વાળ ધૂઓ. દહીંથી વાળનું બહારનું ટેક્સચર સોફ્ટ બનશે અને કોફીના કારણે વાળનો નેચરલ કલર જળવાશે, વાળ શાઇની લાગશે.


ઝડપી રિઝલ્ટ મળશે

ઝડપી રિઝલ્ટ મળશે

કોફી અને નારિયેળ તેલનું આ માસ્ક અઠવાડિયામાં એક વખત લગાવવાથી તમને ઝડપી રિઝલ્ટ મળશે. આ માટે 1/4th નારિયેળ તેલને હળવા તાપે ગરમ કરો અને તેમાં 1 ચમચી રોસ્ટેડ કોફી બીન્સ નાખો. ધ્યાન રાખો કે કોફી બીન્સ બળી ના જાય. આ ઓઇલ ઠંડુ થઇ જાય ત્યારબાદ હેર વોશ પછી તેને સ્કાલ્પમાં અપ્લાય કરો. કોફી પાઉડર અને નારિયેળ તેલ સ્કાલ્પને હેલ્ધી બનાવે છે અને બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરે છે, જેથી વાળ ઝડપથી લાંબા અને મજબૂત બનશે.


હેર કલરથી છૂટકારો અપાવશે

હેર કલરથી છૂટકારો અપાવશે

કોફી પાઉડર, તજ અને લીંબુની આ પેસ્ટ તમને હાનિકારક હેર કલરથી છૂટકારો અપાવશે. એક બાઉલમાં 1 ચમચી કોફી પાઉડર નાખો અને તેમાં 2થી 3 ટીપાં લીંબુ એડ કરો. છેલ્લે એક ચપટી તજ પાઉડર નાખીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને શેમ્પૂ કર્યા બાદ ભીના વાળમાં લગાવો. એક કલાક પછી રેગ્યુલર શેમ્પૂથી વાળ ધૂઓ. કોફી નેચરલ હેર ડાઇ છે જે સફેદ વાળને કવર કરશે, જ્યારે તજ પાઉડર સ્કાલ્પની હેલ્થ માટે ખૂબ જ સારું હોવાથી વાળ ઝડપથી લાંબા થશે.


ખરતા વાળની સમસ્યા દૂર

ખરતા વાળની સમસ્યા દૂર

1 ચમચી કોફી પાઉડરમાં 1 ચમચી મધ નાખી પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને સ્કાલ્પમાં 15થી 20 મિનિટ સુધી લગાવીને રાખો અને ત્યારબાદ વાળ ધોઇ લો. કોફી ખરતા વાળની સમસ્યા દૂર કરીને હેર ફૉલ અટકાવશે જ્યારે મધ તમારાં ડ્રાય હેરની સમસ્યાને દૂર કરશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top