નાના ભાઈએ બહેનને વોટ્સએપ પર કરી બ્લોક, ત્યારબાદ ભાઈને મનાવવા બહેને એવું કર્યું કે બનાવ્યો 'વર્લ

નાના ભાઈએ બહેનને વોટ્સએપ પર કરી બ્લોક, ત્યારબાદ ભાઈને મનાવવા બહેને એવું કર્યું કે બનાવ્યો 'વર્લ્ડ રેકોર્ડ'!

06/30/2022 National

SidhiKhabar

SidhiKhabar

નાના ભાઈએ બહેનને વોટ્સએપ પર કરી બ્લોક, ત્યારબાદ ભાઈને મનાવવા બહેને એવું કર્યું કે બનાવ્યો 'વર્લ

નેશનલ ડેસ્ક : ભાઈ અને બહેન વચ્ચે તકરાર થાય છે. પરંતુ કેરળના એક ભાઈને તેની બહેન પર એટલો ગુસ્સો આવ્યો કે તેણે તેને વોટ્સએપ પર બ્લોક કરી દીધી. જ્યારે બહેનને આ વાતની જાણ થઈ તો તેણે પોતાના 21 વર્ષના ભાઈને સમજાવવા માટે એવું કામ કર્યું કે મામલો ચર્ચાનો વિષય બની ગયો.

આ મામલો ઇડુક્કી જિલ્લાનો છે. અહીં રહેતી કૃષ્ણપ્રિયા નામની એક એન્જિનિયરે તેના નાના ભાઈની માફી માંગવા માટે બિલિંગ રોલ પર 434 મીટર લાંબો પત્ર લખ્યો, જેનું વજન લગભગ 5 કિલોગ્રામ છે. કૃષ્ણપ્રિયાનો દાવો છે કે આ પત્ર લખવામાં તેમને લગભગ 12 કલાક લાગ્યા હતા.


બહેન 'બર્થ ડે' વિશ કરવાનું ભૂલી ગઈ

બહેન 'બર્થ ડે' વિશ કરવાનું ભૂલી ગઈ

કૃષ્ણપ્રિયાના જણાવ્યા અનુસાર, તે આ વર્ષે 'ઈન્ટરનેશનલ બ્રધર્સ ડે' પર તેના નાના કૃષ્ણપ્રસાદને શુભેચ્છા આપવાનું ભૂલી ગઈ હતી. કદાચ આનાથી નારાજ થઈને તેણે તેને વોટ્સએપ પર બ્લોક કરી દીધી હતી. આ પછી તેણે તેના ભાઈને એક લાંબો અને ભારે પત્ર લખ્યો. યુનિવર્સલ રેકોર્ડ ફોરમ અનુસાર, કૃષ્ણપ્રિયાએ અત્યાર સુધીનો સૌથી લાંબો પત્ર લખ્યો છે.


ભાઈના મેસેજનો જવાબ ન આપ્યો

કૃષ્ણપ્રસાદે તેની બહેનને કેટલાક સંદેશા મોકલ્યા હતા. જેના પર કૃષ્ણપ્રિયાએ ધ્યાન ન આપ્યું. પાછળથી, તેણીને જણાવવા માટે કેટલાક સ્ક્રીનશોટ પણ મોકલ્યા કે અન્ય લોકોએ તેને બ્રધર્સ ડેની શુભેચ્છા પાઠવી. જ્યારે બહેને તેમના સંદેશાઓનો જવાબ આપ્યો ન હતો અને તેમને બ્રધર્સ ડેની શુભેચ્છા પાઠવી ન હતી, ત્યારે કૃષ્ણપ્રસાદે તેણીને વોટ્સએપ પર બ્લોક કરી દીધી હતી.

5 રોલ પેપરમાં લખી દિલની વાતો

તે ભાઈ સાથે વાત કરવાનું ખૂબ જ યાદ કરતી હતી કે તેને 25 મી મેના રોજ પત્ર લખવાનું શરૂ કર્યું. પહેલા તેણે લખવા માટે A4 સાઈઝનો કાગળ લીધો. પણ ટૂંક સમયમાં જ તેને સમજાયું કે તેની લાગણી સામે પેપર ટૂંકું પડી જશે. લાંબો કાગળ ન મળતાં તેણે બિલિંગ રોલ પર જ પત્રો લખવાનું શરૂ કર્યું. તેણે 15 રોલ્સ ખરીદ્યા અને તે બધા પર પોતાની લાગણી વ્યક્ત કરી, જેમાં તેને 12 કલાકનો સમય લાગ્યો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top