એક્સ્પ્રેસ વે ઉપર એક-બે નહીં પણ છ ગાડીઓ એકસાથે ટકરાઈ: 3 ના મોત, 6 લોકોને ઈજા

એક્સ્પ્રેસ વે ઉપર એક-બે નહીં પણ છ ગાડીઓ એકસાથે ટકરાઈ: 3 ના મોત, 6 લોકોને ઈજા

10/18/2021 National

SidhiKhabar

SidhiKhabar

એક્સ્પ્રેસ વે ઉપર એક-બે નહીં પણ છ ગાડીઓ એકસાથે ટકરાઈ: 3 ના મોત, 6 લોકોને ઈજા

મુંબઈ: એક્સપ્રેસ વે ઉપર તમામ વાહનો સામાન્ય કરતા થોડી વધુ ઝડપથી ચાલતા હોય છે. ફોર વ્હીલર કારો 120 થી લઈને 130-150 સુધીની ઝડપે પણ ચાલતી હોય છે. પરંતુ ક્યારેક રસ્તા પર અકસ્માત સર્જાય તો ઝડપ વધુ હોવાના કારણે એકસાથે અનેક કારો અથડાવાના બનાવો બનતા રહ્યા છે. ખાસ કરીને ધુમ્મસ છવાઈ જાય ત્યારે આવા બનાવો બને છે.


મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર અકસ્માત સર્જાયો

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે ઉપર આવી જ ઘટના બની છે. જ્યાં છ ગાડીઓ એકસાથે ટકરાઈ હતી. એક્સપ્રેસ વે ઉપર ખોપોલી પાસે સવારે સાડા પાંચ વાગ્યે આ ઘટના બની હતી. અકસ્માતમાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા હોવાનું અને 6 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.

આજે સવારે મરઘીઓ લઈને જતા ટેમ્પોએ આગળના વાહનને ટક્કર મારી દીધી હતી. જેના કારણે તેની પાછળ આવતી એક,બે નહીં પણ છ ગાડીઓ એક પછી એક ટકરાઈ હતી. જેમાં બે ટેમ્પો, બે કાર, ખાનગી બસ અને ટ્રેલરનો સમાવેશ થાય છે. અકસ્માતના કારણે રસ્તા ઉપર ટ્રાફિક જામ થઇ ગયો હતો.


પોલીસે પહોંચીને લોકોને બહાર કાઢ્યા

પોલીસે પહોંચીને લોકોને બહાર કાઢ્યા

ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને સ્થાનિકો સાથે મળીને વાહનોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા જયારે 6 ઈજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં એક સ્વિફ્ટ કાર અને એક ટેમ્પોને ઘણું નુકસાન થયું હતું.

સ્વિફ્ટ કારમાં બે લોકો ફસાયા હતા, જે બંનેના મૃત્યુ થયા હતા, જેમના મૃતદેહો કારમાંથી બહાર કાઢીને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે ટેમ્પોમાં સવાર અન્ય એક વ્યક્તિનું પણ મોત નીપજ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top