આર્થિક તકલીફ વેઠી રહ્યું હતું વૃદ્ધ દંપતી, એક વાઈરલ વિડીયોએ પરિસ્થિતિ બદલી નાંખી

આર્થિક તકલીફ વેઠી રહ્યું હતું વૃદ્ધ દંપતી, એક વાઈરલ વિડીયોએ પરિસ્થિતિ બદલી નાંખી

10/08/2020 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

આર્થિક તકલીફ વેઠી રહ્યું હતું વૃદ્ધ દંપતી, એક વાઈરલ વિડીયોએ પરિસ્થિતિ બદલી નાંખી

દિલ્હી: સોશિયલ મીડિયા કેટલી હકારાત્મક અસર પણ કરી શકે છે અને એક વાઈરલ મેસેજ કોઈની જિંદગીમાં ઉત્સાહ પણ ભરી શકે તેનું ઉત્કૃષ્ટ ઉદારહણ જોવા મળ્યું છે. માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વીટર ઉપર ગઈકાલે વાઈરલ થયેલા એક વિડીયોની અત્યંત પોઝિટીવ અસર થઇ છે.

કોરોનાના કારણે ઘણાં લોકોની આજીવિકાને માઠી અસર થઇ છે. અનેક લોકોએ ધંધા રોજગાર ગુમાવ્યા તો કેટલાકે નોકરી-ધંધામાં સંઘર્ષ કરવો પડી રહ્યો છે. એવા જ દિલ્હીના એક વૃદ્ધ દંપતી જેઓ દિલ્હીમાં નાનકડા ઢાબા ચલાવે છે, પરંતુ તેમને ગ્રાહકો ન મળવાના કારણે વધુ કમાઈ શકતા નથી અને તકલીફ વેઠવી પડે છે. ટ્વીટર ઉપર તેમનો વિડીયો વાઈરલ થયો હતો.

દિલ્હીના માલવિય નગર રેલ્વે સ્ટેશનની સામે એક ‘બાબા કા ઢાબા’ નામના નાનકડા ઢાબા ચલાવતા ચલાવતા વૃદ્ધ દંપતીને ગ્રાહક ન મળવાના કારણે તકલીફ ભોગવવી પડી રહી છે. ટ્વીટર ઉપર વાઈરલ થયેલા વિડીયોમાં તેઓ આંખમાં આંસુ સાથે પોતાની આપવીતી સંભળાવી રહ્યા છે. તેમને ગ્રાહકો ન મળવાના કારણે દિવસમાં વધુ કમાઈ શકતા નથી.

વિડીયો શૂટ કરનાર વ્યક્તિએ તેમને પૂછ્યું કે તમે દિવસની કેટલી કમાણી કરો છો? ત્યારે તેમણે ગલ્લામાંથી દસ-દસની થોડી નોટ કાઢીને કહ્યું કે, ‘બસ, આટલું જ.’ વિડીયો શૂટ કરનાર વ્યક્તિ કહી રહ્યો છે કે તમે જયારે પણ અહીં આવો તો બાબા કા ઢાબા ની મુલાકાત જરૂર લેજો. અને આપણે બાબાને મદદ કરવી જોઈએ. આ વિડીયો કલાકોમાં અનેક વખત શેર થયો હતો અને લોકોએ શેર કરીને બાબા કા ઢાબાને મદદ કરવા માટે અપીલ કરી હતી.


વિડીયો વાઈરલ થયા બાદ લોકો તરફથી તેમને ભરપુર મદદ કરવામાં આવી રહી છે. કેટલાક લોકો તેમને ઓનલાઈન પૈસા મોકલી રહ્યા છે, તો કેટલાક લોકો ખુદ તેમના ઢાબા પર જઈને તેમને મદદ કરી રહ્યા છે.

જે ‘બાબા કા ઢાબા’ ગઈકાલ સુધી ખાલી જોવા મળતું હતું, આજે ત્યાં અનેક લોકો જઈને તેમની રસોઈનો સ્વાદ માણી રહ્યા છે અને વધારાની મદદ પણ કરી રહ્યા છે. માત્ર એક સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વિડીયોના કારણે આ શક્ય બન્યું છે. આજે શેર થયેલા અન્ય એક વિડીયોમાં વૃદ્ધ વ્યક્તિના ચહેરા ઉપર આનંદ અને સંતોષ દેખાઈ આવે છે.

(તસવીરો: ટ્વીટર)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top