દિલ્હીમાં યોજાયેલ યોગ ઓલિમ્પિયાડમાં વિદ્યાર્થીએ ગોલ્ડ જીતી સુરતનો ડંકો વગાડ્યો

દિલ્હીમાં યોજાયેલ યોગ ઓલિમ્પિયાડમાં વિદ્યાર્થીએ ગોલ્ડ જીતી સુરતનો ડંકો વગાડ્યો

07/02/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

દિલ્હીમાં યોજાયેલ યોગ ઓલિમ્પિયાડમાં વિદ્યાર્થીએ ગોલ્ડ જીતી સુરતનો ડંકો વગાડ્યો

થોડા દિવસો પહેલા જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે દિલ્હી ખાતે યોજાયેલી યોગ ઓલિમ્પિયાડ સ્પર્ધામાં દેશના 33 રાજ્યોના 150થી વધુ સ્પર્ધકોને હરાવીને સુરતના કરણ આશિષ જોષીએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જેથી સુરતની સાથે સાથે ગુજરાતનો પરચમ દેશભરમાં લહેરાવ્યો છે. કરણે પોતાની સફળતાનો શ્રેય માતા પિતાની સાથે સાથે કોચ અને શાળા પરિવારને આપ્યો હતો.


પાંચ વર્ષની કપરી મેહનત રંગ લાવી

પાંચ વર્ષની કપરી મેહનત રંગ લાવી

નરથાણ ખાતે આવેલી સંસ્કારકુંજ જ્ઞાનપીઠ શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતાં કરણ આશિષ જોષીએ જણાવ્યું હતું કે, તે પાંચ વર્ષથી યોગની તાલિમ લઈ રહ્યો હતો. ગત 18 અને 19 જૂનના રોજ યોગની કોમ્પિટિશન દિલ્હી ખાતે યોજાઈ હતી. જેમાં પ્રાણાયામ, બંધ, ક્રિયાઓ, મુદ્રા સહિતના સંપૂર્ણ યોગની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં આસનો લાંબા સમય સુધી સ્થિરતાથી ટકાવી રાખતા આ સફળતા મળી હતી.


અડગ આત્મવિશ્વાસ સાથે રોજની બે કલાક તાલિમ

અડગ આત્મવિશ્વાસ સાથે રોજની બે કલાક તાલિમ

કરણના કોચ નમ્રતા વર્માએ કહ્યું કે, બેઝિકથી ટ્રેનિંગ શરૂ કરી હતી. કરણને રોજની બે કલાકની તાલિમ અપાતી હતી. આ તાલિમની સાથે સાથે જેમ જેમ સ્પર્ધા નજીક આવી તેમ રોજ 4 કલાક સુધી પ્રેકિટસ કરી હતી. જેથી આ સફળતા મળી છે. અગાઉ પણ કરણ ખેલો ઈન્ડિયામાં દેશભરમાં નામના મેળવી ચૂક્યો છે ત્યારે આગામી સમયમાં તે ઈન્ટરનેશનલ લેવલ પર મેદાન મારે તેવી આશા છે.


કરણ પર સમગ્ર સુરત શહેરને ગર્વ સાથે અભિનંદનની વર્ષા

કરણ પર સમગ્ર સુરત શહેરને ગર્વ સાથે અભિનંદનની વર્ષા

કરણની સફળતાથી માતા પિતા તો ખુશ જ છે. પરંતુ શાળા પરિવારે પણ કરણની સફળતાને બિરદાવી છે. શાળાના ટ્રસ્ટી પરેશભાઈએ જણાવ્યું હતું કે, શાળામાં વિદ્યાર્થીઓને જે ક્ષેત્રમાં રસ હોય તે ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. શાળામાં ન માત્ર પુસ્તકિયું જ્ઞાન આપતા પરંતુ સમગ્ર જીવનલક્ષી જ્ઞાન આપવામાં આવે છે. અમે કરણની સફળતા માટે ખૂબ ખુશ છીએ અને અન્ય વિદ્યાર્થીઓ પણ આ રીતે નામના મેળવે તે માટેનું વાતાવરણ તૈયાર કરવા પ્રયત્નો કરી રહ્યાં છીએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top