પંગુ લંઘયતે ગિરિમ : પોતાની પંગુતાને હરાવીને ભારતને ગૌરવ અપાવનાર રત્નોની સ્ટોરી જાણો!

પંગુ લંઘયતે ગિરિમ : પોતાની પંગુતાને હરાવીને ભારતને ગૌરવ અપાવનાર રત્નોની સ્ટોરી જાણો!

08/30/2021 Sports

SidhiKhabar

SidhiKhabar

પંગુ લંઘયતે ગિરિમ : પોતાની પંગુતાને હરાવીને ભારતને ગૌરવ અપાવનાર રત્નોની સ્ટોરી જાણો!

હાલમાં ચાલી રહેલા ટોક્યો પેરાલિમ્પિક્સ ૨૦૨૦માં ભારતના કેટલાક એવા રત્નો ઝળક્યા છે, જેમની અંગત જિંદગી આપદાઓથી ભરપૂર છે. પરંતુ સંસ્કૃતની વિખ્યાત કહેવત છે કે, 'પંગુ લંઘયતે ગિરિમ'! અર્થાત, ઈશ્વરની ઈચ્છા અને દ્રઢ મનોબળ ભેગા થાય તો જેને સરખું ચાલવાની ય તકલીફ હોય એવી અપંગ વ્યક્તિ પણ પર્વત ઓળંગવા સક્ષમ બની શકે છે. અવની, દેવેન્દ્ર, ભાવિના, યોગેશ વગેરે આવા જ ઉદાહરણો છે, જેમણે પોતાના દ્રઢ મનોબળ વડે અંગત સિદ્ધિ તો મેળવી જ, સાથે જ સમગ્ર દેશને પણ ગૌરવ અપાવ્યું.


માત્ર ૧૧ વર્ષની ઉંમરે અકસ્માતનો ભોગ બની અવની

માત્ર ૧૧ વર્ષની ઉંમરે અકસ્માતનો ભોગ બની અવની

અવની લેખારા મૂળ રાજસ્થાનના જયપુરની છે. તે માત્ર 11 વર્ષની હતી ત્યારે તે માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં અવનીને કરોડરજ્જુની ઈજાના કારણે લકવો થઈ ગયો હતો. મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ SH1 ઇવેન્ટમાં અવની વર્લ્ડ રેન્કિંગમાં પાંચમા ક્રમે છે.

જે તેણીની અદભૂત સિદ્ધિ છે.

અવની લેખારા પેરાલિમ્પિક્સના ઇતિહાસમાં શૂટિંગમાં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. 19 વર્ષની શૂટરએ મહિલાઓની 10 મીટર એર રાઇફલના વર્ગ SH1માં પ્રથમ સ્થાન મેળવ્યું. તેણીએ 249.6નો સ્કોર કર્યો, જે પેરાલિમ્પિક ગેમ્સનો નવો રેકોર્ડ છે.


૮ વર્ષની ઉંમરે દેવેન્દ્રએ વીજળીનો તાર પકડી લીધો અને...

૮ વર્ષની ઉંમરે દેવેન્દ્રએ વીજળીનો તાર પકડી લીધો અને...

રાજસ્થાનના ચુરૂ જીલ્લાના દેવેન્દ્ર ઝાઝરિયા ભારત ના પ્રથમ પેરા એથ્લિટ છે જેમણે પેરાલિમ્પિક્સમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ પહેલાં 2૦૦4 એથેન્સ પેરાલિમ્પિક્સ અને 216   રિઓ પેરાલિમ્પિક્સમાં પણ ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે.    

માત્ર 8 વર્ષની ઉંમરે ઝાડ પર ચઢવા જતા દેવેન્દ્રએ વીજળીનો જીવંત તાર પકડી લીધો હતો. બાળ દેવેન્દ્રને તાત્કાલિક મેડીકલ સારવાર તો મળી, પણ કમનસીબે એણે પોતાનો ડાબો હાથ ગુમાવવો પડ્યો! જો કે એક હાથ ગુમાવ્યા બાદ દેવેન્દ્રનો જુસ્સો બેવડાયો. અપંગ થયા બાદ લાચાર થઈ જવાને બદલે એણે રમતગમતમાં મન પરોવ્યું. પહેલાં ઇન્ડિયન રેલ્વેનાં કર્મચારી રહી ચુકલ દેવેન્દ્ર ઝાઝરીયા હાલમાં રાજસ્થાન ખાતે ફોરેસ્ટ ઓફિસર તરીકે જોબ કરે છે, સાથે ક્જ ઇસ ૨૦૦૨થી રમતગમત ક્ષેત્રે ઉજ્જવળ પ્રદર્શન કરતા રહ્યા છે.

હાલમાં ચાલી રહેલા ટોક્યો પેરાલિમ્પિક્સ ૨૦૨૦માં પેરા એથ્લિટ દેવેન્દ્ર ઝાઝરિયાએ બરછી ફેંક F46  કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. દેવેન્દ્રએ 64.35 મીટર દૂર સુધી બરછી ફેંકી હતી!


યોગેશને માત્ર ૮ વર્ષની ઉંમરે પેરાલિટિક એટેક આવ્યો, પછી...

યોગેશને માત્ર ૮ વર્ષની ઉંમરે પેરાલિટિક એટેક આવ્યો, પછી...

બાળપણ માં 8 વર્ષ ની ઉમરે પેરાલીટીક એટેક આવવાથી યોગેશ કઠુનીયા સંકલન ક્ષતિનો ભોગ બન્યા હતા. પરંતુ એ હાલતમાં પણ યોગેશે મક્કમ મનોબળ જાળવી રાખીને ભણતર અને સ્પોર્ટ્સ, બંને ચાલુ રાખ્યા. યોગેશે દિલ્હી યુનિવર્સીટીની કિરોરીમલ કોલેજ માંથી કોમર્સની સ્નાતક પદવી મેળવી છે.

2019માં દુબઈની વર્લ્ડ પેરા એથલેટિક ચેમ્પિયનશીપમાં પણ યોગેશ કઠુનીયાએ અદભૂત પ્રદર્શન સાથે 42.51 મીટરનો રેકોર્ડ નોધાવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. એ સિવાય 2018માં બર્લિનની પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સમાં  F36 કેટેગરીમાં પણ તેઓ વર્લ્ડ રેકોર્ડધારક ખેલાડી છે.


સુંદરસિંહને ૧૯ વર્ષની ઉંમરે અકસ્માત થયો અને...

સુંદરસિંહને ૧૯ વર્ષની ઉંમરે અકસ્માત થયો અને...

સુંદર સિંહ ગુર્જર એ ૧૯ વર્ષ ની ઉંમરે એક અકસ્માત માં પોતાનો ડાબો હાથ ગુમાવ્યો હતો. હાથ ગુમાવવાનો અફસોસ કરવાને બદલે તેમણે રમતગમતમાં પોતાનું કૌશલ્ય દેખાડી બરછી ફેંક, ગોળા ફેંક અને ડિસ્ક ફેંક માં અભ્યાસ ચાલુ રાખી અને અદભૂત સિદ્ધિ હાંસલ કરી.

જયપુર ના રહેવાસી સુંદર સિહે ૨૦૧૭ અને ૨૦૧૯ માં વિશ્વ પેરા એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે જકાર્તા પેરા એશિયન ખેલ ૨૦૧૮માં સિલ્વર મેડલ જીત્યો હતો.

સુંદર સિંહ ગુર્જરે ટોક્યો પેરાલિમ્પિક્સ 22૦માં ૬૪.૦૧ મીટર બરછી ફેંકી બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે.


ભાવિના પટેલને છે બાળપણથી પોલિયો...

ભાવિના પટેલને છે બાળપણથી પોલિયો...

મહેસાણા જિલ્લાના સુંઢિયાની યુવતીને બાળપણથી પોલિયોની અસર થતાં તેના બન્ને પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. જો કે મક્કમ મન ધરાવતી ભાવિના પટેલે સ્નાતક સુધી અભ્યાસ કર્યો છે. કમ્પ્યુટરનો અભ્યાસ કરવા માટે અંધજનમંડળ, અમદાવાદ ખાતે તેને મૂકવામાં આવી હતી, જ્યાં તેણે ટેબલ ટેનિસ રમતા ખેલાડીઓ જોઇને આ સ્પોર્ટ્સમાં કંઇક કરવાની ઇચ્છા જાગી હતી.

ટોક્યો પેરાલિમ્પિકમાં ભાવિનાબેન પટેલે ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સમાં વર્ગ-4 કેટેગરીમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો છે. ભાવિના પટેલ મહેસાણા જિલ્લામાં આવેલા સુંઢિયા ગામમાં રહેતા એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. ભાવિનાના પિતા ગામમાં નાનકડી સ્ટેશનરી અને કટલરીની દુકાન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.


૮ વર્ષના નિષાદ કુમારને એક અકસ્માત થયો અને...

૮ વર્ષના નિષાદ કુમારને એક અકસ્માત થયો અને...

નિશાદ કુમાર હિમાચલ પ્રદેશ, ઉનાનાં વાતની છે. ૮ વર્ષ ની નાની ઉમરે એક ગંભીર અકસ્માત માં તેમણે પોતાનો જમણો હાથ ગુમાવ્યો હતો. ૨ વર્ષ પછી ૨૦૦૯માં તેમણે પેરા એથ્લેટિક્સ માં ભાગ લીધો. નવેમ્બર ૨૦૧૯, વિશ્વ પેરા એથ્લેટીક્સ ચેમ્પિયનશીપ ૨૦૧૯ માં પુરુષોની T47 કેટેગરી માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. દુબઈ ની ૨૦૨૧ વિશ્વ પેરા એથ્લેટીક્સ ગ્રાન્ડ પ્રિક્સ માં T46 કેટેગરી માં ગોલ્ડ મેડલ જીત્યો.

ભારતે અત્યાર સુધી ટોક્યો પેરાલિમ્પિક્સ 2૦2૦ માં 1 ગોલ્ડ, 4  સિલ્વર અને 2 બ્રોન્ઝ મળીને કુલ  7 મેડલ મેળવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top