નાસિકમાં મુસ્લિમ ધર્મગુરુની માથામાં ગોળી મારીને હત્યા, ચારેય આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર

નાસિકમાં મુસ્લિમ ધર્મગુરુની માથામાં ગોળી મારીને હત્યા, ચારેય આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર

07/06/2022 National

SidhiKhabar

SidhiKhabar

નાસિકમાં મુસ્લિમ ધર્મગુરુની માથામાં ગોળી મારીને હત્યા, ચારેય આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર

નેશનલ ડેસ્ક : મહારાષ્ટ્રના નાસિકમાં મંગળવારે એક મોટી ઘટના બની હતી. અહીંના યેઓલા શહેરમાં મુસ્લિમ સમુદાયના એક ધાર્મિક નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, 35 વર્ષીય મૃતકની ઓળખ ખ્વાજા સૈયદ ચિશ્તી તરીકે થઈ છે. તેઓ યેવલામાં સૂફી બાબા તરીકે જાણીતા હતા. જો કે હત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.


સૂફી બાબા અફઘાનિસ્તાનના રહેવાસી હતા

સૂફી બાબા અફઘાનિસ્તાનના રહેવાસી હતા

પોલીસે જણાવ્યું કે, ખ્યાજા સૈયદ ચિશ્તી અફઘાનિસ્તાનનો રહેવાસી હતો. જોકે તે નાસિકમાં રહેતો હતો. હુમલાખોરોએ તેને માથામાં ગોળી મારી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યા ચાર હુમલાખોરો દ્વારા કરવામાં આવી હતી. સ્થળ પરથી તેઓની એસયુવી જપ્ત કરવામાં આવી છે. જોકે, ગુનો કર્યા બાદ ચારેય આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આરોપીઓને પકડવા માટે ટીમો બનાવવામાં આવી છે અને તેમના દ્વારા સતત દરોડા ચાલુ છે.


પોલીસે એકને કસ્ટડીમાં લીધો હતો

પોલીસે એકને કસ્ટડીમાં લીધો હતો

આ કેસમાં પોલીસે એક શંકાસ્પદને કસ્ટડીમાં લીધો છે. પોલીસે કહ્યું, "પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સૂફી બાબાની હત્યા પ્રોપર્ટીના વિવાદને કારણે થઈ હતી. પોલીસ અધિક્ષક સચિન પાટીલે જણાવ્યું કે, મૃતક પાકિસ્તાનથી શરણાર્થી તરીકે ભારત આવ્યો હતો. તે ચાર વર્ષ પહેલા ભારત આવ્યો હતો અને ભારત સરકારે તેને શરણાર્થી પાસ અને દેશમાં રહેવા માટે બે વર્ષનું એક્સટેન્શન આપ્યું હતું. પોલીસે જણાવ્યું કે, મૃતકની પોતાની યુટ્યુબ ચેનલ પણ હતી, જેના ભારત અને વિદેશમાં ફોલોઅર્સ છે. અધિકારીએ કહ્યું કે તેને ચેનલમાંથી આવક પણ મળી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top