આ વર્ષે મહિલાઓ પણ આપી શકશે NDA entrance exam

આ વર્ષે મહિલાઓ પણ આપી શકશે NDA entrance exam

09/22/2021 National

SidhiKhabar

SidhiKhabar

આ વર્ષે મહિલાઓ પણ આપી શકશે NDA entrance exam

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો કે આ વર્ષે NDAની પરીક્ષામાં મહિલાઓને પ્રવેશ આપવામાં આવશે. કેન્દ્રે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે આવતા વર્ષે એટલે કે મે, ૨૦૨૨માં મહિલાઓને (National Defense Academy) NDAની  entrance exam આપવાની પરવાનગી આપવામાં આવે. પરંતુ સુપ્રીમ કોર્ટે કેન્દ્રની આ માંગને ફગાવી દીધી અને કહ્યું કે આ વર્ષે ૧૪ નવેમ્બરે યોજાનારી NDA પરીક્ષામાં મહિલાઓને બેસવા દેવી જોઈએ.

સમાચાર અનુસાર કોર્ટે કહ્યું કે, જો પરીક્ષા બાદ કોઈ સમસ્યા સર્જાય તો સરકાર કોર્ટને જાણ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે નથી ઈચ્છતા કે મહિલાઓને તેમના અધિકારોથી વંચિત રાખવામાં આવે. સંરક્ષણ મંત્રાલયે UPSC સાથે મળીને જરૂરી પગલાં લેવા જોઈએ.


સુપ્રીમ કોર્ટે (supreme court) કહ્યું કે હજી એક વર્ષનો વિલંબ થશે તો આખી કવાયતનો કોઈ અર્થ નહિ રહે! ન્યાયાધીશ એસ.કે. કૌલે કહ્યું કે અમે પ્રક્રિયામાં વિલંબ કરવા માંગતા નથી પરંતુ અમે આ બાબતે કોઈ ચોક્કસ સમય મર્યાદા નક્કી નથી કરી શકતા કે કઈ તારીખે UPSCનું નોટિફિકેશન બહાર પાડવામાં આવે. કોર્ટે કહ્યું કે સશસ્ત્ર દળે અનેક કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. તેમને કટોકટીની પરિસ્થિતિમાં કેવીરીતે વર્તવું એના માટે પ્રશિક્ષિત કરવામાં આવે છે અને તેઓ આ સમસ્યાનું પણ સમાધાન શોધી જ કાઢશે.


મંગળવારે દાખલ કરાયેલા સોગંદનામામાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે હવે મહિલા અધિકારીઓ માટે યોગ્ય તબીબી ધોરણો તૈયાર કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. સોગંદનામામાં જણાવાયું છે કે ડિરેક્ટોરેટ જનરલ સશસ્ત્ર બળ, ચિકિત્સા સેવા અને નિષ્ણાતોનું નિરાકરણ ત્રણ સંરક્ષણ સેવાઓ માટે જરૂરી કવાયત કરશે અને તેમની ઉંમર, તાલીમની પ્રકૃતિ જેવા વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તબીબી ધોરણો નક્કી કરશે અને ઘડશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top