સુરતમાં ભાજપના કાર્યકર્તા સામે વધુ એક બળાત્કારની ફરિયાદ: અગાઉ છેડતીની થઈ હતી FIR

સુરતમાં ભાજપના કાર્યકર્તા સામે વધુ એક બળાત્કારની ફરિયાદ: અગાઉ છેડતીની થઈ હતી FIR

07/23/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરતમાં ભાજપના કાર્યકર્તા સામે વધુ એક બળાત્કારની ફરિયાદ: અગાઉ છેડતીની થઈ હતી FIR

સુરત: સુરતના ઉધના વિસ્તારમાં રહેતા ભાજપના કાર્યકતા (BJP worker) વિશાલ (Vishal patil) ઉર્ફે ભૂષણ પાટીલની સામે વધુ એક ફરિયાદ નોંધાઇ છે. અગાઉ તેની જ સોસાયટીની યુવતીએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી, ત્યારે હાલ વિશાલ પાટીલે એક યુવતીની સાથે ચુંબન કરતા ફોટા પાડી લીધા હતા અને તેને વાઇરલ કરવાની ધમકી આપીને બળાત્કાર પણ ગુજાર્યો હોવાની ફરિયાદ ઉધના પોલીસના (Udhna police) ચોપડે નોંધાઇ છે. જેના આધારે પોલીસે તપાસ આદરી છે.

ફરી વિવાદમાં આવેલા ઉધનામાં રહેતા વિશાલ ઉર્ફે ભુષણ વિજય પાટીલે સોસાયટીમાં જ રહેતી એક યુવતી સાથે મિત્રતા કેળવી હતી. બંને એકબીજાના ઘરે આવ-જા કરતા હતા અને મુલાકાત પણ કરતા હતા. સોસાયટીમાં જ આ યુવતી રહેતી હોવાથી બંને વચ્ચે સારી મિત્રતા હતી. દરમિયાન વિશાલે યુવતીની સાથે ચુંબન કરતા અને ગળે મળતા ફોટા પાડી આ ફોટાને વાઇરલ કરી દેવાની ધમકી આપીને બેથી ત્રણ વાર બળાત્કાર પણ ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. આ બાબતે યુવતીએ પોતાના પરિવારને જાણ કરી હતી. જોકે, ઊલટાનું વિશાલે યુવતીના પરિવાર સાથે ઝઘડો કરીને રૂા. 20 હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા.

પ્રથમ બદનામી થવાના ભયે પરિવાર ફરિયાદ નોંધાવી નહતી પણ પૈસા પડાવતા અને વારંવારના ત્રાસથી યુવતીએ આખરે ઉધના પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિશાલ પાટીલની સામે બળાત્કારનો ગુનો નોંધીને તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે વિશાલ ભાજપનો કાર્યકતા છે અને વિકૃત માનસિકતા ધરાવે છે. દોઢ મહિના પહેલા પણ વિશાલે અન્ય એક યુવતીની છેડતી કરી હતી અને તે બાબતે ઉધના પોલીસમાં જ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ઉલ્લેખ મુજબ પ્રથમ વિશાલ પાટીલે પીડિત કિશોરી સાથે મોબાઇલ પર સંપર્ક કરીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ તેના કેટલાક ફોટા અને વીડિયો થકી બ્લેકમેઇલ કરીને શારીરિક શોષણ કરતો હોવાનો કિશોરીએ આક્ષેપ કર્યો હતો. આ છેડતીની ફરિયાદ નોંધાઇ ત્યારબાદ વિશાલે અન્ય એક પરિવારને પણ મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે પણ વિશાલની સામે ધમકીની ફરિયાદ નોંધવામાં આવી હતી.

અગાઉના કેસોમાં હજી સુનાવણી ચાલુ છે ત્યારે હવે વિશાલે યુવતીને બ્લેકમેઇલ કરીને બળાત્કાર ગુજાર્યાની ઘટના બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. હાલમાં વિશાલ પાટીલની સામે ત્રણ જેટલી ફરિયાદ નોંધાઇ છે. હાલમાં આ કેસની તપાસ એસસીએસટી સેલના એસીપી કરી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top