Gujarat : શ્રદ્ધા મર્ડર કેસમાં સુરત કનેક્શન! શ્રદ્ધાના 35 ટુકડા કરનાર આફતાબ સુરતથી આ વસ્તુ મંગા

Gujarat : શ્રદ્ધા મર્ડર કેસમાં સુરત કનેક્શન! શ્રદ્ધાના 35 ટુકડા કરનાર આફતાબ સુરતથી આ વસ્તુ મંગાવતો

11/28/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat : શ્રદ્ધા મર્ડર કેસમાં સુરત કનેક્શન! શ્રદ્ધાના 35 ટુકડા કરનાર આફતાબ સુરતથી આ વસ્તુ મંગા

આફતાબે કરેલી શ્રદ્ધાની હત્યાથી આખા દેશમાં હોબાળો મચી ગયો છે. મુંબઈની શ્રદ્ધા વાલકર દિલ્હીમાં લિવ ઈન પાર્ટનર આફતાબ સાથે રહેતી હતી. આફતાબે તેની હત્યા કર્યા બાદ તેના શરીરના 35 ટુકડા કરી ફ્રિઝમાં સાચવ્યા હતા. રોજ થોડા ટુકડા તે જંગલમાં ફેંકી આવતો હતો. આફતાબ પકડાયા બાદ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. આ પૂછપરછ દરમિયાન સુરતનું કનેક્શન બહાર આવ્યું છે.


ડ્રગ્સ પેડલરની ધરપકડ

ડ્રગ્સ પેડલરની ધરપકડ

પોલીસ તપાસમાં આફતાબે (Aftab) ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ડ્રગ્સનો (Drugs) બંધાણી આફતાબ સુરતથી ડ્રગ્સ મંગાવતો હોવાની વિગતો સામે આવી છે. સુરતના ડ્રગ્સ પેડલર પાસેથી આફતાબ ડ્રગ્સ મંગાવતો હતો. આ ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી લેવામાં આવી છે. આફતાબ, જે હાલમાં તિહાડ જેલમાં બંધ છે અને સીસીટીવીની દેખરેખ હેઠળ છે, કથિત રીતે ડ્રગ્સનું સેવન કરતો હતો. ગુજરાત પોલીસે સુરતમાંથી ડ્રગ્સ પેડલર ફૈઝલ મોમીનની ધરપકડ કરી છે. પોલીસને શંકા છે કે તે આફતાબને ડ્રગ્સ સપ્લાય કરતો હતો.


ફૈઝલ અને આફતાબના કનેકશન

ફૈઝલ અને આફતાબના કનેકશન

આફતાબ ડ્રગ્સનો બંધાણી છે અને તે ડ્રગ્સ સુરતથી મંગાવતો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે. આફતાબે પોલીસને જણાવ્યું કે ફૈઝલ મૌમિન નામના સુરતના ડ્રગ્સ પેડલર પાસેથી તે ડ્રગ્સ મંગાવતો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે ચાર દિવસ પહેલાં જ ફૈઝલ મોમિનની ધરપકડ કરી લીધી હતી. રૂપિયા 4 કરોડના ડ્રગ્સ કેસમાં ફૈઝલની મુંબઈથી ધરપકડ કરાઈ હતી. હવે પોલીસ ફૈઝલ મોમિનના ફોન રેકોર્ડ તપાસ કરી રહી છે. ફૈઝલ અને આફતાબના કનેકશન તપાસવામાં આવી રહ્યાં છે.


પોલીસને જંગલમાંથી મળેલા અવશેષોના ડીએનએ શ્રદ્ધાના પિતા સાથે મેચ થયા

પોલીસને જંગલમાંથી મળેલા અવશેષોના ડીએનએ શ્રદ્ધાના પિતા સાથે મેચ થયા

શ્રદ્ધા વાલ્કર મર્ડર કેસમાં જંગલમાંથી મળેલાં હાડકાંનો ડીએનએ શ્રદ્ધાના પિતા સાથે મેચ થઈ ગયો છે. આફતાબ અમીન પૂનાવાલાને શનિવારે 13 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. પિતા વિકાસ વાલ્કરે માંગ કરી છે કે, હત્યાનું સંપૂર્ણ સત્ય જાણવા માટે આ મામલે CBI તપાસ કરવામાં આવે. આફતાબ સતત પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે. એમ કહેવાય છે કે આફતાબનાં માતા-પિતા તેની હરકતોથી સારી રીતે વાકેફ હતાં. તપાસ બાદ હત્યા કેસમાં તેનાં માતા-પિતાની શું ભૂમિકા છે તે પણ બહાર આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top