પરવાનગી વગર પાર્ટી કરવી ભારે પડશે : 31 ડિસેમ્બર પહેલા સુરત પોલીસ એક્શન મોડમાં

પરવાનગી વગર પાર્ટી કરવી ભારે પડશે : 31 ડિસેમ્બર પહેલા સુરત પોલીસ એક્શન મોડમાં

12/28/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

પરવાનગી વગર પાર્ટી કરવી ભારે પડશે : 31 ડિસેમ્બર પહેલા સુરત પોલીસ એક્શન મોડમાં

સુરત: વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે તેથી ઘણા લોકો થર્ટી ફર્સ્ટ અને ન્યુ યરની ઉજવણી કરવાના મૂડમાં હશે પરંતુ કોરોનાની સ્થિતિને જોતા સુરત પોલીસ સતર્ક થઇ છે અને શહેરમાં વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન સઘન કરવામાં આવ્યું છે. 

31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન કોઈ અરાજકતા ન ફેલાય અને શહેરીજનોને સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે પોલીસ એલર્ટ મોડમાં છે અને એક્શન પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે. 


કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે 31 ડિસેમ્બર દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ એસઓજી અને મહિલા પોલીસ સહિત 500 જેટલા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ રોડ પર તૈનાત રહેશે. શહેર પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યાં ભારે ભીડ વધુ હશે ત્યાં શહેર પોલીસ જુદી જુદી ટીમોને પણ એલર્ટ કરશે.

કોરોનાને કારણે કેટલીક ઈવેન્ટ્સ રદ કરવામાં આવી છે. બીજી તરફ, ચાર દિવસ બાકી હોવા છતાં હજુ કોઈએ પણ પરવાનગી માગી નથી. પોલીસે જણાવ્યું હતું કે, સરકારના નિયમો અનુસાર ગાઈડલાઈન પ્રમાણે લોકો થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી શકશે. સરકારે હાલ જાહેર કાર્યક્રમો માત્ર 400 લોકોની પરવાનગી આપી છે.


આ સમય દરમિયાન ખાસ ટીમ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવશે. જ્યારે રસ્તા પર સ્ટંટ કરનારા અથવા વધુ ઝડપે વાહન ચલાવનારાઓ સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. થર્ટી ફર્સ્ટ પાર્ટીના આયોજકોને પણ સુરક્ષા માટે સૂચના આપવામાં આવી છે. ફાયર સેફ્ટી અને સિક્યુરિટી માટે પણ ખાસ વ્યવસ્થા કરવા માટે તાકીદ કરવામાં આવી છે. 

હાલ શહેરમાં રાત્રે 11 વાગ્યાથી કર્ફ્યુ લાગુ થઇ જાય છે જેથી તે પહેલા જ ઉજવણી પૂર્ણ કરવી પડશે. રાત્રિ કર્ફ્યુ દરમિયાન જરૂરી કારણો વગર બહાર નીકળશે તેમની વિરુદ્ધ પણ પોલીસ કાર્યવાહી કરશે તેમ જણાવવામાં આવ્યું છે. ઉપરાંત, દરેક પાર્ટીઓ ઉપર પણ નજર રહેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top