નવાઈની વાત છે, આ કપડાના કાન સાંભળે છે દિલની ધડકન ! જાણો આવું કેવી રીતે થાય છે

નવાઈની વાત છે, આ કપડાના કાન સાંભળે છે દિલની ધડકન ! જાણો આવું કેવી રીતે થાય છે

05/16/2022 World

SidhiKhabar

SidhiKhabar

નવાઈની વાત છે, આ કપડાના કાન સાંભળે છે દિલની ધડકન ! જાણો આવું કેવી રીતે થાય છે

આ દુનિયામાં ઘણી વસ્તુઓ એવી હોય છે, જેને જાણીને નવાઈ લાગે છે. આવી જ એક ખબર સામે આવી છે, જેને જાણીને તમને નવાઈ લાગશે. હવે માણસો સિવાય કપડા પણ આપણી વાતો સાંભળે છે. અમેરિકાના (America) મેસાચુસેટ્સ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના (Massachusetts Institute of Technology) વૈજ્ઞાનિકોએ એક સ્માર્ટ કપડુને તૈયાર કર્યુ છે. જે અવાજને ઓળખી શકે છે. વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલુ ફેબ્રિક માઈક (Fabric Mike) અને સ્પીકરની જેમ કામ કરે છે.  માણસોના અવાજ, પક્ષીઓ, ઉડતા પાંદડાની અવાજ સરળતાથી ઓળખી શકે છે.


આ રિસર્ચ નેચર જનરલમાં પ્રકાશિત કરવામાં આવ્યુ છે. રિસર્ચ મુજબ, આ ફાઈબર્સને એક કપડામાં સિવવામાં આવ્યું છે. જે અવાજ સાંભળી શકે છે. તે એક ખાસ મટિરિયલથી બનાવવામાં આવ્યું છે. આ કપડામાં ઈલેક્ટ્રિકલ સિગ્નલ રિલીઝ થાય છે. તેનાથી ખબર પડે છે કે, કોઈ વ્યક્તિના દીલની ધડકન કેવી ચાલી રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, આ કપડુ અવાજ અને ઘોંધાટ વચ્ચેના તફાવતને પણ સમજી શકે છે.


કેવી રીતે કપડુ કામ કરે છે :

સંશોધનકારો જણાવે છે કે, અવાજ અને કપડા વચ્ચે સદીઓ જૂનો સંબંધ છે. તેમનુ કહેવુ છે કે, આ કપડુ ઘરની શાંતિ અને ટ્રાફિકના ઘોંઘાટને પણ સમજી શકે છે. સૌથી ખાસ વાત તો એ છે કે, અવાજ કઈ દિશામાંથી આવે છે તે પણ આ કપડુ બતાવી શકે છે. આ ફાઈબરથી બનેલી શર્ટ કોઈ શખ્સ પહેરે તો તેના હાર્ટ બીટ વિશે પણ માહિતી મળી શકે છે.


શોધકર્તાઓએ જણાવ્યુ કે, આ ખાસ ફેબ્રિકથી બનેલો શર્ટ કઈ વ્યક્તિ પહેરે છે તો, તેની સ્કીન કપડાના સંપર્કમાં રહે છે. જેનાથી હાર્ટબીટ મોનિટર કરી શકાય છે. તેને રિયલ ટાઈમમાં સમજી શકાય છે અને એમ્પિલફાઈ પણ કરી શકાય છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આ ફેબ્રિકથી બનાવેલા કપડા દિલની બિમારી સહિત અન્ય ઘણા રોગોને ડિટેક્ટ કરી શકીએ છે. જો લોકો સાંભળી નથી શકતા તે ફેબ્રિકથી સાઉન્ડને એમ્પિલફાઈ કરી શકો છો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top