કોરોનાના નવા વેરિયન્ટથી સંક્રમિત વ્યક્તિમાં કેવા લક્ષણો જોવા મળ્યા?

કોરોનાના નવા વેરિયન્ટથી સંક્રમિત વ્યક્તિમાં કેવા લક્ષણો જોવા મળ્યા?

12/03/2021 National

SidhiKhabar

SidhiKhabar

કોરોનાના નવા વેરિયન્ટથી સંક્રમિત વ્યક્તિમાં કેવા લક્ષણો જોવા મળ્યા?

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલા કોરોનાના નવા વેરિયન્ટે ઠરીઠામ થઇ રહેલી દુનિયાને ફરી ચિંતામાં મૂકી દીધી છે. અમેરિકા, બ્રિટન સહિતના દેશોમાં આ વેરિયન્ટના કેસો મળી આવ્યા છે, જેના કારણે કોરોનાના કેસ ઓછા થવાના કારણે જે પ્રતિબંધો હટાવવામાં આવ્યા હતા, તેમાંથી કેટલાક ફરી લાગુ કરી દેવામાં આવ્યા છે. 

ગઈકાલ સુધી વેરિયન્ટની અસરથી બાકાત રહેલા ભારતમાં પણ બે કેસ એકસાથે મળી આવ્યા છે. બંને કેસ કર્ણાટક રાજ્યમાં નોંધાયા છે અને ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે આ બાબતની અધિકારીક પુષ્ટિ પણ કરી છે. હાલ બંને દર્દીઓની સારવાર ચાલી રહી છે. 


કોરોનાનો આ નવો વેરિયન્ટ ઘાતક છે કે નહીં અને છે તો કેટલો ઘાતક છે તે અંગે હજુ અભ્યાસ ચાલી રહ્યો છે. નિષ્ણાતો આ અંગે પોતાની રીતે મત રજૂ કરી રહ્યા છે. પરંતુ આ વેરિયન્ટના લક્ષણો શું છે તે અંગે જાણકારી બહાર આવી છે. 

જે નવા બે કેસ નોંધાયા છે, તેમાંથી એક 66 વર્ષીય પુરુષ છે, જેઓ 20 નવેમ્બરે બેંગ્લોર આવ્યા હતા અને જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો હતો. જ્યારે અન્ય એક 46 વર્ષીય ડોક્ટર છે, જેઓ સરકારી હોસ્પિટલમાં કામ કરે છે અને તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. 

46 વર્ષીય ડોક્ટરમાં વધારે પડતો થાક, નબળાઈ અને તાવ જેવા લક્ષણો દેખાયા બાદ તેમણે ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટીવ આવ્યો. તેમની CT વેલ્યૂ ઓછી હતી, તેથી સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યું. તેમના સંપર્કમાં આવેલ અન્ય પાંચ લોકોનો રિપોર્ટ પણ પોઝીટિવ આવ્યો હતો. 


ડેલ્ટા જેવા ગંભીર લક્ષણો નથી

દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોના મત અનુસાર, આ વેરિયન્ટના લક્ષણો બહુ ગંભીર નથી અને જેના કારણે મોટાભાગના લોકોને તેની ખબર પડતી નથી. જોકે, તેના કારણે સંક્રમણ સરળતાથી ફેલાવાની પણ શક્યતા છે. 

કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, હાલ ઓમિક્રોન કઈ રીતે ફેલાય છે તે અંગે કંઈ કહી શકાય નહીં. કારણ કે તમામ 6 લોકોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમાંથી તમામની સ્થિતિ સ્થિર છે. ડેલ્ટા વેરિયન્ટમાં શ્વાસ લેવાની તકલીફ હતી પરંતુ ઓમિક્રોનમાં આવા કોઈ લક્ષણો દેખાય રહ્યા નથી. તેના લક્ષણો બહુ હળવા છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top