બિચારા જેઠાલાલની આટલા વર્ષોની મહેનત ગઈ પાણીમાં! બબીતાજી પડી ટપુના પ્રેમમાં!

બિચારા જેઠાલાલની આટલા વર્ષોની મહેનત ગઈ પાણીમાં! બબીતાજી પડી ટપુના પ્રેમમાં!

09/09/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

બિચારા જેઠાલાલની આટલા વર્ષોની મહેનત ગઈ પાણીમાં! બબીતાજી પડી ટપુના પ્રેમમાં!

'તારક મેહતા કા ઉલટા ચશ્માં'(tarak mehta ka oolta chsma) શો વર્ષોથી લોકોને હસાવી રહ્યો છે. આ શો એટલો બધો જાણીતો થઈ ગયો છે કે, આજે નાનાથી લઈને મોટી ઉમરના તમામ વ્યક્તિને તેના વિશે ખબર છે. બધા જ પાત્રો સીરીયલમાં એવા છે કે, જે લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. તેમાં ખાસ કરીને દયા અને જેઠાલાલ, બબીતા અને જેઠાલાલની જોડીમાં લોકોને ખૂબ મજા આવે છે. સિરીયલમાં જેઠાલાલ હમેશા બબીતાની પાછળ લટ્ટુ થયેલો જોવા મળે છે. જેના પર ઘણા બધા મીમ્સ આવતા હોય છે, પરંતુ હાલમાં ચાલી રહેલ ચર્ચા બબીતા અને જેઠાલાલ નહિ, પરંતુ બબીતા અને ટપુ બાબતમાં છે.


ટપુ અને બબીતા વચ્ચે ચાલી રહી છે પ્રેમલીલા :

ટપુ અને બબીતા વચ્ચે ચાલી રહી છે પ્રેમલીલા :

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં 'બબીતા ​​જી'નું (Babita)પાત્ર ભજવી રહેલી અભિનેત્રી મુનમુન દત્તા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ જોવા મળે છે, અને તે મોટા ભાગે હેડલાઇન્સમાં રહેતી હોય છે. હાલમાં ચાલી રહેલ સોશિયલ મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે, કે તે તારક મેહતા કા ઉલટા ચશ્માં શોના 'ટપ્પુ'  એટલે કે અભિનેતા રાજ અનાદકટ બંને એક બીજાના પ્રેમમાં(relationship) છે. બબીતાજી ટપુ(tapu) કરતા લગભગ ૯ વર્ષ મોટી છે. ટપુની ઉમર ૨૪ વર્ષ છે અને બબીતાની ૩૩ વર્ષ છે. જો કે, હજી સુધી તેણે  આ અહેવાલો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. ટપુ અને બબીતા વચ્ચે ચાલી રહેલા આ સંબધો વિશે ગોકુલધામની આખી ટીમને ખબર છે. મળેલી માહિતી અનુસાર, તેમના પરિવારને પણ તેમના વચ્ચે ચાલી રહેલા આ અફૈર વિશે જાણ છે. તારક મેહતાના તમામ કલાકારો બંનેને સમાન નજરથી જ જોવે છે. કોઈ તેમનો મજાક ઉડાવતું નથી. છેલ્લા ઘણા ટાઈમથી ચુપકે ચુપકે તેઓ એક બીજાને ડેટ કરી રહ્યા છે, છતાં લોકોને આની ભનક પણ લાગવા ન દીધી.


મુનમુન દત્તા આગળ પણ આ કલાકારના પ્રેમમાં પડી હતી :

હજી સુધી તેમણે તેમના પ્રેમ વિશે કોઈ અપડેટ કર્યું નથી. આ આગળ પણ મુન મુન  દત્તાનું અંગત જીવન વિષેની ચર્ચાઓ થઈ ચૂકી છે. ઘણા અભિનેતા સાથે તેના લગ્નની  અફવાઓ ઉડી હતી. આ પેહલા મુન મુન દત્તાએ બીગ બોસમાં આવી ગયેલા અરમાન કોહલીને પણ ૨૦૦૮ ડેટકરી ચૂકી છે. અરમાનના ગુસ્સાની પ્રોબ્લમ ના પગલે બંને જુદા થઈ ગયા હતા.

હાલમાં હવે બબીતા ૨ મહિનાની રજા પૂરી કરી શોમાં પરત ફરી રહી છે. ત્યારે હવે થોડા ટાઈમમાં દયા પણ પાછી આવાની છે તેવી જાણકારી મળી રહી છે.      

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top