અમેરિકાના ઈતિહાસમાં ‘બ્લેક ડે’ તરીકે ઓળખાતા દિવસે યોજાઈ શકે છે તાલિબાની સરકારની શપથવિધિ!

અમેરિકાના ઈતિહાસમાં ‘બ્લેક ડે’ તરીકે ઓળખાતા દિવસે યોજાઈ શકે છે તાલિબાની સરકારની શપથવિધિ!

09/10/2021 World

SidhiKhabar

SidhiKhabar

અમેરિકાના ઈતિહાસમાં ‘બ્લેક ડે’ તરીકે ઓળખાતા દિવસે યોજાઈ શકે છે તાલિબાની સરકારની શપથવિધિ!

કાબુલ: અફઘાનિસ્તાનમાં કબજો મેળવી લીધા બાદ અને સરકારની ઘોષણા કર્યા બાદ આખરે લગભગ એક મહિના બાદ તાલિબાની સરકારનું શપથગ્રહણ થવા જઈ રહ્યું છે. તાલિબાને શપથગ્રહણ માટે એવો દિવસ પસંદ કર્યો છે જે વિશ્વની સૌથી જૂની લોકશાહી અને અફઘાનિસ્તાનમાં હાલ ચાલી રહેલ ઘટનાઓ પાછળ જવાબદાર દેશ અમેરિકાના ઈતિહાસમાં સૌથી કાળા દિવસ તરીકે લખાયો છે; 9/11.

મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે કે તાલિબાન આવતીકાલે એટલે કે 9/11 ના દિવસે સરકાર રચી શકે છે. નોંધવું જરૂરી છે કે તાલિબાન આ અગાઉ 33 મંત્રીઓવાળી ‘આતંકી સરકાર’નું એલાન કરી ચુક્યું છે. તાલિબાને ચીન અને પાકિસ્તાનને આ શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે.


આ દેશોને સામેલ થવા માટે આમંત્રણ

રિપોર્ટ્સ અનુસાર, તાલિબાને સરકારના ગઠન દરમિયાન સામેલ થવા માટે કેટલાક દેશોને આમંત્રણ આપ્યું છે. જેમાં ચીન અને પાકિસ્તાન ઉપરાંત, તુર્કી, રશિયા, ઈરાન અને કતરનો સમાવેશ થાય છે. જેમાંથી કતરને બાદ કરતા બાકીના તમામ રાષ્ટ્રો સાથે અમેરિકાના સબંધો સારા રહ્યા નથી.


૩૩ મંત્રીઓવાળી તાલિબાની સરકારનું એલાન

એ પણ નોંધવું જોઈએ કે બે વખત સરકારની રચના ટાળ્યા બાદ આખરે મંગળવારે તાલિબાને વચગાળાની સરકારનું એલાન કર્યું હતું. તાલિબાની સરકારનો વડો સંગઠનનો સુપ્રીમ લીડર હિબતુલ્લાહ અંખુદઝાદા રહેશે. તેની સાથે અન્ય 33 જેટલા મંત્રીઓ બનાવવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના અને ખાસ કરીને મહત્વના પદ પર એવા લોકો સામેલ છે જેઓ કાં તો યુએનના ગ્લોબલ ટેરેરિસ્ટ લિસ્ટમાં સામેલ છે અથવા અમેરિકાના હીટ લિસ્ટમાં તેમના નામ છે. તાલિબાની સરકારમાં તાલિબાન અને હક્કાની નેટવર્કના માણસોને સ્થાન આપવામાં આવ્યું છે.


ઓસામા બિન લાદેનને શોધવા માટે અમેરિકાએ સૈન્ય અભિયાન ચલાવ્યું

ઓસામા બિન લાદેનને શોધવા માટે અમેરિકાએ સૈન્ય અભિયાન ચલાવ્યું

તાલિબાની સરકારની શપથવિધિનું આયોજન હાલ ચાલી રહ્યું છે, જોકે હજુ સુધી એ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી કે તે આવતીકાલે જ યોજાશે. અફઘાનિસ્તાન કબજે કર્યા બાદ તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું હતું કે, ઓસામા બિન લાદેનના 9/11 ના હુમલામાં સામેલ હોવાના કોઈ પુરાવા નથી. ઓસામા બિન લાદેન જ્યારે અમેરિકા માટે આફત બનવાનું શરૂ થયું ત્યારે તે અફઘાનિસ્તાનમાં હતો. પણ તેના કોઈ સબૂતો નથી કે તે હુમલામાં સામેલ હતો.’

ઓસામા બિન લાદેન આતંકી સંગઠન અલ-કાયદાનો વડો હતો, જેણે અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર 11 સપ્ટેમ્બર, 2001 ના દિવસે હુમલો કરાવ્યો હતો. જેમાં હજારો અમેરિકી નાગરિકો માર્યા ગયા હતા. આ હુમલા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પ્રવેશીને ઓસામાને શોધવા માટે સૈન્ય અભિયાન શરૂ કર્યું હતું. જોકે, વર્ષ 2011 માં, ઓસામા પાકિસ્તાનના અબોતાબાદમાં મળી આવ્યો હતો. ત્યારબાદ મે, 2011 માં અમેરિકી સેનાએ એક ખાસ ઓપરેશનમાં લાદેનને ઠાર કરી દીધો હતો. 9/11 અટેકના બરાબર 20 વર્ષ બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર બનાવવા જઈ રહ્યું છે!


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top