ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

01/22/2021 Religion & Spirituality

પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો ટેલ્સ
પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો કાર્ડ એક્સપર્ટ

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

સુપ્રભાત. આજે 22 જાન્યુઆરી, શુક્રવારનું ટેરો રીડીંગ નીચે મુજબ છે.


મેષ રાશિ - Aries

TWO OF PENTACLES

આજના દિવસે બેંક ટ્રાન્સફર કરશો, આજનો દિવસ થોડો ચેલેન્જિંગ લાગશે, પરંતુ તમારા એ ચેલેન્જ તરફના પ્રતિભાવ પ્રમાણે રિઝલ્ટ મળશે, નાણાકીય કોઈ રમત તમે રમી રહ્યા છો તો સંભાળીને રમવું, આજે મલ્ટિટાસ્કિંગ કાર્ય કરશો.

કરિયર : ઇકોનોમીને લખતા કાર્ય કરનારા માટે આજનો દિવસ સારો રહેશે

રિલેશન : પાર્ટનર સાથે ઈમોશનલ બેલેન્સ જળવાયેલું રહેશે.

હેલ્થ : ડાયટ પર ખાસ ધ્યાન આપવું

શુભ રંગ : ગ્રીન

શુભ અંક : 2


વૃષભ રાશિ - Taurus

THREE OF CUPS

આજના દિવસે જૂના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે, કોઈ નવા સમાચાર આવી શકે છે, તમે કરેલા કાર્ય નું રીઝલ્ટ તમારી ફેવરમાં આવતું જણાય, જ્યારે અમુક લોકો માટે આ કાર્ડ તેમનું વિપરીત હોય.

કરિયર : આજના કાર્યમાં સફળતા મળશે

રિલેશન : હાર્મની જળવાઈ રહેશે

હેલ્થ : ઓવર ઇટીંગ અને સ્મોકિંગ પર કંટ્રોલ રાખવો

શુભ રંગ : રેડ

શુભ અંક : 6


મિથુન રાશિ – Gemini

SEVEN OF CUPS

આજના દિવસ માટે થોડા કન્ફ્યુઝ રહેશો, તમારા ઘણા બધા સપના અને મહત્વકાંક્ષાઓ અધૂરી રહેતી જણાય, આજે તમારી પાસે ઘણી બધી ચોઈસ અથવા ઓપ્શનસ હશે તો સંભાળીને સિલેક્ટ કરવું,

કરિયર : આજે કાર્યો તમારી તરફેણમાં થશે

રિલેશન : સારા રહેશે, સિંગલ લોકો માટે મેરેજ પ્રપોઝલ આવી શકે છે

હેલ્થ : ઊંઘ ન આવવાની ફરિયાદ રહે, પાણી વધારે પીવું

શુભ રંગ : બ્લેક

શુભ અંક : 8


કર્ક રાશિ – Cancer

THE TOWER

આજના દિવસે કોઈ અણધાર્યા સમાચાર મળે, લાઇફમાં ડ્રામેટિક બદલાવ જણાય, સંઘર્ષ ભર્યું વાતાવરણ લાગે, જ્યારે અમુક લોકો માટે કોઈ વસ્તુનો અંત થાય અને નવી શરૂઆત થાય, આજનું કાર્ડ પોતાને પોઝિટિવ રાખવા માટે સૂચવી જાય છે

કરિયર : શેર માર્કેટમાં જાળવીને આગળ વધવું નુકસાન થઈ શકે છે,

રિલેશન : અમુક લોકોના રિલેશનનો અહીં અંત જણાય છે, જ્યારે અમુક લોકોમાં નવા રિલેશન બંધાઈ શકે છે

હેલ્થ : માથાના દુખાવાની તકલીફ રહે

શુભ રંગ : ગ્રીન

શુભ અંક : 7


સિંહ રાશી - Leo

ACE OF WANDS

આજે તમે કોઈ નવું કાર્ય શરૂ કરશો અથવા ઇન્વેન્શન કરશો, આજે તમે ખૂબ મહત્વાકાંક્ષી અને ઉત્સાહ અનુભવશો ફ્યુચર માટેનું કોઈ ફાઉન્ડેશન કરશો, જ્યારે અમુક લોકોના ઘરમાં નવું ફેમીલી મેમ્બર આવવાના સમાચાર મળે

કરિયર : ઇનોવેટિવ રહે

રિલેશન : ફીમેલ પાર્ટનરનો સ્વભાવ થોડો ગરમ રહે

હેલ્થ : સારી રહે

શુભ રંગ : ઓકર યલો

શુભ અંક : 3


કન્યા રાશિ - Virgo

WHEEL OF FORTUNE

આજનો દિવસ ખૂબ જ પોઝિટિવ રહેશે આજે તમારુ નસીબ તમારી સાથે છે, અણધાર્યા સારા સમાચાર આવે, લાઈટ બદલાતી લાગે નસીબ નું પત્તુ ખૂલતુ જણાય.

કરિયર : પ્રમોશન આવી શકે છે, સમૃદ્ધિ તમારી સાથે જણાય

રિલેશન : સારા રહેશે

હેલ્થ : જો કોઈ લાંબા સમયથી બીમાર હશે તો તેની હેલ્થમાં સુધારો જણાય,

શુભ રંગ : ઓરેન્જ

શુભ અંક : 4


તુલા રાશિ - Libra

THREE OF CUPS

જૂના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે કોઈ સમારંભમાં જવાનું થશે, સફળતાનું પરિણામ મળે, પ્રારબ્ધ સાથે જણાય, જ્યારે અમુક લોકો માટે આજનો દિવસ નિરાશા આપનારો રહેશે

કરિયર : કોઈ ક્રિએટિવિટીમાં સફળ થશો

રિલેશન : તમારા પાર્ટનર સાથે તમારા મેરેજ ફિક્સ થઈ શકે છે

હેલ્થ : સારી રહેશે, કોઈ કુટેવથી પીડાતા હો તેવું લાગશે

શુભ રંગ : મરૂન

શુભ અંક : 6


વૃશ્ચિક રાશિ - Scorpio

PAGE OF WANDS

આજનો દિવસ સારો રહેશે, કોઈ માલિકી પ્રાપ્ત થશે, અમુક લોકો માટે અમુક કાર્ય પાછળ ઠેલાતા જણાય, કોઈ નવું કાર્ય શીખો, ભૂતકાળમાં થયેલા દગા ના લીધે કોઈ પર વિશ્વાસ કરવામાં મુશ્કેલી જણાય,

કરિયર : નવા કાર્યની શરૂઆત થશે,

રિલેશન : પાર્ટનરની પ્રામાણિકતા પર શક થઈ શકે છે

હેલ્થ : હલકો ખોરાક લેવો, મધ્યમ રહેશે

શુભ રંગ : બ્રાઉન

શુભ અંક : 2


ધનુ રાશિ - Sagittarius

THE STAR

કોઈ અંધકારમાંથી બહાર આવતા તમે અનુભવશો, આજે તમારો  આઉટ લુક તમે ચેન્જ કરશો, પ્રારબ્ધ સાથ આપશે, પરંતુ તેના માટે તમારે કાર્ય કરવું પડશે, તમારી નામના થશે, પોતાને ખૂબ જ શાંત અનુભવશો.

કરિયર : આજે કોઈ નવી રીતથી કાર્ય શરૂ કરશો જેમાં સફળ થશો

રિલેશન : એકબીજાને પૂરો સાથ અને સમય આપતા જણાય, ફરી રિલેશનમાં  સ્પાર્ક આવ્યો હોય હોય તેવૂ અનુભવશો

હેલ્થ : હેલ્થ માં સુધારો આવશે

શુભ રંગ : રેડ

શુભ અંક : 8


મકર રાશિ - Capricorn

NINE OF CUPS

આજનો દિવસ ખૂબ જ પોઝિટિવ છે માન-પ્રતિષ્ઠા હોદો મળે તેવી સંભાવના છે, જો કોઈ કાર્ય કાલ પર થયેલું હોય તો આજનો દિવસ ખૂબ જ સારો છે આજે એ કાર્ય કરી શકો છો, તમારી કોઈ યોજના પૂર્ણ થતી જણાય અને તેની ખુશી થાય

કરિયર : તમારા કાર્યની પ્રશંસા થશે એક અલગ ઓળખ મળી શકે છે

રિલેશન : સારા રહેશે પરંતુ અમુક લોકો માટે ગુસ્સાને લીધે ઝઘડા થઈ શકે છે

હેલ્થ : હલકો ખોરાક લેવો

શુભ રંગ : રેડ

શુભ અંક : 1


કુંભ રાશિ - Aquarius

THE STAR

કોઈ અંધકારમાંથી બહાર આવતા તમે અનુભવશો, આજે તમારો  આઉટ લુક તમે ચેન્જ કરશો, પ્રારબ્ધ સાથ આપશે, પરંતુ તેના માટે તમારે કાર્ય કરવું પડશે, તમારી નામના થશે, પોતાને ખૂબ જ શાંત અનુભવશો.

કરિયર : આજે કોઈ નવી રીતથી કાર્ય શરૂ કરશો જેમાં સફળ થશો

રિલેશન : એકબીજાને પૂરો સાથ અને સમય આપતા જણાય, ફરી રિલેશનમાં  સ્પાર્ક આવ્યો હોય હોય તેવૂ અનુભવશો

હેલ્થ : હેલ્થ માં સુધારો આવશે

શુભ રંગ : રેડ

શુભ અંક : 8


મીન રાશિ - Pisces

PAGE OF PENTACLES

આજે તમે ખૂબ જ પ્રોત્સાહિત હશો, તમારી આસપાસના લોકો પણ તમને જોઈને પ્રોત્સાહિત થશે, તમને પોતાને તમારી જવાબદારીઓ પૂરી કરવા પર અભિમાન થશે આજ મહેનત વાળું કાર્ય કરશો, તમારાથી નાની ઉંમરના લોકો તમારી સલાહ લેવા માટે તમારી આસપાસ ફરશે.

કરિયર : સ્ટુડન્ટને સ્કોલરશિપ મળી શકે તેવા યોગ છે

રિલેશન : સારા રહેશે

હેલ્થ : માથા પર વજન લાગતો જણાય

શુભ રંગ : યલો

શુભ અંક : 1


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top