‘દૈનિક ભાસ્કર’ રેડ: 700 કરોડની આવક પર ટેક્સ ચોરીનો ખુલાસો: ઇન્ક્ક્મ ટેક્સ વિભાગે શું કહ્યું?

‘દૈનિક ભાસ્કર’ રેડ: 700 કરોડની આવક પર ટેક્સ ચોરીનો ખુલાસો: ઇન્ક્ક્મ ટેક્સ વિભાગે શું કહ્યું?

07/25/2021 Business

SidhiKhabar

SidhiKhabar

‘દૈનિક ભાસ્કર’ રેડ: 700 કરોડની આવક પર ટેક્સ ચોરીનો ખુલાસો: ઇન્ક્ક્મ ટેક્સ વિભાગે શું કહ્યું?

નવી દિલ્હી: ટેક્સ ચોરીના આરોપોનો સામનો કરી રહેલા અખબાર જૂથ ‘દૈનિક ભાસ્કર’ને (Dainik Bhaskar) લઈને ઇન્કમ ટેક્સ (Income tax) વિભાગે મોટો ખુલાસો કર્યો છે. આઈટી વિભાગે ગુરુવારે દૈનિક ભાસ્કર જૂથના અમદાવાદ, જયપુર, દિલ્હી અને ઇન્દોરની કચેરીઓ ઉપર દરોડા પાડ્યા હતા. હવે વિભાગ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે દરોડા બાદ 2,200 કરોડ રૂપિયાની કાલ્પનિક લેવડદેવડ અંગે માહિતી મળી છે તેમજ છ વર્ષોમાં 700 કરોડની આવક પર ટેક્સ ચોરી, શેર બજારના નિયમોનું ઉલ્લંઘન અને લિસ્ટેડ કંપનીઓ પાસેથી નફાની હેરફેરના તેમને સબૂતો મળ્યા છે.

ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, 22 જુલાઈએ આય્ક્ત અધિનિયમ, 1961 ની ધારા 132 હેઠળ પ્રમુખ વ્યવસાયી સમૂહો ઉપર તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જે મીડિયા, વીજળી, કાપડ અને રિયલ એસ્ટેટ સહિતના વિભિન્ન ક્ષેત્રોના વ્યવસાયોમાં સામેલ છે. આ ગૃપનું વાર્ષિક ટર્ન ઓવર 6,000 કરોડ જેટલું છે. વિભાગે જણાવ્યું કે, અમદાવાદ, મુંબઈ, દિલ્હી, ઇન્દોર અને ભોપાલ સહિત ૯ શહેરોમાં ફેલાયેલા 20 આવાસીય અને 12 વ્યાવસાયિક પરિસરોમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.


આ ગૃપમાં હોલ્ડિંગ અને સહાયક કંપનીઓ સહિત 100 થી વધુ કંપનીઓ છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેઓ પોતાના કર્મચારીઓના નામ પર ઘણી કંપનીઓનું સંચાલન કરતા હતા, જેનો ઉપયોગ ફર્જી ખર્ચના બુકિંગ અને ફંડના રૂટિંગ માટે કરવામાં આવ્યો. ઉપરાંત, વિભાગે જણાવ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કેટલાક કર્મચારીઓ જેમના નામ શેરધારકો અને ડાયરેક્ટરો તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા, તેમણે સ્વીકાર્યું છે કે તેમને આવી કંપનીઓ અંગે કોઈ જાણકારી ન હતી અને તેમણે પોતાના આધાર કાર્ડ અને ડિજીટલ હસ્તાક્ષર વિશ્વાસ દાખવીને આપ્યા હતા. ઉપરાંત કેટલાક સબંધીઓ અંગે પણ જાણકારી  મળી છે જેમણે સ્વેચ્છાએ અથવા જાણીજોઈને હસ્તાક્ષર કર્યા હોય પરંતુ કંપનીઓની વ્યાવસાયિક ગતિવિધિઓ ઉપર તેમનું કોઈ નિયંત્રણ ન હતું.

વિભાગ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, કંપનીઓનો ઉપયોગ ફર્જી ખર્ચના બુકિંગ, લિસ્ટેડ કંપનીઓ પાસેથી નફો કમાવો, રોકાણ કરવા માટે નજીકની કંપનીઓમાં ફંડ સ્થાનાંતરિત કરવું અને સર્ક્યુલર લેવડદેવડ વગેરે જેવા હેતુઓ માટે કરવામાં આવતો હતો. ઉપરાંત, તપાસમાં જાણવા મળ્યા અનુસાર આ બધા ઉપાયો ઇન્કમ ટેક્સથી બચવા માટે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શેરબજારના નિયમોના ઉલ્લંઘન અંગે પણ માહિતી મળી છે. બેનામી લેવડદેવડ નિષેધ અધિનિયમની પણ તપાસ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top