તાલુકા વિકાસ અધિકારી ઓફિસમાં જ ટલ્લી થઇ ગયા, અરજદારો સાથે ગેરવર્તન કર્યાનો આક્ષેપ

તાલુકા વિકાસ અધિકારી ઓફિસમાં જ ટલ્લી થઇ ગયા, અરજદારો સાથે ગેરવર્તન કર્યાનો આક્ષેપ

11/03/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

તાલુકા વિકાસ અધિકારી ઓફિસમાં જ ટલ્લી થઇ ગયા, અરજદારો સાથે ગેરવર્તન કર્યાનો આક્ષેપ

ડીસા:  આમ તો રાજ્યમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે અને જે હેઠળ દારૂનું વેચાણ કે સેવન પ્રતિબંધિત છે પરંતુ હવે સરકારી ઓફિસોમાં પણ દારૂ પહોંચી ગયો છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી પોતાની ચેમ્બરમાં દારૂ પીધેલી હાલતમાં પકડાયા હતા. પીધેલી હાલતમાં તેમણે વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરતા મામલો સામે આવ્યો હતો.


વિદ્યાર્થીઓને કામમાં ધક્કા ખાવા પડતા હોવાથી રજૂઆત માટે ગયા હતા

બનાવની વિગત એવી છે કે, બનાસકાંઠાની ડીસા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી બી.ડી સોલંકી કચેરીમાં દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હોવાનું અને કચેરીએ કામ માટે આવતા વિદ્યાર્થીઓ અને અરજદારો સાથે ગેરવર્તન કર્યાના આક્ષેપો ખુદ વિદ્યાર્થીઓએ કર્યા છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે તેમને કામ માટે ધક્કા ખાવા પડી રહ્યા છે અને તેની રજૂઆત ટીડીઓને કરવામાં આવી તો તેમણે નશાની હાલતમાં અરજદારો સાથે ગાળાગાળી કરી હતી.


ટીડીઓ કચેરીએ હોબાળો

વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેમણે છેલ્લા ઘણા સમયથી ડીસા તાલુકા પંચાયત ખાતે આવકના દાખલા અને અન્ય દસ્તાવેજો માટે ધક્કા ખાવા પડી રહ્યા છે. જ્યારે તેમનું કામ ન થયું તો તેઓ રજૂઆત માટે ટીડીઓની ચેમ્બરમાં ગયા હતા. પરંતુ વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, તેઓ પહોંચ્યા ત્યારે ટીડીઓ દારૂ પીધેલી હાલતમાં હતા અને અરજદારોને ગાળાગાળી અને ધક્કા-મુક્કી કરીને કાઢી મુક્યા હતા. જેના લીધે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી મુક્યો હતો.

વિદ્યાર્થીઓએ પ્રાથમિક દ્રષ્ટિએ ટીડીઓએ નશીલા પદાર્થોનું સેવન કર્યું હોવાનું જણાવ્યું હતું તો ઘટનાને નજરે નિહાળનારા લોકોનું કહેવું છે કે તેઓ સભાન અવસ્થામાં ન હતા. વિદ્યાર્થીઓના હોબાળાને પગલે ડીસા પોલીસ ત્યાં આવી પહોંચી હતી તેમજ મીડિયા પણ પહોંચ્યું હતું. અહેવાલો જણાવે છે કે ટીડીઓ મીડિયા સાથે પણ વાતચીત કરવા સમર્થ ન હતા. ત્યારબાદ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.

હાલ પોલીસે તેમના સેમ્પલ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top