કૃણાલ પંડ્યા કોરોના પોઝિટીવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા વધુ બે ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત

કૃણાલ પંડ્યા કોરોના પોઝિટીવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા વધુ બે ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત

07/30/2021 Sports

SidhiKhabar

SidhiKhabar

કૃણાલ પંડ્યા કોરોના પોઝિટીવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા વધુ બે ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત

સ્પોર્ટ્સ ડેસ્ક: શ્રીલંકાના (Srilanka) પ્રવાસે ગયેલી ટીમ ઇન્ડિયાનો ઓલ રાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોનાથી સંક્રમિત થતા T-20 મેચ મોકૂફ રાખવી પડી હતી. હવે પંડ્યાના સંપર્કમાં આવેલા વધુ બે ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત થયા હોવાના અહેવાલ મળ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનરો યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) અને કૃષ્ણપ્પા ગૌતમ (Krushnappa Gautham) પણ કોરોનાથી સંક્રમિત થયા છે.

જાણવા મળ્યું છે કે યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌતમ ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યાના (Krunal pandya) સંપર્કમાં આવ્યા હતા. કૃણાલ 27 જુલાઈએ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેના સંપર્કમાં આવેલા 7 જેટલા ખેલાડીઓને આઇસોલેસનમાં મોકલાયા હતા, ચહલ અને ગૌતમ ઉપરાંત હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, પૃથ્વી શો, મનીષ પાંડે અને ઈશાન કિશન પણ કૃણાલના સંપર્કમાં આવ્યા હતા. જોકે, બાકીનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે કૃણાલ પંડ્યાના સંપર્કમાં આવેલ આ તમામ ખેલાડીઓ શ્રીલંકા સામેની બીજી અને ત્રીજી ટી -20માં ટીમ ઈન્ડિયાનો ભાગ નહોતા. કૃણાલને કોરોના પોઝિટિવ મળ્યા બાદ ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી T-20 મેચ મુલતવી રાખવામાં આવી હતી. આ મેચ 27 જુલાઈએ યોજાવાની હતી, જે પછીથી 28 જુલાઈએ રમાઈ હતી. કોલંબોમાં રમાયેલી શ્રેણીની બીજી ટી -20 માં ટીમ ઇન્ડિયાને 4 વિકેટે હરાવી શ્રીલંકાએ જીત મેળવી હતી.

પ્રથમ બેટિંગ કરતા ભારતે 132-5 રન બનાવ્યા હતા. તેના બદલામાં શ્રીલંકાએ 19.4 ઓવરમાં 6 વિકેટના નુકસાને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. મહત્વની વાત છે કે પહેલીવાર ભારત તરફથી એકસાથે ચાર ખેલાડીઓએ આ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. તેમાં દેવદત્ત પડિકલ, નીતીશ રાણા, ઋતુરાજ ગાયકવાડ, ચેતન સાકરિયાનો સમાવેશ થાય છે. ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રેણીની ત્રીજી મેચ ગુરુવારે રમાઈ હતી. શ્રીલંકાએ ત્રીજી મેચમાં ભારતને સાતથી હરાવ્યું હતું અને ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી હતી. 

ત્રીજી મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમ માત્ર 81 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં શ્રીલંકાએ 33 બોલ બાકી રહેતા સાત વિકેટે મેચ જીતી લીધી હતી. ધનંજય દ સિલ્વા 23 અને વાનીંદુ હસરંગા 14 રને અણનમ પરત ફર્યા હતા. ભારત માટે રાહુલ ચાહરે સારી બોલિંગ કરતા 15 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. છેલ્લી 9 દ્વિપક્ષીય ટી 20 શ્રેણીમાં ટીમ ઇન્ડિયાનો આ પહેલો પરાજય છે. અગાઉ આઠ શ્રેણીમાંથી ભારતે સાત શ્રેણી જીતી હતી અને એક શ્રેણી ડ્રો રહી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top