એવું તે શું થયું કે મધરાત્રે હિંમતનગરનાં વણઝારા વાસમાં પોલીસે ટિયર ગેસનાં સેલ છોડવા પડયાં, જાણો

એવું તે શું થયું કે મધરાત્રે હિંમતનગરનાં વણઝારા વાસમાં પોલીસે ટિયર ગેસનાં સેલ છોડવા પડયાં, જાણો શું છે સમગ્ર મામલો.

04/12/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

એવું તે શું થયું કે મધરાત્રે હિંમતનગરનાં વણઝારા વાસમાં પોલીસે ટિયર ગેસનાં સેલ છોડવા પડયાં, જાણો
  • હિંમતનગરના વણઝારા વાસમાં આવેલ હસનનગર વિસ્તારમાંથી પેટ્રોલ બૉમ્બ ફેંકાયા હોવાની આશંકા છે.
  • જેના પગલે ટોળાઓ સામસામે આવી જતાં સ્થિતિ તંગ બની હતી.
  • આ બાબતની જાણ થતાં તાત્કાલીક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ગુજરાતમાં (Gujarat) કેટલાક અસામાજિક તત્વો દ્વારા કાયદો અને વ્યવસ્થાની (Law and order) સ્થિતિ ડહોળવાની કોશિશ કરી રહ્યા છે. રામનવમીના (Ramanavami) દિવસે રાજ્યના ત્રણ જિલ્લા સાબરકાંઠા, આણંજ અને દ્વારકામાં કોમી વૈમનસ્ય ડહોળવાનો ગંભીર મામલો સામે આવ્યો હતો. હિમતનગરમાં રામનવમી નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા (Procession) પર પથ્થરમારો થયો હતો.

જ્યાં મામલો બેકાબુ બનતા શહેરમાં 144 કલમ લાગુ કરવામાં આવી હતી. હિંમતનગરમાં પોલીસ વિભાગનો વિવિધ કાફલો ખડેપગે રખાયો હતો. દિવસભર વાતાવરણ શાંત રહ્યા બાદ હિંમતનગરના વણઝારા વાસમાં ફરી હોબાળો થયો હોવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે.

મોડીરાત્રે હોબાળો ટિયર ગેસના સેલ છોડવા પડ્યા :

સાબરકાઠા જિલ્લાના હિંમતનગર વિસ્તારમાં મોડીરાત્રે હોબાળો થયો હોવાની માહિતી મળતા પોલીસ વિભાગમાં એક્શનમાં આવી ગયો હતો. પોલીસને જાણ થતાં ઉચ્ચ કાફલા સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં વણઝારા વાસમાં લોકોના ટોળાઓને વિખેરવા પોલીસને ટિયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે વણઝારા વાસમાં ટોળાઓ સામસામે આવી જતાં તેમને વિખેરવા માટે પોલીસે ટિયર ગેસના સેલ છોડાયા હતા.

આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, ગત મોડી રાત્રે અચાનક પથ્થરમારાનો બનાવ નોંધાયો હતો. દિવસભર વાતાવરણ શાંત રહ્યા બાદ હિંમતનગરના વણજારા વાસ તેમજ હસનનગરમાં તોફાન ફાટી નીકળ્યું હતું. જેમાં બે જૂથ સામસામે આવી જતા સ્થિતિ વણસી હતી.

 100 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી  :

જેમાં અસામાજિક તત્વોએ પેટ્રોલબોમ્બથી હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાને પગલે RPF સહિત પોલીસની ટીમ ગોઠવાઈ ગઈ હતી. ટોળાઓને છૂટા પાડવા માટે પોલીસે 7થી વધુ ટિયર ગેસના સેલ છોડી સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. હાલ હિંમતનગરમાં પરિસ્થિતિ કાબુમાં છે. બીજી બાજુ પોલીસે 100 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવામાં આવી છે.

એટલું જ નહીં, અસામાજિક તત્વોએ વણઝારા વાસમાં આવેલ હસનનગર વિસ્તારમાંથી પેટ્રોલ બૉમ્બ ફેંકાયા હોવાની આશંકા સેવી છે. જેના પગલે ટોળાઓ સામસામે આવી જતાં સ્થિતિ તંગ બની હતી.

ઉલ્લેખનીય છે કે, હિંમતનગરમાં રવિવારે રામનવમીના પર્વે નીકળેલી રામલલ્લાની શોભાયાત્રા પર પથ્થરમારા તેમજ દુકાનો અને વાહનોમાં આગચંપીની ઘટનાઓ બની હતી. જો કે દિવસ આથમવાની સાથે ફરીથી હિંમતનગરમાં હિંસા ભડકી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top