જે બ્રિજનું ઉદ્ઘાટન કરવા ગયા એ જ તૂટી ગયો, મેયર પત્ની સાથે નીચે પટકાયા, જાણો આખી ખબર

જે બ્રિજનું ઉદ્ઘાટન કરવા ગયા એ જ તૂટી ગયો, મેયર પત્ની સાથે નીચે પટકાયા, જાણો આખી ખબર

06/11/2022 World

SidhiKhabar

SidhiKhabar

જે બ્રિજનું ઉદ્ઘાટન કરવા ગયા એ જ તૂટી ગયો, મેયર પત્ની સાથે નીચે પટકાયા, જાણો આખી ખબર

વર્લ્ડ ડેસ્ક : એક શહેરમાં નવા પુલનો ઉદઘાટનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે વખતે પુલ અચાનક તુટી પડ્યો હતો અને ઉદઘાટન કરવા આવેલા મેયર, તેમના પત્ની અને કેટલાંક પત્રકારો નીચે પટકાઇ ગયા હતા. અચાનક પુલ તુટી જવાને કારણે આ વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાઇ ગયો હતો. જો કે સદનસીબે કોઇ અનિચ્છનીય ઘટના બની નહીં હોવાનું જાણવા મળ્યું છે. મેયર પણ સલામત છે.


બ્રિજનું ઉદ્ઘાટન કરવા મેયર અને તેની પત્ની આવ્યા હતા.

બ્રિજનું ઉદ્ઘાટન કરવા મેયર અને તેની પત્ની આવ્યા હતા.

બ્રિજના ઉદઘાટન માટે શહેરના મેયર અને અન્ય અધિકારીઓ પહોંચ્યા હતા. જ્યારે તેઓ આ પુલ પર ચઢ્યા ત્યારે તે ધડામ દઇને તૂટી પડ્યો હતો અને મેયર અને તેમના પત્ની સહિત લગભગ 2 ડઝન લોકો નીચે પટકાઇ ગયા હતા આનો એક વીડિયો પણ સામે આવ્યો છે.  આ ઘટના ભારતના કોઇ શહેરની નથી, પરંતુ મેક્સિકોની છે. આ ઘટના પરથી એ વાત સાબિત થાય છે કે ભ્રષ્ટ્રાચાર માત્ર ભારતમાં જ થાય એવું નહી, ભ્રષ્ટ્રાચારીઓ અન્ય દેશોમાં પણ હોય છે.


બ્રિજ ની સાંકળ ખુલ્લી જતા બની ઘટના

બ્રિજ ની સાંકળ ખુલ્લી જતા બની ઘટના

આ ઘટના મેક્સિકોના ક્વેર્નિવાકાની છે. શહેરના મેયર નદી પર બનેલા એક ફૂટબ્રિજનું ઉદઘાટન કરી રહ્યા હતા. લાકડાના બોર્ડ અને ધાતુની સાંકળોથી બનેલા આ પુલને ફરીથી બનાવવામાં આવ્યો હતો. પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના સાંકળોથી બોર્ડ અલગ થવાના કારણે બની છે.


પ્રાથમિક તારણ માં કોઈ જાનહાની ના સમાચાર નથી.

પ્રાથમિક તારણ માં કોઈ જાનહાની ના સમાચાર નથી.

શહેરના કાઉન્સિલ મેમ્બર્સ અને અન્ય સ્થાનિક અધિકારીઓ ખાડીમાંના પથ્થરો પર 3 મીટર (10 ફૂટ) નીચે પડ્યા હતા. મોરેલોસ રાજ્યના ગવર્નર કુઆહટેમોક બ્લેન્કોએ જણાવ્યું હતું કે મેયર, તેમની પત્ની, ઘણા અધિકારીઓ અને પત્રકારો ખાડીમાં પડ્યા હતા. ઘણા લોકો ઘાયલ થયા. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

એક અહેવાલ મુજબ મેયર જોસ લુઈસ યુરિઓસ્ટેગુઈને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને સામાન્ય ઈજા થઈ છે અને તેઓ હેમખેમ છે. એવું માનવામાં આવે છે કે લોકો પુલની ક્ષમતા કરતા વધારે લોકો પુલ પર એકઠા થઇ ગયા જેને કારણે વજન ખમી નહિ શકતા પુલ તુટી પડ્યો હતો. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ઘણા લોકો પુલ પરથી નીચે ખાબકતા જોવા મળી રહ્યા છે. લોકોને ત્યાંથી બહાર કાઢવાની કામગીરી પણ ચાલી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top