આ દેશમાં ગર્ભપાત પર કોર્ટના નિર્ણયથી હંગામો, મહિલાઓએ સેક્સ હડતાળની કરી જાહેરાત

આ દેશમાં ગર્ભપાત પર કોર્ટના નિર્ણયથી હંગામો, મહિલાઓએ સેક્સ હડતાળની કરી જાહેરાત

06/28/2022 World

SidhiKhabar

SidhiKhabar

આ દેશમાં ગર્ભપાત પર કોર્ટના નિર્ણયથી હંગામો, મહિલાઓએ સેક્સ હડતાળની કરી જાહેરાત

અમેરિકામાં (America) છેલ્લા કેટલાક દિવસોથી સુપ્રીમ કોર્ટ સતત ચર્ચામાં છે. પહેલા સુપ્રીમ કોર્ટે બંદૂકો સંબંધી ન્યૂયોર્કના (New York) કાયદાને રદ્દ કરીને હેડલાઇન્સ બનાવી, તો એક દિવસ પછી જ કોર્ટે, ગર્ભપાતના બંધારણીય અધિકારને સમાપ્ત કરી દીધા. તેના નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં ગર્ભપાતને (Abortion) કાયદેસર રીતે માન્યતા આપનારા 50 વર્ષ જૂના નિર્ણયને બદલી નાંખ્યો. કોર્ટના આ નિર્ણય પછીથી જ અમેરિકાના અલગ-અલગ શહેરોમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું છે. મહિલાઓ (Women) કોર્ટના આ નિર્ણયનો વિરોધ કરી રહી છે.


મહિલાઓ દ્વારા અલગ-અલગ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજ બાબતે મહિલાઓએ #SexStrike નામથી એક અભિયાન શરૂ કર્યું. જેમાં અલગ-અલગ મહિલાઓએ રોડથી લઈને સોશિયલ મીડિયા સુધી માંગ મૂકી છે કે સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને પાછો ખેંચી લેવો જોઈએ. વિરોધમાં ઘણી મહિલાઓ કહી રહી છે કે, જો નિર્ણય પાછો નહીં લેવામાં આવશે તો તેઓ પુરુષો સાથે સેક્સ નહીં કરે. આ સિવાય #Abstinence નામથી પણ એક અભિયાન ચાલી રહ્યું છે. જેમાં પણ મહિલાઓ આ વિશે જ અવાજ ઉઠાવી રહી છે.


એનીબ્લડરોઝ નામની મહિલાએ ટ્વીટ કર્યું કે, જો મને મારા શરીર પર કોઈ અધિકાર નથી, તો પુરુષોને પણ તેના પર કોઈ અધિકાર નથી. એલીએ ટ્વિટર પર લખ્યું, મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે આખી દુનિયામાં મહિલાઓ સેક્સ સ્ટ્રાઈક પર જતી રહે. હવે ઘણું થઈ ગયું છે, આપણે પુરુષને સ્ત્રી સાથે બળાત્કાર કરતા સંપૂર્ણપણે રોકવા માટે કોઈ રસ્તો કેમ નથી શોધ્યો.


24 વર્ષની બ્રાયના કેમ્પબેલે લખ્યું - જો તમે એક પુરુષ છો, અને મારા અધિકારો માટે રસ્તા પર નથી ઉતરતા, તો તમે મારી સાથે શારીરિક સબંધ રાખવા માટે લાયક નથી. 22 વર્ષની ઈવેન્ટ કોઓર્ડિનેટર કેરોલિન હીલીએ કહ્યું, શું પુરુષો માટે મહિલાઓના અધિકારો કરતાં વધુ મહત્ત્વપૂર્ણ સેક્સ છે. એક અન્ય મહિલાએ કહ્યું કે, અમે અનિચ્છનીય ગર્ભાવસ્થાનું જોખમ નથી ઉઠાવી શકતા. એટલા માટે હવે અમે કોઈ પણ પુરુષ સાથે સેક્સ સબંધ નહિ રાખીએ, પછી ભલે તે અમારો પતિ પણ કેમ નહીં હોય.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top