કર્મચારીઓ આરામ કરતા હતા અને બકરી સરકારી ઓફિસમાં આવીને કમાલ કરી ગઈ

કર્મચારીઓ આરામ કરતા હતા અને બકરી સરકારી ઓફિસમાં આવીને કમાલ કરી ગઈ

12/03/2021 National

SidhiKhabar

SidhiKhabar

કર્મચારીઓ આરામ કરતા હતા અને બકરી સરકારી ઓફિસમાં આવીને કમાલ કરી ગઈ

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક બકરી ચૌબેપુર ડેવલપમેન્ટ બ્લોક ઓફિસમાં ઘુસીને જરૂરી ફાઇલ મોંમાં દબાવી બહાર નીકળી ગઈ હતી. જેવી ઓફીસના કર્મચારીની નજર બકરી પર પડી, એક વ્યક્તિએ તેને પકડવા માટે તેની તરફ દોટ મૂકી. પરંતુ ત્યાં સુધીમાં તો બકરી ફાઈલ લઈને ઝડપથી બહાર નીકળી ગઈ હતી. ત્યાં હાજર કોઈ વ્યક્તિએ આ ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો, વીડિયો સામે આવતા જ DMએ તપાસના આદેશ આપ્યા છે.


એક કાળા રંગની બકરી સરકારી ફાઈલ લઈને ભાગી ગઈ. તેથી સરકારી વિભાગ માટે ઘણી મુશ્કેલી ઉભી થઈ છે. સમગ્ર મામલો પ્રકાશમાં આવતા કચેરીમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારબાદ બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરે સંબંધિત કર્મચારી પાસેથી ખુલાસો માંગ્યો હતો.


બનાવને પગલે સરકારી કચેરીમાં ખળભળાટ મચી ગયો હતો

આ ઘટનાને કાનપુરના ડીએમએ ખૂબ ગંભીરતાથી લીધી છે. તેમજ કર્મચારીઓની બેદરકારીને ધ્યાનમાં લઈને CDO (Chief Data Officer) મહેન્દ્ર કુમારને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમજ દોષી કર્મચારી પર સખ્ત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

તપાસમાં જાણવા મળ્યું કે આ બકરી ડેવલપમેન્ટ બ્લોકના ચોકીદારની છે, સુશીલા અને તેનો પુત્ર અહીં કેન્ટીન ચલાવતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તે બકરીને પકડવા દોડ્યો હતો. જોકે, આ બાબતે ચૌબેપુર ડેવલપમેન્ટ બ્લોકના VDO ( Village Development Officer ) મુન્ના લાલે સ્પષ્ટતા કરી કે બકરી ઓફિસમાં આવી નથી. કેન્ટીનમાં પડેલા કાગળો સાથે તે અહીં-તહીં ફરતી હતી. તેની પાસે કોઈ મહત્વના કાગળ ન હતા. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top