ઈંગ્લેન્ડના આ દિગ્ગજ ખેલાડીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, વર્લ્ડકપ બાદ લોકો માટે બની ગ

ઈંગ્લેન્ડના આ દિગ્ગજ ખેલાડીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, વર્લ્ડકપ બાદ લોકો માટે બની ગયા હતા 'હીરો'

06/29/2022 Sports

SidhiKhabar

SidhiKhabar

ઈંગ્લેન્ડના આ દિગ્ગજ ખેલાડીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, વર્લ્ડકપ બાદ લોકો માટે બની ગ

કેપ્ટન મોર્ગન બંને ફોર્મેટમાં ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન બનાવનારા તથા સૌથી વધુ મેચ રમનારા ખેલાડી તરીકે તેમની કારકિર્દીને સમાપ્ત કરી રહ્યાં છે. આ સાથે તે ઈંગ્લેન્ડને વન-ડે વિશ્વ કપ જીતાડનારા પહેલા પુરૂષ પણ છે. મૉર્ગનના આ નિર્ણયની શક્યતા હતી. કારણકે લાંબા સમયથી તે કંગાળ ફોર્મ અને ઈજાથી ઝઝૂમી રહ્યાં હતા. તેઓ ડોમેસ્ટિ ક્રિકેટ રમવાનુ ચાલુ રાખશે અને ધ હેન્ડ્રેડ પ્રત્યોગિતામાં લંડન સ્પિરીટની કેપ્ટનશિપ પણ કરશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ ઈયોન મોર્ગને કહ્યું, બેશક આ મારા કારકિર્દીનો સુખદ અધ્યાય રહ્યો. સંન્યાસનો નિર્ણય કરવો સરળ ન હતો. પરંતુ મારું માનવુ છે કે મારા માટે આમ કરવાનો યોગ્ય સમય છે. 


હું બે વિશ્વ કપ વિજેતા ટીમમાં રમવા માટે ભાગ્યશાળી રહ્યો છુ

તેમણે કહ્યું, હું બે વિશ્વ કપ વિજેતા ટીમમાં રમવા માટે ભાગ્યશાળી રહ્યો છું. પરંતુ મારું માનવુ છે કે ઈંગ્લેન્ડની સફેદ બોલની ટીમોનુ ભવિષ્ય પહેલેથી વધુ ઉજ્જવળ છે. અમારી પાસે પહેલેથી ઘણો વધારે અનુભવ, વધુ તાકાત અને વધારે ઊંડાઈ છે. 2015માં એલેસ્ટર કુકના અનુગામી તરીકે નિયુક્ત કર્યા બાદ મૉર્ગને 126 વન-ડે અને 72 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઈંગ્લેન્ડનુ નેતૃત્વ કર્યુ. આ દરમ્યાન મોર્ગનની કેપ્ટનશિપમાં ઈંગ્લેન્ડ 2016 વર્લ્ડ T20નુ રનર અપ હતુ અને બાદમાં ટીમે 2019 વન-ડે વિશ્વ કપ પોતાના નામે કર્યો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top