જો હજુ સુધી IT રિટર્ન ફાઈલ ન કર્યો હોય તોપણ ચિંતા કરવાની જરૂર નથી, ડેડલાઈન લંબાવાઈ

જો હજુ સુધી IT રિટર્ન ફાઈલ ન કર્યો હોય તોપણ ચિંતા કરવાની જરૂર નથી, ડેડલાઈન લંબાવાઈ

09/10/2021 Business

SidhiKhabar

SidhiKhabar

જો હજુ સુધી IT રિટર્ન ફાઈલ ન કર્યો હોય તોપણ ચિંતા કરવાની જરૂર નથી, ડેડલાઈન લંબાવાઈ

બિઝનેસ ડેસ્ક: જો તમે હજુ પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ ન કર્યો હોય તોપણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે સરકારે આ તારીખ ફરી લંબાવી દીધી છે. હવે નવી જાહેરાત અનુસાર, 31મી ડિસેમ્બર સુધીમાં કોઈ પણ પ્રકારની પેનલ્ટી વગર ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકાશે. ગુરુવારે સરકારે આ બાબતની જાહેરાત કરી હતી.

સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને અગાઉ મે મહિનામાં આ ડેડલાઈન 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી.


નાણા મંત્રાલયે શું કહ્યું?

નાણા મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે CBDT એ વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન અને વિવિધ ઓડિટ રિપોર્ટ્સ ભરવાની નિયત તારીખો લંબાવી છે. આવકવેરા અધિનિયમ 1961 હેઠળ વર્ષ 2021-22 માટે ઓડિટના વિવિધ અહેવાલો અને આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં કરદાતાઓ અને અન્ય હિસ્સેદારોની મુશ્કેલીઓને ધ્યાનમાં લેતા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સએ (CBDT) વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન અને વિવિધ ઓડિટ રિપોર્ટ ભરવાની નિયત તારીખોને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે.

વર્ષ 2021-22 માટે ઇન્કમ ટેક્સ ફાઈલ કરવાની નિયત તારીખ વધારીને 31 ડિસેમ્બર કરવામાં આવી છે. અગાઉ છેલ્લી તારીખ 31 જુલાઈ 2021 થી વધારીને 30 સપ્ટેમ્બર 2021 કરવામાં આવી હતી.


પહેલા પણ તારીખ લંબાવાઈ હતી

આ સિવાય મોડી અથવા સુધારેલી ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ વધુ બે મહિના વધારીને 31 માર્ચ, 2022 કરવામાં આવી છે. નાણા મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે તે કરદાતાઓ માટે સરળ ફાઇલિંગ અનુભવ સુનિશ્ચિત કરવા, સમાન ટેક્સ પોર્ટલમાં રહેલી ખામીઓને ઉકેલવા માટે ઇન્ફોસિસના સંપર્કમાં રહી સતત કામ ચાલી રહ્યું છે.

CBDT એ નાણાકીય વર્ષ 2020-21 માટે ITR ભરવા માટેના ફોર્મ આ વર્ષે એપ્રિલમાં અધિસૂચિત કર્યા હતા. સરકારે કરદાતાઓને 2020-21 નાણાંકીય વર્ષ માટે આવકવેરા કાયદાની કલમ 115BSE હેઠળ નવી કર વ્યવસ્થા પસંદ કરવાનો વિકલ્પ પણ આપ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top