દિલ્હી બ્લાસ્ટનો ભયંકર નજારો થયો આ સીસીટીવીમાં કેદ, જુઓ કાળજું કંપાવતો વિડિયો
દેશની રાજધાની દિલ્હી સોમવારે જે ભીષણ ધડાકાથી ધ્રુજી ગઈ હતી, તે બ્લાસ્ટના પહેલા સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. જેમાં આ બ્લાસ્ટ કેવી રીતે થયો તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ વિસ્ફોટકોથી ભરેલી કારમાં થયેલા જોરદાર ધમાકાએ 12 જેટલા લોકોની જિંદગી છીનવી લીધી અને અનેક લોકોને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
ચાંદની ચોકનું મોનિટરિંગ કરતા સીસીટીવી કંટ્રોલ રૂમમાં કેદ થયેલા આ ફુટેજમાં વિસ્ફોટના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. CCTV ફૂટેજ પર 10 નવેમ્બર, 2025ની તારીખ અને સાંજે 6 વાગીને 50 મિનિટ અને 52 સેકન્ડનો સમય દેખાઈ રહ્યો છે. આ ઘટનામાં રસ્તા પર લોકોની અવરજવર અને સામાન્ય ચહલપહલ વચ્ચે અચાનક જ એક શક્તિશાળી વિસ્ફોટ થતો નજરે પડે છે. અને ક્ષણભરમાં ચારે બાજુ અંધારું છવાઈ જાય છે. હાલમાં સુરક્ષા એજન્સીઓ આ ફૂટેજની વિગતવાર તપાસ કરી રહી છે.
વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે નજીકમાં પાર્ક કરેલા પાંચથી છ વાહનો ચકનાચૂર થઈ ગયા. ઉપરાંત નજીકની દુકાનો અને વાહનોની બારીઓ પણ તૂટી ગઈ હતી. દિલ્હી વિસ્ફોટમાં મૃતકોનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ, ઘણા લોકોના કાનના પડદા, ફેફસાં અને આંતરડા ફાટી ગયા હતા. કેટલાક લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા, જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા બાદ હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો. મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં 8 પીડિતોની ઓળખ થઈ ગઈ છે અને તેમના મૃતદેહો પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. હજી પણ કેટલાક મૃતદેહોની ઓળખ બાકી છે.
સોમવારે સાંજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે ટ્રાફિક સિગ્નલ પર ધીમી ગતિએ ચાલી રહેલી એક કારમાં આ ભીષણ વિસ્ફોટ થયો હતો. આ ધમાકામાં 12 લોકોના કરૂણ મોત થયા હતા, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેની ઝપેટમાં આવેલા અનેક વાહનોને પણ નુકસાન થયું હતું. આ પહેલા પણ કેટલાક વીડિયો સામે આવ્યા હતા, જેમાં લોકો બ્લાસ્ટ પછી ગભરાટમાં આમ-તેમ ભાગતા જોવા મળ્યા હતા, પરંતુ આ પહેલો વીડિયો છે જેમાં બ્લાસ્ટની ભયાનકતા કેદ થઈ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp