પેટ્રોલ-ડીઝલની જરૂરીયાત પૂરી કરવા માટે આ પડોશી દેશે ભારત પાસે માંગ્યા 50 કરોડ ડૉલર!

પેટ્રોલ-ડીઝલની જરૂરીયાત પૂરી કરવા માટે આ પડોશી દેશે ભારત પાસે માંગ્યા 50 કરોડ ડૉલર!

10/18/2021 World

SidhiKhabar

SidhiKhabar

પેટ્રોલ-ડીઝલની જરૂરીયાત પૂરી કરવા માટે આ પડોશી દેશે ભારત પાસે માંગ્યા 50  કરોડ ડૉલર!

કોલંબો: ભારતનો પડોશી દેશ શ્રીલંકા સંકટમાં આવી ગયો છે. શ્રીલંકાએ ઈંધણની ખરીદી કરવા માટે ભારત પાસેથી આર્થિક મદદની માંગ કરી છે. ઈંધણની જરૂરિયાત પૂરી કરવા માટે શ્રીલંકાએ ભારત પાસેથી 50 કરોડ ડૉલર આશરે રૂપિયા 37 અબજની લોન માંગી છે. શ્રીલંકાએ દેશમાં વિદેશી હૂંડિયામણની કટોકટી વચ્ચે ક્રૂડ ઓઇલની ખરીદી માટે ચૂકવણી કરવા માટે ભારત પાસેથી મદદ માંગી છે.


ઈંધણનો ભંડાર અગામી વર્ષના જાન્યુઆરી સુધી જ

ઈંધણનો ભંડાર અગામી વર્ષના જાન્યુઆરી સુધી જ

શ્રીલંકાના ઉર્જા મંત્રી ઉદય ગમ્મનપિલાની (Uday Gammanpila) ચેતવણી આપ્યાના થોડા દિવસો પછી શ્રીલંકન સરકારે આ પગલું ભર્યું છે. તેણે ચેતવણી ઉચ્ચારી હતી કે, શ્રીલંકાનો ઈંધણનો ભંડાર તેણી જરૂરિયાતોને અગામી વર્ષના જાન્યુઆરી સુધી જ પૂર્ણ કરી શકે તેમ છે. સરકારી સંચાલિત સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશન (CPC) બે મુખ્ય સરકારી બેંકો-બેન્ક ઓફ સિલોન અને પીપલ્સ બેન્કનું આશરે 3.3 અબજ ડોલરનું ઋણ ચૂકવવાનું બાકી છે. રાજ્યના ઓઇલ ડિસ્ટ્રીબ્યુટર્સ મધ્ય પૂર્વમાંથી ક્રૂડ ઓઇલ અને સિંગાપોર સહિત અન્ય પ્રદેશોમાંથી રિફાઇન્ડ પ્રોડક્ટ્સની આયાત કરે છે.


ઉર્જા સચિવો લોન માટે કરાર કરે તેવી અપેક્ષા

ઉર્જા સચિવો લોન માટે કરાર કરે તેવી અપેક્ષા

CPCના પ્રમુખ સુમિત વિજસિંઘેએ (Sumith Wijesinghe) એક સ્થાનિક સમાચાર વેબસાઈટને ટાંકીને જણાવ્યું હતું કે, 'ભારત-શ્રીલંકા આર્થિક ભાગીદારી વ્યવસ્થા હેઠળ સુવિધા (50 કરોડ ડૉલરની લોન) મેળવવા માટે ભારતીય હાઈ કમિશન સાથે વાતચીત કરી રહ્યા છીએ.' તેમણે કહ્યું કે આ સુવિધાનો ઉપયોગ પેટ્રોલ અને ડીઝલની જરૂરિયાતો પૂરી કરવા માટે કરવામાં આવશે. નાણાં સચિવ એસ.આર. એટિગેલને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે ભારત અને શ્રીલંકા બંનેના ઉર્જા સચિવો ટૂંક સમયમાં લોન માટે કરાર કરે તેવી અપેક્ષા છે.


તેલની આયાત પર વધુ ખર્ચ

ગયા સપ્તાહે LPG અને અન્ય જરૂરી ચીજવસ્તુઓમાં વધારો થયો હોવા છતાં સરકારે બળતણની અપેક્ષિત છૂટક કિંમતોમાં વધારો અટકાવ્યો છે. વૈશ્વિક તેલની વધતી કિંમતોએ શ્રીલંકાને આ વર્ષે તેલની આયાત પર વધુ ખર્ચ કરવાની ફરજ પડી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષના પ્રથમ સાત મહિનામાં દેશની ઓઇલની ચુકવણી 41.5% વધીને 2 અબજ ડોલર થઈ છે.


ગંભીર વિદેશી વિનિમય સંકટનો સામનો

નાણામંત્રી તુલસી રાજપક્ષેએ (Tulsi Rajapaksa) ગયા મહિને કહ્યું હતું કે રોગચાળાએ પ્રવાસન અને રેમિટન્સથી દેશની કમાણીને ફટકાર્યા બાદ શ્રીલંકા ગંભીર વિદેશી વિનિમય સંકટનો સામનો કરી રહ્યું છે.

દેશની GDP 2020માં રેકોર્ડ 3.6% ઘટી છે અને તેના વિદેશી મુદ્રા ભંડાર અડધાથી વધુ ઘટીને માત્ર એક વર્ષમાં જુલાઈ સુધીમાં માત્ર 2.8 અબજ ડોલર થઈ ગયો છે. તેના કારણે છેલ્લા એક વર્ષમાં ડોલરની સરખામણીમાં શ્રીલંકન રૂપિયો 9% ઘટી ગયો છે, જેનાથી આયાત વધુ મોંઘી થઈ છે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top