લોકો દ્વારા આ કારની ખરીદીએ તોડ્યો રેકોર્ડ!!! કંપનીને મળ્યા 75 હજારથી વધુ બુકિંગના ઓર્ડર!!

લોકો દ્વારા આ કારની ખરીદીએ તોડ્યો રેકોર્ડ!!! કંપનીને મળ્યા 75 હજારથી વધુ બુકિંગના ઓર્ડર!!

10/07/2021 Business

SidhiKhabar

SidhiKhabar

લોકો દ્વારા આ કારની ખરીદીએ તોડ્યો રેકોર્ડ!!! કંપનીને મળ્યા 75 હજારથી વધુ બુકિંગના ઓર્ડર!!

ગત વર્ષે 2 ઓક્ટોબરના રોજ મહિન્દ્રા(Mahindra) લોન્ચ કરવામાં આવી હતી. આ કંપનીની કારે લોકોના દિલ જીતી લીધા હતા. આ કારે લોકોના મન મોહી લીધા હતા. આ ઓફ-રોડરને થારને ગ્રાહકોએ ખૂબ પસંદ કરી હતી. લોકો દ્વારા આ કારની ખરીદી જોરોશોરોમાં થઇ છે. અત્યાર સુધીમાં કંપનીને કારના 75,000 થી વધુ બુકિંગ ઓર્ડર મળ્યા છે. ગ્રાહકોને આ કારનું ડીઝલ વેરિએન્ટ વધારે પસંદ આવ્યું છે. આટલુ સારું વેચાણ ઉપરથીજ આપણે અંદાજ આવી શકે કે, લોકોને આ મહિન્દ્રા થાર કેટલી પસંદ આવી છે. હજી પણ તેના બુકિંગ ઓર્ડર વધતા જ જાય છે. વધતા ઓર્ડરને કારણે, કંપનીએ મહિન્દ્રા થારનો સરેરાશ ડિલિવરી સમય વધાર્યો છે.


ડીઝલ વેરિએન્ટની વધારે ખરીદી :

ડીઝલ વેરિએન્ટની વધારે ખરીદી :

કંપનીએ માહિતી આપતા જણાવ્યું કે, તેણે એસયુવી વિશે બુકિંગ નંબર જાહેર કર્યો છે. ઉપરાંત આ સિવાય કંપનીએ એ પણ જણાવ્યું છે કે, મહિન્દ્રા થારની બુકિંગમાં 40 ટકાથી વધુ હિસ્સો મિલેનિયલ્સનો છે. જેમાં એસયુવીની કુલ બુકિંગનો અડધો ભાગ ઓટોમેટિક વેરિઅન્ટ માટે છે અને એસયુવીની કુલ બુકિંગનો 25 ટકા હિસ્સો પેટ્રોલ વેરિએન્ટ માટે છે. એટલે કે, માહિતીના આધારે તે સ્પષ્ટ થાય છે કે મહિન્દ્રા થાર ડીઝલ દેશમાં પસંદગી માટેનું પહેલું મોડેલ છે દેશમાં ડીઝલ એન્જિન સામે સરકારના વલણ અને પ્રયાસોને ધ્યાનમાં લેતા આ એક રસપ્રદ બાબત છે.


કાર સાથે એન્જિનના બે વિકલ્પો ઉપલબ્ધ :

કાર સાથે એન્જિનના બે વિકલ્પો ઉપલબ્ધ :

મહિન્દ્રા થાર એસયુવી એન્જિનના બે  વિકલ્પોમાં ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં 2 લિટર અને ચાર-સિલિન્ડર એમસ્ટેલિયન પેટ્રોલ એન્જિન બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત 2.2 લિટર mHawk ડીઝલ મોટર પણ આપવામાં આવી છે. તેનું પેટ્રોલ એન્જિન 150 bhp પાવર અને 320 Nm ટોર્ક જનરેટ કરે છે. જ્યારે થાર ડીઝલ એન્જિન 130 bhp પાવર અને 320 Nm પીક ટોર્ક બનાવે છે. બંને એન્જિન સાથે ટ્રાન્સમિશન વિકલ્પોમાં છ સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને છ સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન વચ્ચે પસંદગીનો સમાવેશ થાય છે.

 

કાર માટે 5 થી 7 મહિનાની રાહ જોવી પડશે!

થાર ઓક્ટોબર 2020 માં લોન્ચ કરવામાં આવી હતી. લોન્ચ થયાના એક મહિનાની અંદર, ઓફ-રોડ SUV ને 20,000 થી વધુ બુકિંગ મળ્યા હતા. હાલમાં, આ કારને વેરિએન્ટના આધારે 5 થી 7 મહિનાનો વેઇટિંગ પીરિયડ આપવામાં આવી રહ્યો છે.મહિન્દ્રા થારે ભારતમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે. લોકો ડીઝલ વેરિએન્ટન માટે પહેલા પસંદ કરી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top