નિવૃત્ત ઈજનેરે સચિવને પત્ર લખ્યો : ‘હું જ કલ્કિ અવતાર, પગાર આપી દો નહીંતર દુષ્કાળ પાડીશ

નિવૃત્ત ઈજનેરે સચિવને પત્ર લખ્યો : ‘હું જ કલ્કિ અવતાર, પગાર અને ગ્રેજયુઇટીની રકમ આપી દો નહીંતર દુષ્કાળ પાડીશ!’

07/05/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

નિવૃત્ત ઈજનેરે સચિવને પત્ર લખ્યો : ‘હું જ કલ્કિ અવતાર, પગાર  આપી દો નહીંતર દુષ્કાળ પાડીશ

રાજકોટ: પોતાને ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કિ અવતાર કહેનારા નિવૃત્ત અધિકારી રમેશચંદ્ર ફેફર ફરી વિવાદમાં આવ્યા છે. તેમણે નર્મદા જળસંપત્તિ પાણીપુરવઠા અને કલ્પસર વિભાગના સચિવને પત્ર લખીને કહ્યું છે કે તેમને બાકી રહેલો ૧૬ લાખ જેટલો પગાર અને ગ્રેજયુઇટીની રકમ ૧૬ લાખ આપવામાં આવે નહીં તો તેઓ પોતાની 'દિવ્ય શક્તિ'થી વરસાદ અને બરફવર્ષાથી ભયંકર દુષ્કાળ પાડશે!

તેમણે પત્રમાં લખ્યું છે કે, સરદાર સરોવર નર્મદા નિગમ પુનઃવસવાટ એજન્સીમાં મારી પ્રતિ નિયુક્તિ દરમિયાન મારો એક વર્ષનો પગાર આશરે ૧૬ લાખ રૂપિયા બાકી છે. આ દરમિયાન મેં વર્ક ફ્રોમ હોમ કર્યું છે અને સરકારે પણ કોરોનાકાળમાં કામ કરનાર વ્યક્તિઓને પગાર ચૂકવ્યો જ છે.

‘મારી તપસ્યાને કારણે છેલ્લા ૨૦ વર્ષમાં સતત વરસાદ પડ્યો છે’

તેઓ આગળ લખે છે, ‘હું જ કલ્કિ અવતાર છું અને મારી તપસ્યાને કારણે જ છેલ્લા ૨૦ વર્ષમાં સતત ભારતમાં વરસાદ વરસ્યો છે. એક પણ વર્ષ દેશમાં દુષ્કાળ પડ્યો નથી. તેમણે કહ્યું કે છેલ્લા ૨૦ વર્ષમાં સારા વરસાદના કારણે જ દેશને ૨૦ લાખ કરોડનો ફાયદો થયો છે. તેમ છતાં સતત રાક્ષસો સરકારમાં બેસીને અન્યાય કરે છે.’


આ વર્ષે ભયંકર દુષ્કાળ પાડીશ, કારણ કે હું જ કલ્કિ અવતાર છું

તેમણે જાણે ધમકી આપતા હોય તેમ કહ્યું કે, ‘આ વર્ષે હું સમગ્ર વિશ્વમાં પાણીનો, વરસાદનો અને બરફવર્ષાનો ભયંકર દુષ્કાળ પાડવાનો છું. કારણ કે હું જ ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કિ અવતાર છું અને સતયુગમાં મારી જ સત્તા પૃથ્વી લોક ઉપર ચાલે છે.’

ફેફર સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સી વડોદરામાં અધિક્ષક ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા. હાલ તેઓ નિવૃત્ત થઇ ચુક્યા છે અને રાજકોટ ખાતે રહે છે. ત્રણ વર્ષ પહેલા ૮ મહિનામાં તેઓ માત્ર ૧૬ જ દિવસ હાજર રહ્યા હતા. જેથી વર્ષ ૨૦૧૮ માં તેમને નોટીસ ફટકારવામાં આવી હતી. નોટીસના જવાબમાં તેમણે પોતે પોતાને વિષ્ણુનો દસમો અવતાર ગણાવ્યો હતો.

જવાબમાં કહ્યું હતું :સાધના કરીને વૈશ્વિક ચેતનામાં પરિવર્તન કરું છું, જેથી ઓફિસે હાજર રહેતો નથી

તેમણે જવાબમાં કહ્યું હતું કે, હું ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કિ અવતાર છું. તુરીયાતીત અવસ્થામાં (માયાની પેલે પાર બ્રહ્મ સાથે એક થઇ જવાની અવસ્થાને તુરીયાતીત અવસ્થા કહેવાય છે.) રહીને સાધના કરીને વૈશ્વિક ચેતનામાં પરિવર્તનનું કાર્ય કરું છું પરંતુ આ કાર્ય હું ઓફિસમાં બેસીને કરી શકતો નથી જેથી ભૌતિક રીતે ઓફિસમાં હાજર રહેતો નથી. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ હાજર થયા બાદ તેઓ માત્ર ૧૬ દિવસ જ ફરજ પર હાજર રહ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top